• ભરૂચ રેલવે ડીસ્પેનશરી ખાતે જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા વિશ્વ ટીબી દિવસ ઉજવાયો, જિલ્લામાં 2373 દર્દીઓ
  • માસ્ક અને સેલ્ફી ફ્રેમની ઝુંબેશ સાથે કોરોનાના 1 વર્ષ બાદ ફરી ઉથલા વચ્ચે ક્ષય રોગને માત આપવા અભિયાન

WatchGujarat ભરૂચ જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ટીબી હારેગા, દેશ જીતેગાના લક્ષ્ય સાથે માસ્ક કેમ્પઈન સાથે રેલવે ચિકિત્સા કેન્દ્ર ખાતે વિશ્વ ટીબી દિવસ ની દરેકને માસ્ક વિતરણ તેમજ સેલ્ફી ફ્રેમ લઇ, ટીબીને વિશ્વમાંથી નાબૂદ કરવાના પ્રણ લીધા હતા.

ભરૂચ જિલ્લામાંથી ટીબીને સંપૂર્ણ પણે નાબૂદ કરવા માટે જિલ્લા ક્ષય અધિકારી ડૉ.મુનિરા શુક્લાએ જિલ્લાની જનતાને પણ ટીબી અંગે જાગૃત થવા અને તેમને સહયોગ આપી અને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.

જિલ્લા કલેકટર ડૉ.એમ.ડી.મોઢિયા તેમજ જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયનએ પણ માસ્ક પહેરી તેમજ સેલ્ફી લઈ અને ટીબી નાબૂદી ના અભિયાનમાં જોડાવા જાહેર જનતાને પણ અપીલ કરી હતી. સાથે જ વડોદરા રેલવે વિભાગના ADRM એ.કે.સિંગ અને રેલવેના ડીસીએમસી પુરષોત્તમ કુમારે પણ માસ્ક પહેરી અને સેલ્ફી અભિયાનમાં જોડાવા તમામ રેલ યાત્રીઓને અપીલ કરી હતી.

ભરૂચ જિલ્લામાં કુલ 9151 દર્દીઓ નોંધાયા હતા. જે સારવાર હેઠળ હતા. જે પેકી છેલ્લા 1 વર્ષમાં 6778 દર્દીઓ સાજા થયા છે જ્યારે હાલ 2373 સારવાર હેઠળ છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud