• મહિલા સશક્તિકરણ અને અંગદાન જાગૃતિ માટે મહિલાઓની કાર રેલી
  • દક્ષિણ ગુજરાતમાંથી સેલવાસ, વાપી, સુરત, વડોદરા, આણંદની મહિલાઓ જોડાઈ
  • રાજકોટથી ભાવનગર, સુરેન્દ્રનગરનો રેલીનો બીજો રૂટ નિયત કરાયો
  • સુંદર ડ્રેસ, કાર ડેકોરેશન અને વીડિયો પોસ્ટ માટે અમદાવાદમાં આયોજિત સાંસ્કૃતિક કાર્યકમમાં અપાશે ઇનામ
  • ભરૂચ રોટરી કલબ નર્મદા નગરી દ્વારા આયોજન, જિલ્લા પોલીસવડાએ ભરૂચથી રેલીને કરાવ્યું પ્રસ્થાન

WatchGujarat.  ભરૂચ નર્મદા નગરી રોટરી કલબ દ્વારા મહિલા સશક્તિકરણ અને અંગદાન અંગે જાગૃતિ લાવવા ભરૂચથી અમદાવાદ મહિલા કાર રેલીનું આયોજન કરાયું હતું. જેમાં સેલવાસ, વાપી, સુરત, વડોદરા,આણંદથી 28 શણગારેલી થાર સહિતની કારમાં ઠાઠમાઠ સાથે મહિલાઓ જોડાઈ હતી. વુમન એમ્પાવર અને ઓર્ગન ડોનેશન અંગે અવેરનેસ લાવવા ભરૂચના અતિથિ રિસોર્ટથી શનિવારે વુમન કાર રેલી આયોજિત કરાઈ હતી.

નર્મદા નગરી રોટરી કલબ આયોજિત આ મહિલા કાર રેલીને લીલીઝંડી આપી ભરૂચ DSP રાજેન્દ્રસિંહ ચુડાસમા અને રોટરી કલબના PGD પરાગ શેઠે પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં દક્ષિણ ગુજરાતના રૂટ પર સેલવાસ,વાપી, સુરત, વડોદરા, આણંદની કલબની મહિલાઓ કાર લઈ જોડાઈ હતી. જ્યારે બીજા રૂટ ઉપર રાજકોટથી કાર રેલી નિકળી હતી. જેમાં સુરેન્દ્રનગર, ભાવનગરથી મહિલાઓ જોડાઈ અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમ સ્થળે પોહચે.

કાર રેલીમાં 28 વિવિધ સ્લોગન સાથે શણગારેલી કારમાં મહિલાઓ જોડાઈ હતી. અમદાવાદ ખાતે સુંદર ડ્રેસ, કાર ડેકોરેશન અને સુંદર વિડીયો પોસ્ટ અંગે ઇનામ વિતરણ કરવામાં આવનાર છે. ભરૂચ ખાતેથી કાર રેલીને પ્રસ્થાન વેળા રોટરી કલબ નર્મદા નગરી ભરૂચના પ્રમુખ નિર્મલસિંહ યાદવ, પૂનમ શેઠ, ડો. વિક્રમ પ્રેમકુમાર સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહિલા કાર ચાલક સભ્યોનો ઉત્સાહ વધાર્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud