• અજોમ સમશુ શેખ જે અન્સારૂલ્લા બાંગ્લા ટીમ (ABT ) આંતકવાદી સંગઠનના સભ્ય હોવાનો તપાસમાં ઘટસ્ફોટ
  • બ્લેક મેઇલિંગ, હ્યુમન ટ્રાફિકિંગમાં બાંગ્લાદેશી અકબરની 3 બાંગ્લા દેશીઓ અને રીક્ષા ચાલક દ્વારા ઘાતકી હત્યામાં આતંકવાદી કનેક્શનથી ખળભળાટ
  • અજોમ શેખે બાંગ્લાદેશમાં એક હિન્દૂ સહિત 4 લોકોની હત્યા કરી પોતાના ઘરના કમ્પાઉન્ડમાં જ ખાડો ખોદી લાશ દાટી દીધી હતી.
  • ગુજરાતમાં તેની ફકીરની અટક બદલી શેખ કરી આશરો લીધો હતો
  • વર્ષ 2018 માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બોગસ દસ્તાવેજો બનાવવાના ગુનામાં ધરપકડ કરી હતી
  • ABT એ બાંગ્લાદેશમાં અલ કાયદા પ્રેરીત ઈસ્લામીક ઉગ્રવાદી જુથ
અજોમ સમશુ શેખ જે અન્સારૂલ્લા બાંગ્લા ટીમ (ABT ) આંતકવાદી સંગઠનના સભ્ય હોવાનો તપાસમાં ઘટસ્ફોટ
અજોમ સમશુ શેખ જે અન્સારૂલ્લા બાંગ્લા ટીમ (ABT ) આંતકવાદી સંગઠનના સભ્ય હોવાનો તપાસમાં ઘટસ્ફોટ

Watchgujarat. અંકલેશ્વરમાં 4 ટ્રાવેલ સૂટકેસમાંથી બાંગ્લાદેશીની હત્યા કરી અંગો કાપી લાશનો નિકાલ કરવાના ચકચારી સ્યુટકેસ મર્ડર મિસ્ટ્રી કેસમાં હવે બાંગ્લાદેશી આતંકી સંગઠનના તાર જોડાયેલા હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે.

અંકલેશ્વરમાં અવેધ રીતે રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને બ્લેકમેઇલિંગ કરતા બાંગ્લાદેશી અકબરની હત્યા કરી લાશને ફુરતા પુર્વક હાથ , પગ , ધડ , માથુ , કોઈ તિક્ષ્ણ હથીયાર વડે કાપી પોલીથીનની બેગમાં તેને 4 ટ્રાવેલ બેગમાં મૂકી રિક્ષા મારફતે આરોપીઓ દ્રારા નિકાલ કરાયો હતો. ભરૂચ LCB એ આ ચકચારી સ્યુટકેસ મર્ડર મિસ્ટ્રીમાં 3 બાંગ્લાદેશી અને રીક્ષા ચાલક મળી 4 આરોપીઓની ધરપકડ કરી હતી. ગેરકાયદે દેશમાં છેલ્લા દશેક વર્ષથી વસતા બાંગ્લાદેશી હત્યારાઓ આરોપીઓ હોવાથી ઉંડાણ પૂર્વક પુછપરછ હાથ ધરાઈ હતી.

બાંગ્લાદેશી હત્યારાઓનો ગુનાહિત ઈતીહાસ તથા દસ્તાવેજો બાબતે ઉંડાણ પૂર્વક તપાસમાં અજોમ સમશુ શેખ ઉ.વ. 55 રહે. હાલ લાલબજાર કોઠી વડાપડા રોડ અલ્લારખાના મકાનમાં ભરૂચ તથા ગોયા બજાર અંકલેશ્વર, મુળ રહે , કમરકુલા થાના ડાકોમ , જી.ખુલના બાંગ્લાદેશીની વધુ પુછપરછ દરમ્યાન જાણવા મળેલ કે આ કામનો આરોપી અન્સારૂલ્લા બાંગ્લા ટીમ ( એ.બી.ટી. ) જેને અન્સાર બંગ્લા પણ કહેવામાં આવે છે. તેનો સભ્ય છે. ABT બાંગ્લાદેશમાં ઈસ્લામિક ઉગ્રવાદ સંગઠન છે. વર્ષ 2013 થી 2015 સુધી નાસ્તિક બ્લોગર્સ ઉપર કેટલાક દુર હુમલાઓ અને હત્યા સહિતના ગુનાઓમાં અને એપ્રિલ 2015 માં બેન્કો લુંટવામાં સંકળાયેલ હતી.

સ્યુટકેસ મર્ડર મિસ્ટ્રીમાં ભરૂચ LCB એ મહિલા સહિત ચારની ધરપકડ કરી હતી.
સ્યુટકેસ મર્ડર મિસ્ટ્રીમાં ભરૂચ LCB એ મહિલા સહિત ચારની ધરપકડ કરી હતી.

25 મે 2015 ના રોજ બાંગ્લાદેશ ગૃહ મંત્રાલય દ્વારા બેન્ક લુંટના થોડા દિવસ પછી ગેંગને ગેરકાયદેસર ઠેરવવામાં આવી હતી. બાંગ્લાદેશની વિદ્યાર્થી પાંખ ઈસ્લામી છાત્ર શિબીર સાથે આ સંસ્થા જોડાયેલ છે અને ABT એ બાંગ્લાદેશમાં અલ કાયદા પ્રેરીત ઈસ્લામીક ઉગ્રવાદી જુથ છે અને આ અજોમ શેખ તેના સભ્ય એટલે કે બાંગ્લા આતંકવાદી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

વર્ષ 2016 અને 17 માં આ આતંકવાદી અજોમ સમશુ શેખ ગુજરાત માંથી બાંગ્લાદેશમાં ગયો હતો. ત્યારે બાંગ્લાદેશના કમરકુલાના વતની બોલાઈ નામના હિન્દુ યુવકનું ખુન કરી પોતાના ઘરના કંપાઉન્ડમાં ખાડો કરી તેની લાશ દાટી દીધી હતી. કમરકુલાના વતની મુસ્તુફા ગાજી નામના વ્યક્તિનું ખુન કરી પોતાના ઘરના કંપાઉન્ડમાં ખાડો કરી લાશ દાટી દિધેલ હોવાનું તેમજ કમરકુલાના વતની અને પોતાના જમાઈ રહીમ અબ્દુલ ગાજી નામના વ્યક્તિનુ ખુન કરી પોતાના ઘરના કંપાઉન્ડમાં ખાડો કરી લાશને દાટી દિધેલ હોવાનું તેમજ બાંગ્લાદેશના ડુમરીયા ગામના વતની ઈમરાન અશદ નામના વ્યક્તિનું ખુન કરી તેની લાશ પોતાના ઘરના કંપાઉન્ડમાં ખાડો ખોદી દાટી દિધેલ હતી જેમાં બે લાશો બાંગ્લાદેશ પોલીસે શોધી કાઢેલ હતી.

જ્યારે 2 લાશો હજુ પણ જમીનમાં દટાયેલ છે. જે ચારેય ખુનના ગુનામાં વોન્ટેડ છે.  વર્ષ 2018 માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્રારા બોગસ દસ્તાવેજો બનાવવાના ગુનામાં અટક કરવામાં આવેલ હોવાનું તપાસ દરમ્યાન બહાર આવ્યું છે.

લાશના ટુકડા કરી તેને સગેવગે કરવા આ રિક્ષાનો ઉપયોગ કરાતો
લાશના ટુકડા કરી તેને સગેવગે કરવા આ રિક્ષાનો ઉપયોગ કરાતો

બાંગ્લાદેશમાં અજોમ ફકીર તરીકે હોય ગુજરાતમાં શેખ બની આશરો લીધો

બાંગ્લાદેશી અજોમ સમશુ શેખ બાંગ્લાદેશમાં ( ફકીર ) તરીકે હોવા છતા પોતાની ઓળખ છુપાવવા સારૂ ગુજરાતમાં આવી શેખ નામની અટક ધારણ કરી હતી.બાંગ્લાદેશમાં આંતકવાદી પ્રવૃતિ ચલાવતી અન્સાર બાંગ્લા ટીમ ( એ.બી.ટી. ) નામના આંતકવાદી સંગઠન સાથે સંકળાયેલ છે.

બાંગ્લા આતંકીની ગુજરાતમાં પ્રવૃતિઓ અને અન્ય સાગરીતોની તપાસ

બાંગ્લાદેશી એન્જોમે આંતકવાદી પ્રવૃતિ ગુજરાતમાં કરી છે કે કેમ ? તેમજ બાંગ્લાદેશમાં અન્સારૂલ્લા બાંગ્લા ટીમ ( એ.બી.ટી. ) ના અન્ય કોઈ આંતકવાદીઓ ગુજરાતમાં આવેલ છે કે કેમ ? જે બાબતે આગળની વધુ તપાસ ભરૂચ LCB ચલાવી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud