પોતાના 2 સાગરીતોને દોઢ મહિના પહેલા બિહારથી બોલાવી, વાગરામાં ભાડે રૂમમાં રાખ્યા
લૂંટની ઘટનાને અંજામ આપવા બે મહિના પહેલા જ સાગરીતોને બિહારથી બોલાવી લીધા હતા
ભરૂચ ભોલાવ ડેપો પાસેથી ₹1 લાખની બાઇક ચોરી, નકલી પિસ્તોલ અને ચાકુના સહારે જવેલર્સને ત્યાં લૂંટ કરવા ગયા
બે જાગૃત નાગરિકના આધારે લૂંટ નિષફળ ગઈ અને પોલીસે પોણા બે કલાકમાં ત્રણેય લૂંટારુંને ઝડપી પાડ્યા
લૂંટનો માસ્ટર માઈન્ડ અમનકુમાર રાજપૂત 2015થી ભરૂચ જિલ્લાની કંપનીઓમાં મેનેજર કક્ષાએ ફરજ બજાવતો હતો
[caption id="attachment_1473481" align="aligncenter" width="1280"] (લૂંટનો માસ્ટર માઈન્ડ અમનકુમાર રાજપૂત)[/caption]
WatchGujarat. કોરોના કાળમાં ગરીબ અને મધ્યમ વર્ગ તેની પરિવારની રોજિંદી જરૂરિયાત સંતોષવા જ્યાં મહેનત કરી આકાશ પાતાળ એક કરી રહ્યો છે. ત્યારે ₹ 1 લાખનો પગારદાર મેનેજર ભરૂચની નામાંકિત કંપનીની નોકરી છોડી વિદેશ જવાની ધેલછાએ જવેલર્સની દુકાનમાં લૂંટનો પ્લાન ઘડતો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
ઘટનાની હકીકત એવી છે કે, ગુરુવારે ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ ઉપર આવેલા શ્રીનિકેતન કોમ્પ્લેક્ષમાં સુંદરમ જવેલર્સની દુકાન આવેલી છે. જ્યાંથી સમયાંતરે મૂળ બિહારનો અને વર્ષ 2015 થી ભરૂચ જિલ્લામાં રહેતો તેમજ અલગ અલગ કંપનીમાં મેનેજર પડે ફરજ બજાવતો 31 વર્ષનો અમનકુમારસિંગ કૌશલ કિશોર સીંગ રાજપૂત સોના ચાંદીના દાગીનાની ખરીદી કરતો હતો.
વિદેશમાં કોઈ કંપનીમાં તેની નોકરી નક્કી થઈ જતા તેને દહેજની બિરલા ગ્રાસીમ કંપનીમાંથી વર્ષ 2021 માં મેનેજર પદેથી રાજીનામુ આપી દીધું હતું. રૂપિયા 90 હજાર થી 1 લાખની નોકરી આ યુવાને છોડી દીધી હતી. તે કંપનીમાં નોટિસ પિરિયડ ઉપર હતો અને વિદેશ જવા પ્રયત્નો કરી રહ્યો હતો.
જોકે લોકડાઉનના લીધે મેનેજર તરીકે ફરજ બજાવતો અને ભરૂચમાં હાલ અભ્યોદય હાઇટ્સમાં રહેતો અમનકુમાર કોરોનાને કારણે વિદેશ જઈ શક્યો ન હતો. તે આર્થિક ભીંસમાં આવી જવા સાથે વિદેશ જવા માટે મૂડી ભેગી કરવા માટે ઝાડેશ્વરમાં વાર તહેવારે સોનુ ખરીદવા સુંદરમ જવેલર્સમાં જતો હોય લૂંટનો પ્લાન ઘડી કાઢ્યો હતો.
લૂંટની ઘટનાને અંજામ આપવા બિહારથી બે સાગરીતો 21 વર્ષીય ચંદનકુમાર સુભાષ કુશવાહ અને મુકેશ કુમાર સોનીને બોલાવી વાગરાના વડદલા ગામે રૂમ ભાડે અપાવી હતી. લૂંટ માટે ભરૂચના ભોલાવ સ્થિત એસ.ટી. ડેપો પાસેથી ₹ 1 લાખની અપાચી બાઇક ચોરી કરી હતી. જે બાદ ચાઈનીઝ બનાવટની નકલી પિસ્તોલ, ચપ્પુના જોરે ગુરુવારે લૂંટ કરવા ત્રણેય ઝાડેશ્વર સુંદરમ જવેલર્સને ત્યાં ગયા હતા. જોકે હાજર કર્મચારીની સમયસૂચકતા અને બહાદુરીના કારણે લૂંટનો ખેલ ઊંધો પડ્યો હતો. ત્રણેયને ભાગવાનો વારો આવ્યો હતો.
ઘટનામાં બે જાગૃત લોકોની સતર્કતા અને સી ડિવિઝન પોલીસ, ડી સ્ટાફ સહિતની સમયસૂચકતાથી એક આરોપી સ્થળ નજીકથી જ્યારે એક અંકલેશ્વર રેલવે સ્ટેશન અને ત્રીજો ભરૂચની શ્રવણ ચોકડીથી માત્ર પોણા બે કલાકમાં ઝડપાઇ ગયો હતો.
ભરૂચ જિલ્લા પોલીસની આ કામગીરીની ગુહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ સરાહના કરી છે. આ અંગે ભરૂચ જિલ્લા ASP વિકાસ સુંડાએ પત્રકાર પરિષદ યોજી સી ડિવિઝન સહિત જિલ્લા પોલીસ અને 2 જાગૃત લોકોની કામગીરીને બિરદાવી છે. જેમાં બન્ને જાગૃત નાગરિકનું સન્માન કરવાનું ભરૂચ જિલ્લા પોલીસ વડા SP રાજેન્દ્રસિંહ ચુડાસમા એ જાહેરાત કરી છે. ત્રણેય આરોપીઓની ધરપકડ સાથે તેમની પાસેથી 3 મોબાઈલ, ચોરીની બાઇક, ચપ્પુ અને ચાઈનીઝ પિસ્તોલ કબ્જે કરાઈ છે.
શું હતી સમગ્ર ઘટના, વિગતવાર વાંચો...
ઝાડેશ્વર રોડ ઉપર આવેલા શ્રી નિકેતન પ્લાઝા શોપિંગ સેન્ટરમાં સુંદરમ જવેલર્સ આવેલી છે. જ્યાં સવારે 9.30 કલાકમાં 3 લૂંટારુઓ ગ્રાહકના સ્વાંગમાં આવ્યા હતા.
દુકાન ખોલી 65 વર્ષીય ગૌરીશંકર કનૈયાલાલ સોની શાંતિથી ખુરશી ઉપર પગ ઉપર પગ ચઢાવી આરામથી બેઠા હતા. તે બાદ એક હાથમાં થેલી મોઢા ઉપર માસ્ક, જેકેટ, સ્વેટર, ટોપી પહેરીને 3 લૂંટારું દુકાનમાં પ્રવેશ કરતા જવેલર્સ ખુરશી ઉપરથી ઉભો થયો હતો.
ટેબલ ઉપર મુકેલો પોતાનો મોબાઈલ પકડી ચેક કરવા જતાં તરત જ એક લૂંટારુંએ પાછળથી ઉભા થઇ જવેલર્સનું મોઢું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ત્રીજા લૂંટારુએ હાથમાં પિસ્તોલ જેવું હથિયાર બહાર કાઢ્યું હતું.
ગૌરીશંકર કનૈયાલાલ સોનીનું મોઢું દબાવી તેને ટેબલ ઉપર સુવાડી દેવાના પ્રયાસમાં જવેલર્સે પ્રતિકાર કરી બુમરાણ મચાવતા ત્રણેય લૂંટારું પકડાઈ જવાના ભયથી શો રૂમમાંથી બહાર ભાગવા ગયા હતા. જેની પાછળ જવેલર્સ પણ દોડીયો હતો.
ઝાડેશ્વર રોડ ઉપર બહાર શોપિંગ સેન્ટરમાં જવેલર્સની બુમરાણ અને 3 આરોપીની નાસભાગ વચ્ચે જોતજોતામાં ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા.
સ્થળ ઉપર તત્કાલિક પોલીસે આવી જઇ આ ત્રણ લૂંટારું સાથે જેકેટમાં રહેલા શંકાસ્પદ ચોથા લૂંટારુંને પોલીસે તુલસીધામ નજીક ભીડમાંથી ઝડપી લઈ તેની પૂછપરછ હાથ ધરી છે. જોકે લૂંટના આ પ્રયાસની તમામ ગતિવિધિઓ CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ભરૂચ પોલીસે લૂંટારુઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
ગત ફેબ્રુઆરીમાં જ ઇન્કમટેક્ષ ઓફિસર બની સૂટબુટમાં આવેલો ઠગ ₹2 લાખના દાગીના ઉડાવ્યા હતા
ગત ફેબ્રુઆરી 2021 માં જ આજ સુંદરમ જવેલર્સમાં એક કારમાં ફિલ્મી સ્ટાઇલમાં સૂટ બુટમાં આવેલા યુવાને InCome-Tax ડિપાર્ટમેન્ટમાંથી આવતો હોવાનું જવેલર્સ માલિકને જણાવ્યું હતું. જબેલર્સને ઈમ્પ્રેસ કરી સોનાના આભૂષણો ખરીદી NEFT ના નામે ₹2 લાખનો ચુનો ચોપડ્યો હોવાનો કિસ્સો બન્યો હતો.
Special 26 નો ફિલ્મી કિસ્સો રીયલમાં બન્યો હતો. લાયસન્સ અને સોનીનું પ્રુફ માંગી, આભૂષણો ખરીદ્યા બાદ NEFT ના નામે ચુનો ચોપડ્યો હતો. 10 મિનિટમાં જ સોનાની ચેઇન અને 2 કપલ રિંગ ખરીદ્યા બાદ ₹2 લાખ NEFT થી પેમેન્ટનો સ્ક્રીનશોટ મોકલ્યો હતો. તે સમયે પણ ઠગાઈની તમામ ગતિવિધિઓ જવેલર્સના શોરૂમમાં CCTV કેદ થઈ હતી.