ટ્રાફિક સ્કવોર્ડ દ્વારા વાહન ટોઇંગની કામગીરી બુધવારથી શરૂ કરાઇ
ટોઇંગ ચાર્જ અને દંડથી બચવા વાહનો યોગ્ય રીતે પાર્ક કરવા સૂચના
ગેરકાયદે પાર્ક કરેલા ટુ વ્હીલરને ₹595, થ્રિ વ્હીલરને ₹645, કારને ₹695 અને ભારે વહાન ને ₹750 દંડ
WatchGujarat ભરૂચમાં નેત્રમ પ્રોજેકટ હેઠળ લગાવેલા CCTV થી ટ્રાફિક ના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને ઇ-મેમો ફટકારવાની શરૂઆત કર્યા બાદ હવે નો-પાર્કિંગ અને આડેધડ પાર્ક કરાતા વોહનો સામે ગાજ વરસાવવાની શરૂ કરાઇ છે.
ભરૂચ શહેર ટ્રાફિક સ્કોડ દ્વારા ભરૂચ શહેરની પ્રજાને અનુરોધ કરવામાં આવ્યો છે કે , શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ગેરકાયદેસર પાર્ક કરાયેલ વાહનો જેવા કે ટુ વ્હીલર , થ્રી - વ્હીલર , કાર તથા ભારે વાહનો માટે પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના જરૂરી માર્ગદર્શન મુજબ શહેર ટ્રાફિક સ્કોડ દ્વારા વાહનો ટોઇંગની કામગીરી 9 માર્ચથી શરૂ કરાઇ છે. પ્રજાએ પોતાના વાહનો વાહનો ટ્રાફિકને અડચણરૂપ પાર્ક ન કરવા તેમજ “ નો " પાર્કિંગમાં વાહનો પાર્ક ન કરવા ભરૂચ શહેર ટ્રાફિક સ્કોડ તરફથી અપીલ કરવામાં આવી છે.
ભરૂચ શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ગેરકાયદેસર પાર્ક કરાયેલ વાહનો મળતા દંડનીય કાર્યવાહી કરવમાં આવશે. બાઇક-મોપેડ માટે ટોઇંગ ચાર્જ ₹95 સાથે દંડ ₹500 મળી કુલ ₹595 વસુલવામાં આવશે. થ્રિ વ્હીલર માટે ટોઇંગના ₹145+500 દંડ ચૂકવવાનો રહેશે. કાર જો ટ્રાફિકને અડચણ રૂપ કે નો પાર્કિંગમાં હશે તો ટોઇંગના ₹195+500 દંડ મળી કુલ ₹695 આપવા પડશે. ભારે વાહનો ટોઇંગ ખર્ચ 250 અને દંડ મળી ₹750 નો ચાંલ્લો કરવો પડશે.
ટોઇંગ કરેલ વાહન ના માલિકો પોતાનું વાહન સ્થળ ઉપર દંડ ભરપાઇ કરી છોડાવી શકશે. જે તે વાહન માલિક હાજર નહીં હોય , તો તે ટોઇંગ કરેલા વાહનો પોલીસ હેડ કવાટર્સ કાળી તલાવડી ભરૂચ ખાતે રાખવામાં આવનાર છે, ત્યાં હાજર ફરજ પરના ડે - ઓફિસર પાસે દંડનીય કાર્યવાહી પૂર્ણ કરી વાહન પરત મેળવવાનું રહેશે.