• અગાઉ પરિક્ષાઓના નામે ભરૂચ-નર્મદા જિલ્લા સહિત સાઉથ ગુજરાતની કોલેજોએ વિદ્યાર્થીઓ પાસેથી ફી ઓ વસૂલી લીધી
  • તમામ સમેસ્ટર, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, લો-કોલેજ, સ્નાતક-અનુસ્નાતક, BCA-MCA સહિતની પરીક્ષાઓ રદ થતા લાખો છાત્રોનું ભાવિ અઘ્ધર તાલ

WatchGujarat નાણાકીય વર્ષના અંત સાથે કોલેજોની પણ વાર્ષિક પરીક્ષાઓ એપ્રિલ-મે મહિનામાં શરૂ થતી હોય ત્યારે કોરોના સંક્રમણના શરૂ થયેલા બીજા વેવમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત સાઉથ ગુજરાત યુનિવર્સીટી દ્વારા હાલની સ્થિતિને ધ્યાને રાખી વર્તમાન તેમજ ભાવિ તમામ પરીક્ષા રદ કરી દેતા ભરૂચ-નર્મદા સહિત દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાના કોલેજીયનોના ભાવિ અંધકારમાં મુકાઈ ગયા છે.

કોવિડ 19 નો કહેર માર્ચ 2020 થી દેશમાં લોકડાઉન સાથે શરૂ થયો હતો. 3ક વર્ષમાં લોકડાઉન અને ત્યારબાદ ક્રમશ અનલોક દ્વારા આ મહામારી ને ડામવામાં દક્ષિણ ગુજરાતમાં પણ મહદ અંશે સફળતા મળી હતી.

જોકે દિવાળી અને બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોરોના વધુ વકરતા બીજી લહેર વધુ ઘાતક સાબિત થઈ રહી છે. હાલના સંજોગોમાં ગત વર્ષ કરતા પણ વિપરીત સ્થિતિ સર્જાઈ રહી હોય જેને ધ્યાને લઇ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટી દ્વારા વર્તમાનમાં લેવાની તેમજ ભવિષ્યમાં યોજાનારી તમામ વાર્ષિક અને સેમેસ્ટર પરીક્ષાઓ મોકૂફ કરી દેવામાં આવી છે.

બીજી તરફ VNSGU સંલગ્ન ભરૂચ-નર્મદા જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં આવેલી કોમર્સ, સાયન્સ, લો, BCA, MCA, હોમ સાયન્સ, B.A., MED, PGDCA સહિત ના અભ્યાસક્રમો ચલાવતી કોલેજોએ લાખો કોલેજીયનો પાસેથી સેમેસ્ટર, વાર્ષિક પરીક્ષા સહિતના નામે ફી ઓ ઉઘરાવી લીધી હતી.

હવે કોવિડ-19 ના બીજા વેવ ને આગળ ધરી VNSGU એ તેની સંલગ્ન તમામ કોલેજોમાં તમામ પરીક્ષાઓ રદ કરતો પરિપત્ર મંગળવાર થી જાહેર કરી દીધો છે. પરીક્ષા માં ફી ભર્યા વિના બેસવા નહિ દેવામાં આવે ની કોલેજોની ચીમકી વચ્ચે ફી નું ઊઘરાનું કરી લીધા બાદ હાલની કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ તમામ પરિક્ષાઓનો યુનિવર્સીટીએ છેદ ઉડાડતા લાખો કોલેજીયનોના ભાવિ અંધકારમાં મુકાઈ ગયા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud