• ઓલપાડના 60 વર્ષીય કાંતિભાઈ પ્રજાપતિનું 2 દિવસ પેહલા હાંસોટ માર્ગ ઉપર અકસ્માતમાં બ્રેનડેડ થયું હતું
  • અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલમાંથી સુરતની ડોનેટ લાઈફ સંસ્થાએ કામગીરી કરી
  • લીવર અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલ અને કિડની ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરમાં જરૂરિયાતમંદ દર્દીને કિડની અપાઈ
Gujarat, First time organ donation in bharuch
Gujarat, First time organ donation in bharuch

WatchGujarat. ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં સૌપ્રથમ વખત અંગદાન (Organ Donation) કરવામાં આવ્યું છે. અકસ્માતમાં બ્રેઇન ડેડ થયેલા ઓલપાડના વ્યક્તિના કિડની અને લિવરનું દાન કરવાનો પરિવારજનોએ નિર્ણય લેતા સુરતની ડોનેટ લાઈફ સંસ્થા (Surat Donate life Organisation) અને અંકલેશ્વરની જયા બહેન મોદી હોસ્પિટલના પ્રયાસોથી આ કામગીરી કરવામાં આવી છે. કિડની તેમજ લીવર અમદાવાદની હોસ્પિટલમાં લઇ જઇ 3 વ્યક્તિને નવજીવન આપવામાં આવ્યું છે.

અંકલેશ્વરમાં સોપ્રથમ વખત અંગદાન-મહાદન સૂત્ર સાર્થક થયું છે. જેનાથી 3 વ્યક્તિને નવજીવન મળ્યું છે. સુરતના ઓલપાડ સાયણ રોડ પર આવેલા કુમકુમ બંગલોઝમાં રહેતા 60 વર્ષીય કાંતિભાઈ પ્રજાપતિ 2 દિવસ પેહલા ઓલપાડ હાંસોટ રોડ પરથી બાઇક પર પસાર થઈ રહ્યાં હતા. રાયમા ગામ નજીક માર્ગમાં ભૂંડ આવી જતા અકસ્માત સર્જાયો હતો.

Gujarat, First time organ donation in bharuch
Gujarat, First time organ donation in bharuch

તેઓને પ્રાથમિક સારવાર હાંસોટ સરકારી દવાખાને આપ્યા બાદ વધુ સારવાર માટે અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગંભીર ઇજાના પગલે હોસ્પિટલના તબીબોએ તેઓને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા.

તબીબોએ પ્રજાપતિ પરિવારને અંગદાન અંગે માહિતી આપી હતી. જેમાં પરિવારજનોએ અંગદાન માટે સહમતી આપી હતી. સુરતની લાઈફ ડોનેટ સંસ્થાના નિલેશ માંડલેવાલા અને તેમની ટીમે જરૂરી મંજૂરી લઈ અંકલેશ્વર પહોંચ્યા હતા. જ્યા જરૂરી તબીબી કામગીરી કરી કાંતિભાઈના શરીરમાંથી 2 કિડની અને લીવર કાઢવામાં આવ્યા હતા. તેઓની કિડની અમદાવાદની કિડની ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરમાં જરૂરિયાતમંદ દર્દીને આપવામાં આવી રહી છે.

લીવરનું અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં એક દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. આમ બ્રેઇન ડેડ વ્યક્તિના શરીરના અંગોના કારણે 3 વ્યક્તિને નવજીવન મળ્યું છે. આ કામગીરીમાં સુરતની ડોનેટ લાઈફ સંસ્થાના પ્રતિનિધિઓ અને અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલના તબીબોએ સરાહનીય કામગીરી કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud