• મોદી-શાહ તમે આગળ વધો, પાકિસ્તાનનું વિસર્જન કરો, કાશ્મીરમાં હિંદુઓને વસાવો, સંસદમાં લવ જેહાદનો કાયદો લાવો
  • આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડીયાએ ભરૂચની મુલાકાત લીધી, મોદી શાહને આડકતરૂ સમર્થન, 2022માં હિંદુઓનો વિજય હો નો નારો

WatchGujarat. દેશમાં જાસૂસી કરવી હોય તો પાકિસ્તાની એજન્ટોની કરવી જોઈએ જેથી કરી સરહદ ઉપર હજારો સૈનિકોના મૃત્યુ ન થાય. મારા જેવા 50 વર્ષથી દેશ સેવા કરતા દેશભક્તિની જાસૂસી એ હાસ્યાસ્પદ છે, ભરૂચની મુલાકાતે આવેલા આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડીયાએ જણાવી મોદી-શાહને આગળ વધવાનું કહી આડકતરી રીતે સમર્થન આપ્યું હતું.

ભરૂચની મુલાકાતે મંગળવારે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડીયા નવા તવરા ગામે આવી પોહચ્યા હતા. પેગાસસ જાસૂસી કાંડ વિશે 50 વર્ષથી દેશ સેવા કરતા દેશભક્તોની જાસૂસી કરતા પાકિસ્તાની એજન્ટોની કરાવવી જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો. જેથી કરી સરહદ ઉપર હજારો સૈનિકો શહીદ ન થાય.

તેમણે તેમના જેવા દેશભક્તોની થઈ રહેલી જાસૂસીને હાસ્યાસ્પદ ગણાવી, તેને લોકતંત્ર, સંવિધાન, વાણી સ્વતંત્રતા, પ્રાઈવસીનું હનન ગણાવ્યું હતું. વધુમાં કહ્યું હતું કે, પ્રવીણ તોગડીયાનું નામ પણ કથિત ફોન ટેપિંગમાં આવ્યું છે. દેશભક્ત તોગડીયાથી તો ખતરો દેશદ્રોહીઓને છે. જાસૂસી કરી કોણ રહ્યું છે તેવો પણ સવાલ તેમણે કર્યો હતો.

મે 50 વર્ષથી હિંદુઓની વાત, રામમંદિર, ગાય, કાશ્મીરની કરી છે એટલે હું પ્રિય નથી પણ મારી વાતો અને અવાજ પ્રિય છે. એટલે છુપછુપ લોકો સાંભળે છે. ટેલિફોન ઉપર અલગ વાત કરવી અને જાહેરમાં અલગ તે મારુ ચારિત્ર્ય નથી. હું જે ફોન ઉપર વાત કરું છું તે જ ભાષણ અને જાહેરમાં બોલું છું.

નરેન્દ્ર મોદી અને અમિત શાહ આગળ વધો તેમ કહી આડકતરી રીતે સમર્થન આપી, આખા દેશમાં લવ જેહાદ, ગૌહત્યા, ધર્માંતરણ વિરુદ્ધ સંસદમાં કાયદો લાવવા માંગ કરી હતી. સાથે જ પાકિસ્તાનનું વિસર્જન કરવા, કાશ્મીરમાં હિન્દુઓને વસાવવા મોદી-શાહને હાંકલ કરી તેમની સાથે તેઓ હોવાનું કહ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud