• ટ્વીન સિટી વચ્ચે દર 15 મિનિટે બસ અને 4 પીકઅપ સ્ટેન્ડ
  • GSRTC ને રોજના ₹1.90 લાખના ટોલ અને ₹2 લાખના ડીઝલની બચત
  • NH 48 ઉપરથી ફોર વ્હિલર ગાયબ થયા બાદ હવે 1024 ST બસોનો પણ યુ ટર્ન
  • ભરૂચ જિલ્લા એસ.ટી. વિભાગે પણ નવા બ્રિજ પરથી બસો પસાર કરવા માટે મંજૂરી માંગી, ટૂંકમાં સત્તાવાર ST બસો શરૂ કરાશે
  • ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ BAUDA ની 2012 માં સ્થાપના સાથે જ બન્ને શહેરોને ટ્વિન સિટી તરીકે વિકસાવવાનો પાયો નંખાઈ ગયો હતો
WatchGujarat. ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ BAUDA ની 2012 માં સ્થાપના સાથે જ બન્ને શહેરોને ટ્વિન સિટી તરીકે વિકસાવવાનો પાયો નંખાઈ ગયો હતો, જે સ્વપ્ન હવે નર્મદા મૈયા બ્રિજથી સાકાર થયું છે. નર્મદા નદી ઉપર ફોરલેન બનેલા નવા બ્રિજે બન્ને શહેરો વચ્ચેનું અંતર, સમય ઘટાડવા સાથે ટ્વિન સિટીની તર્જ ઉપર સિટી બસ સેવા ગુરૂવારથી જ્યારે GSRTC ની ST બસો તો દોડતી પણ થઈ ગઈ છે.
ગોલ્ડનબ્રિજને સમાંતર નવા નર્મદા મૈયા બ્રિજના નિર્માણથી ભરૂચ અને અંકલેશ્વર ટ્વીન સિટી જોડિયા શહેરોનું સ્વપ્ન 9 વર્ષે સાકાર થઈ રહ્યું છે. વર્ષ 2012માં ભરૂચ-અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી BAUDA ની રચના સાથે જ બન્ને શહેરને ટ્વીન સિટીની તર્જ ઉપર વિકસાવવાનો પાયો નંખાઈ ગયો હતો. જેને સાકાર કરવા તરફ નવનિર્મિત નર્મદા મૈયા બ્રિજે સેતુની ભૂમિકા ભજવવાની હવે શરૂ કરી દીધી છે. બૌડામાં ભરૂચ અને અંકલેશ્વર સાથે બન્ને શહેરના 87 ગામોનો સમાવેશ કરી લેવામાં આવ્યો હતો.
નર્મદા મૈયા બ્રિજ પરથી શુક્રવારે પ્રથમ વખત GSRTC ની બસો પસાર થઇ હતી. હવે ગુરૂવારથી ભરૂચ-અંકલેશ્વર વચ્ચે સિટી બસ સેવાનો પણ પ્રારંભ થશે. નર્મદા મૈયા બ્રિજ પર હાઇવેના ફોર વ્હીલ વાહનો બાદ સરકારી બસો ST ડાઈવર્ટ થઈ છે. નર્મદા મૈયા બ્રિજ હવે ભરૂચ અંકલેશ્વર શહેરને ટ્વિનસિટીમાં પરિવર્તિત કરવા માટે મહત્વનો બની રહ્યો છે.   સડસડાટ દોડતા વાહનો પળવારમાં તો અંકલેશ્વરને આંબી જાય છે. હાલ સુરત ડેપોથી ST બસ સંચાલન શરુ કરાયું છે. ભરૂચ જિલ્લા એસ.ટી વિભાગ દ્વારા પણ મંજૂરી માંગી ટૂંકમાં શરૂ કરાશે. ભરૂચ-અંકલેશ્વર રાજ્ય અને રાજ્ય બહાર જોડતી 1040 બસોની ક્નેટિવિટી ધરાવે છે. જે જોતા NH 48 ઉપરથી ST બસો પણ યુ ટર્ન લેતા ₹ 85 ટોલ ટેક્સ લેખે રોજની GSRTC ને ટોલમાં ₹ 1.90 લાખથી વધુની બચત થશે.
સાથે જ હાઇવે કેબલ બ્રિજના સ્થાને નર્મદા મૈયા બ્રિજ પરથી ST બસો પસાર થતા ઝડપી, સમયસર મુસાફરી સાથે ₹ 2.07 લાખના ડીઝલની બચત પણ થશે. અંકલેશ્વર-ભરૂચને ટવિન્સ સીટી તરીકે દર્શાવી સીટી બસ સેવા શરૂ કરશે જે આર્શિવાદ રૂપ બનશે. તેવો ઔદ્યોગિક અગ્રણીઓ સૂર વ્યક્ત કર્યો છે. આ વચ્ચે એક્ષ્પર્ટ મુજબ માત્ર સરકારી બસને મંજૂરી મળે તો વાંધો નહિ પરંતુ જો ખાનગી બસોને મંજૂરી મળશે તો હાઇવેનો ટ્રાફિક ડાયવર્ટ થઈ શકે છે.
સરકારી સિવાય ખાનગી બસોને મંજૂરી નહિ આપવાનો સુર હાલ ઉઠી રહ્યો છે. નર્મદા મૈયા બ્રિજ ઉપરથી ટૂ, થ્રિ અને ફોર વ્હિલર વાહનો બાદ સિટી અને GSRTC ની બસો દોડતા શહેર ઉપર હાઇવેના ટ્રાફિકનું ભારણ આવી ચઢશે.
ટ્વીન સિટીની કનેક્ટિવિટી માટે દર 15 મિનિટે બસો દોડાવવાનું આયોજન ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે ટ્રાફિકને લઈ હાથ ધરવામાં આવનાર છે. જે માટે નર્મદા ચોકડીથી ભોલાવ એસટી. ડિવિઝન, અંકલેશ્વરના ગડખોલ, પ્રતિન ચોકડી, રેલવે સ્ટેશન અને અંકલેશ્વર ST ડેપો વચ્ચે 4 પીકઅપ સ્ટેન્ડ બનાવવામાં આવશે.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud