ST બસમાં ઉત્તરાયણ પર્વે સુરતથી ઘોઘબા જઇ રહ્યું હતું દંપતી
108એ હોટલના ટોયલેટમાં સફળ ડિલિવરી કરાવી માતા અને નવજાતનો જીવ બચાવ્યો હોવાનો પહેલો કિસ્સો ભરૂચ હાઇવે પર બુધવારે નોંધાયો
WatchGujarat નિઝર-ખેરાલુ વાયા સુરતની ST બસમાં ઉતરાયણ પર્વ ને પગલે ઘોઘબાનું દંપતી માદરે વતન જવા સુરતથી બેઠું હતું. કંકુબેન રાઠવા ઉંમર 21 જે પોતાના પતિ મિતેષ સાથે સુરતથી પોતાના વતન ઘોઘંબા પંચમહાલ ડિસ્ટ્રિક્ટમાં જતા હતા. એસટી બસમાં મુસાફરી કરતા હતા જ્યાં ભરૂચ NH 48 પર વરેડિયા ગામ પાસે આવેલી હોટલ બસેરા ખાતે એસટી બસ ચા નાસ્તા માટે ઉભી રહી હતી. જ્યાં કંકુબેનને પ્રસૂતિનો દુખાવો થતાં તે લેડિઝ ટોયલેટમાં જ ઢળી પડ્યા હતા.
પાલેજ લોકેશન પર હોટેલના સ્ટાફ દ્વારા 108 ની મદદ માટે કોલ કર્યો હતો. જેમાં જણાવેલ કે એક મહિલાને ડિલિવરીનો દુખાવો થતાં બાથરૂમમાં ઢળી પડેલ છે, જેથી જલ્દીથી જલ્દી 108ની મદદ જોઈએ છે. કોલ મળ્યા બાદ તરત જ હોટલના લેડીસ ટોયલેટ ની અંદર તપાસ કરતા મહિલાને ડીલીવરી નો ખૂબ જ દુખાવો હતો. જેથી 108 ના સ્ટાફે પૂછપરછ કરતાં જાણવા મળેલું કે, મહિલાના પૂરા મહિના થઇ ગયેલ છે. ડિલિવરીના અને દુખાવો ખૂબ જ હોવાથી મહિલા ચાલી શકે કે ત્યાંથી ખસી શકે તેમ નથી.
ઇમટી ધર્મેશ ગાંધી અને પાયલોટ મુનાફ ભાઈ દ્વારા સમય સૂચકતા વાપરીને ત્યાં જ સફળ ડીલીવરી કરાવી હતી. જેમાં નવજાત બાળકનો જન્મ થયેલ હતો નવજાત બાળકના ગળામાં ગર્ભનાળ બે ત્રણ રાઉન્ડ ફીટ વીંટળાયેલી હતી. જેથી તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી જેથી તરત જ આ ગર્ભનાળ ને બે આંગળીની મદદથી દૂર કરેલ ત્યારબાદ ઓક્સિજન આપીને માતાને અને બાળક ને HO પર Dr. ને જાણ કરીને જરૂરી સારવાર સાથે સરકારી હોસ્પિટલ પાલેજ CHC ખાતે લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં બંનેની તબિયત સાધારણ છે. ૧૦૮ એમ્બુલન્સ ની ટિમ ની કામગીરી હોસ્પિટલ ના સ્ટાફ તેમજ સગર્ભા ના પરિવારજનો તેમજ ૧૦૮ ના મેનેજર અભિષેક ઠાકર અને EME અશોક મિસ્ત્રી એ બિરદાવી હતી.