• ઝઘડિયાના ગોવાલીથી વતન સુરેન્દ્રનગર જવા નીકળેલા યુવાનને ઇકો કારમાં લિફ્ટ આપી ₹19 હજારની લૂંટ ચલાવનાર 6 પૈકી 2 લૂંટારું પકડાયા
  • સુરતથી વડોદરા વચ્ચે રાતે હાઇવે ઉપર ઇકો લઇ નીકળી એકલ-દોકલ રહેલા મુસાફરને બેસાડી લૂંટતી કોસંબાની ટોળકી

Watchgujarat.  હાઇવે સહિત જિલ્લાના નિર્જન વિસ્તારોમાં કામ અર્થે એકલ ડોકલ નીકળતા લોકોને ઇકો કારમાં બેસાડી મારમારી ચપ્પુની અણીએ લૂંટી લેતી ગેંગના 2 સાગરીતોને સી ડિવિઝન પોલીસે ગત 4 જૂને થયેલી લૂંટના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.

ઝઘડિયાના ગોવાલી ગામ પાસે આવેલી રાજેશ્વરી પેપર મિલમાં રહેતા મૂળ સુરેન્દ્રનગરના હસમુખ વિરજીભાઈ સિરોયા ગોવાલી બસ સ્ટેન્ડ ઉપર ગત 4 જૂને રાતે વતન જવા વાહનની રાહ જોઇને ઉભા હતા. તે સમયે આવેલી ઇકો કારમાં તેમને પેસેન્જર તરીકે બેસાડી હાઇવે ઉપર ટોલ ટેક્સ પસાર થયા બાદ મારમારી ચપ્પુ બતાવી 6 આરોપીઓએ મોબાઈલ રોકડા સહિત ₹19000 ની લૂંટ ચલાવી રસ્તા ઉતારી દઈ ફરાર થઈ ગયા હતા.

સી ડિવિઝન પોલીસે ઝાડેશ્વર ચોકડી તથા ટોલ પ્લાઝાના CCTV કેમેરામાં તપાસ કરતા શંકાસ્પદ ઈકો ગાડી નજરે પડતા રજિસ્ટ્રેશન અને પોકેટ કોપની મદદથી ઇકો માલિક અને અને તેના સાથીઓની માહિતી મેળવી હતી.

ઝાડેશ્વર ચોકડી ઉપર વાહન ચેકીંગમાં ઇકો કારમાં લૂંટ ચલાવતા 2 આરોપી સુફીયાન ઐયુબભાઈ વરાછીયા રહે , કોસંબા તરસાડી સુરત અને અવધેશ સુર્યમણી દુબે રહે , કોસંબા મુળ રહે , ઉત્તરપ્રદેશને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. લૂંટના અન્ય ફરાર 4 આરોપી મહેશ સુર્યમણી દુબે રહે , કોસંબા, મનોજ ઉર્ફે કલુ રાઠોડ, વસીમ ઉર્ફે અષ્ણુ ઈસ્માનગની મલેક અને રાહુલ ઉર્ફે ટમેટો તમામ રહે. કોસંબાને ઝબ્બે કરવા કવાયત હાથ ધરી છે.

આરોપીઓ રાત્રીના સમયે સુરતથી વડોદરા સુધીના હાઈવે ઉપર ઈકો ગાડી લઈને નિકળતા અને એકલ – દોકલ ઉભેલા પેસેન્જરને ગાડીમાં વચ્ચે બેસાડીને તેને ચપ્પુ બતાવી માર મારી લુંટ ચલાવી હાઈવે ઉપર નિર્જન સ્થળે ઉતારી દેતા હતા. પકડાયેલા 2 આરોપી પાસેથી રોકડા 4000, મોબાઈલ, ચપ્પુ અને ઇકો કાર મળી ₹ 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud