• દેરોલ થી વાગરા જવાના માર્ગ ઉપર ખાડી નજીક પેટ અને ગળાના ભાગે છરી મારેલી હાલતમાં મૃતદેહ મળ્યો, પ્રેમ પ્રકરણની આશંકા
  • યુવાનના 2 મોબાઈલ પણ ગાયબ હોય પોલીસ તેના આધારે હત્યાનો ભેદ ઉકેલવાનો પ્રયત્ન કરી રહી છે
  • વાગરાના 2 યુવાનોની અલગ અલગ ઘટનામાં અઢી કલાકમાં જ હત્યાની ઘટનાઓ

Watchgujarat. વાગરાના યુવાનની અંકલેશ્વર સનફાર્મા કંપનીમાંથી નોકરીએથી પરત ફરતા વેળા દેરોલથી વાગરા જવાના માર્ગ ઉપર ખાડી નજીકથી હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. વાગરાના એક યુવાનની ફાયરિંગ કરી જ્યારે બીજા યુવાનની તીક્ષ્ણ હથિયારથી અઢી કલાકના ગાળામાં જ હત્યા કરવામાં આવી હોવાની 2 ઘટનાથી પંથકમાં સનસની મચી ગઇ છે.

વાગરા ખાતે રહેતો સતીષ ઉર્ફે સંદીપ નરેન્દ્રભાઈ વાળંદ અંકલેશ્વરની સનફાર્મા કંપનીમાં ફરજ બજાવતો હતો. ગુરૂવારે તે નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યો હતો. જે દરમિયાન દેરોલથી વાગરા જવાના માર્ગે અજાણ્યા શખ્સોએ તેને આંતરી હુમલો કર્યો હતો.

ખાડી નજીક સિકોતર મંદિર પાછળ ખુલ્લી ઝાડીમાંથી સતીષનો મૃતદેહ મળી આવ્યો હતો. તાલુકા પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

યુવાનના મૃતદેહ ઉપર પેટ અને ગળાના ભાગે છરી જેવા તીક્ષ્ણ હથિયારના નિશાન મળી આવતા તેની હત્યા કરાઈ હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી હતી. યુવાનના પિતા નરેન્દ્રભાઈએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જોકે યુવાનની હત્યા પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું હાલ પ્રાથમિક તબક્કે ચર્ચાઈ રહ્યું છે. પોલીસની તપાસ બાદ જ સાચું કારણ બહાર આવી શકે તેમ છે. જોકે ઘટના સ્થળેથી સતીષ ઉર્ફે સંદીપના 2 મોબાઈલ પણ ગાયબ હોય તેના આધારે પોલીસ હત્યારાઓ સુધી પહોંચી ભેદ ઉકેલવા કમર કસી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud