ભરૂચના ભૌગોલિક વિસ્તારોનો તાગ મેળવવા રેપીડ એક્શન ફોર્સનું ફૂટ પેટ્રોલિંગ
અમદાવાદની RAF કંપની 1 ઓગસ્ટ સુધી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી ચિતાર મેળવશે
સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોમાં છમકલાં કે હુલ્લડમાં ત્વરિત પહોંચી કાબુ મેળવવા અભ્યાસ
WatchGujarat. ભરૂચમાં અમદાવાદ રેપીડ એક્શન ફોર્સની કંપનીએ સોમવારે ધામાં નાખી ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. RAF ની ફ્લેગ માર્ચને લઈ શુ 2022 ની ચૂંટણીની પૂર્વ તૈયારીઓ કે રાષ્ટ્રીય તહેવારોને લઈ કવાયત હાથ ધરાઈ હોવાની પ્રજામાં ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.
ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીઓને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યાં છે, ભાજપના રાજ અને ગઢમાં આમ આદમી પાર્ટીએ સત્તાવાર પ્રવેશ કરી રાજકીય હિલચાલ તેજ બનાવી દેતા ભાજપ પણ સંગઠન વધુ મજબૂત કરવા સાથે બેઠકોનો ધમધમાટ અને અનેક કાર્યક્રમો યોજી નવી વરણીઓ કરી રહ્યો છે. સાથે જ હાલમાં અમદાવાદમાં લાગેલા TMC ના પોસ્ટરો અને ઓનલાઈન બેઠકને લઈ તૃણમૂલ કોંગ્રેસ પણ ગુજરાતમાં ઝુકાવશે કે શું ની અટકળો તેજ બની હતી. બીજી તરફ કોંગ્રેસ પણ યુથ કોંગ્રેસની ચૂંટણી અને સભ્ય નોંધણી થકી આગામી ચૂંટણી માટે ધીમેધીમે સજ્જ થઇ રહી છે.
https://youtu.be/QmZ9FVwp6QQ
આવા સમયે ભરૂચમાં રેપીડ એક્શન ફોર્સની અમદાવાદની એન્ટ્રીને લઈ લોકોમાં કુતુહલ સાથે શુ આ આગામી ચૂંટણીઓના ભાગરૂપે હોવાનું જોવામાં આવી રહ્યું છે. સોમવારે સાંજે RAF એ ભરૂચ શહેરમાં ફ્લેગમાર્ચ યોજી વિવિધ વિસ્તારોનો ફૂટ પેટ્રોલિંગ થકી ચિતાર મેળવ્યો હતો. જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોના વિસ્તારોમાં અમદાવાદથી આવેલી રેપિડ એક્શન ફોર્સની કંપનીએ સ્થાનિક પોલીસને સાથે રાખી ફેલગ માર્ચ યોજી હતી. RAF એ ભરૂચની ભૌગોલિક સ્થિતિનો ચીતાર મેળવવાની કવાયત હાથ ધરી છે. જેથી કે ભવિષ્યમાં સંવેદનશીલ અથવા અતિસંવેદનશીલ વિસ્તારોમાં હુલ્લડ થાય ત્યારે તાત્કાલીક જગ્યા પર પહોંચીને સ્થિતિ પર કાબુ મેળવી શકાય છે.
રેપિડ એક્શન ફોર્સ આગામી 26 મી જુલાઈથી 1 લી ઓગષ્ટ સુધી જિલ્લાના અલગ અલગ પોલીસ મથક વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજશે. જેના ભાગરૂપે સોમવારના રોજ કમાન્ડન્ટ પુષ્પેન્દ્રકુમાર અને એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ સહાયક કમાન્ડેન્ટ રઘુવીર સિંહ તથા તેમની પ્લાટુને પ્રથમ બી ડિવિઝનના વિસ્તારમાં પીઆઇ અલ્પેશ ચૌધરી અને પોલીસ જવાનો સાથે વિસ્તારોની મુલાકાત લીધી હતી. રેપિડ એક્શન ફોર્સની કંપની શહેરના એ, બી અને સી ડિવિઝન પોલીસ મથકના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરીને વિસ્તાર પરિચય કરશે.