• કોટ પારસીવાડ વિસ્ટારના 68 વર્ષીય ખાનગી ઓફિસના કેશિયરને 3 માસ્કધારી લૂંટારા મોપેડ ઉપરથી નીચે પાડી એક્ટિવા તથા દસ્તાવેજોની લૂંટ ચલાવી હતી
  • CCTV ના આધારે લૂંટારાઓ ઝડપાયા, લૂંટમાં વપરાયેલી કાર, એક્ટિવા, 2 મોબાઈલ અને દસ્તાવેજો કબ્જે કરાયા

WatchGujarat. ભરૂચ શહેરના કોટ પારસીવાડ વિસ્તારમાં રહેતા 68 વર્ષીય ખાનગી ઓફિસના કેશિયરને ઘર નજીક જ ફ્રન્ટી લઈ આવેલા માસ્કધારી લૂંટારુંઓએ મોપેડ ઉપરથી નીચે પાડી એક્ટિવા, તિજોરીની ચાવી અને દસ્તાવેજોની શુક્રવારે લૂંટ ચલાવી હતી. પોલીસે ગણતરીના દિવસોમાં જ CCTV અને પોકેટ કોપની મદદથી 3 લૂંટારુઓને પકડી લોકઅપ ભેગા કર્યા છે.

જુના ભરૂચના કોટ પારસીવાડ વિસ્તારમાં રહેતા 68 વર્ષીય અનવર અહેમદ છોટુમિયા અન્સારી 15 વર્ષની નોકરી બાદ વડોદરાની સુલેમાન કો.ઓ. બેન્કમાંથી કેશિયર તરીકે નિવૃત થયા હતા. જે બાદ તેઓ પાંચબત્તી સ્થિત આઈ.જી. આમોદવાલા ઇન્ટરનેશનલ પ્રા.લી. માં કેશિયર તરીકે ફરજ બજાવતા હતા.

વૃદ્ધ કેશિયર ગત  29 જુલાઇના રોજ પોતાના ઘરેથી ઓફિસની તિજોરીની ચાવી અને જરૂરી દસ્તાવેજોનું પાકિટ લઈ એક્ટિવા ઉપર નીકળ્યા હતા. જ્યાં ભરૂચની જુમ્મા મસ્જિદ પાસે પહેલેથી જ તેમને લૂંટવા પ્લાન બનાવી ઉભેલા 4 જેટલા ઇસમોએ તેમને અટકાવ્યા હતા. એક્ટિવા પર જઇ રહેલા કેશિયરને રોકી ધક્કો મારી એક્ટિવા તથા તેઓ પાસે રહેલ બેગ કે જેમાં જરૂરી દસ્તાવેજો અને તિજોરીની ચાવી હતી તે લૂંટી ચારેય લૂંટારું મારુતિ ફ્રન્ટી કારમાં ફરાર થઈ ગયા હતા.

ઘટના અંગે વૃદ્ધ કેશિયર અનવર અન્સારીએ ભરુચ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે સંદર્ભે પોલીસે તપાસ હાથ ધરી CCTV ફૂટેજ મેળવ્યા હતા. દરમિયાન ગુનામાં વપરાયેલ કાર જેનો ઉપયોગ આ લૂંટમાં થયો હતો તે ગાડી લઈ કેટલાક ઇસમો જંબુસર બાયપાસ વિસ્તારમાંથી પસાર થવાના છે તેવી બાતમી મળી હતી જેના આધારે વોચ ગોઠવી 3 આરોપી  રિયાઝુદ્દીન  સૈયદ, આબિદહુંસેન બેલીમ તથા અરબાઝ ખાન પઠાણને ઝડપી પાડ્યા હતા જ્યારે એક આરોપી સલમાન શેખ ફરાર છે.

પોલીસે લૂંટારુઓ પાસેથી કેશિયરનું એક્ટિવા, બેગ, કાર, 2 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ચારેય લૂંટારુઓએ કેશિયર બેગમાં મોટી રકમ લઈને જતા હોવાના આધારે ઘડેલો લૂંટનો પ્લાન રોકડા નહિ હોવાથી નિષફળ જતા લૂંટારું એક્ટિવા અને બેગ લૂંટી ફરાર થઇ ગયા હતા. જેઓને પોલીસે 5 દિવસમાં જ ઝડપી પાડી હવાલાત ભેગા કર્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud