ઝઘડિયાની UPL-5 એ 4 પોસ્ટ માટે શુક્રવારે ભરૂચની લોર્ડ્સ રંગ ઇન હોટલમાં રાખ્યો હતો વોક ઇન ઇન્ટરવ્યૂ
WatchGujarat. ઔદ્યોગિક ગઢ ભરૂચમાં કોરોનાકાળમાં શુક્રવારે 4 જગ્યાઓ માટે વોક ઇન ઇન્ટવ્યુમાં બેરોજગાર ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો હતો. પોલીસે દોડી આવી ઉમેદવારોના હોટલ બહાર ઉમટી પડેલા ટોળાને વિખેરવાની નોબત ઉભી થઇ હતી.
ઝઘડિયાની UPL 5 કંપનીએ પ્લાન્ટ ઓપરેટર, મિકેનિકલ, યુટીલિટી ઓપરેટર્સ અને મિકેનિકલ એન્જીનિયર્સની 4 પોસ્ટ માટે શુક્રવારે સવારે 9 થી બપોરે 2 કલાક સુધી ઇન્ટરવ્યૂ રાખ્યા હતા. ભરૂચ શહેરની ABC ચોકડી નજીક સ્થિત લોર્ડ્સ રંગ ઇન હોટલમાં આયોજિત આ ઇન્ટરવ્યૂમાં વહેલી સવારથી જ જિલ્લા અને રાજ્યના બેરોજગાર યુવાનો રોજગારી મેળવવા તૂટી પડ્યા હતા.
[caption id="attachment_1395802" align="aligncenter" width="1600"] Bharuch unemployed candidates rush for interview[/caption]
હોટલ બહાર 500 થી 700 ઉમદેવારના ટોળા જામતા કોરોના મહામારીમાં જાહેરનામાના ભંગને લઈ સી ડિવિઝન પોલીસે એન્ટ્રી મારવી પડી હતી. રોજગારી માટે ઉમટી પડેલી યુવાનોની ભીડ ને વિખેરી પોલીસે ઇન્ટરવ્યૂ રાખનાર કંપની સત્તાધીશો અને હોટલ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
અગાઉ 5 જાન્યુઆરીએ આરતી ઇન્ડસ્ટ્રીઝમાં 10 જગ્યા માટે 500 થી વધુ બેરોજગારોનો બૉમ્બ ફૂટયો હતો, 5 અધિકારીની અટકાયત કરાઈ હતી
ભરૂચમાં કોરોના મહામારી વચ્ચે 5 જાન્યુઆરીએ ઝઘડિયાની જ આરતી ઇન્ડસ્ટ્રીઝ એ ABC સર્કલ નજીક આવેલી રીજન્ટા હોટલમાં 10 પોસ્ટ માટે રાખેલા વોક ઇન ઇન્ટરવ્યૂમાં 500 થી વધુ બેરોજગાર યુવાનો ઉમટી પડતા સોશ્યલ ડિસ્ટન્સ અને જાહેરનામના ધજાગરા ઉડ્યા હતા. નોકરી માટે બેરોજગાર યુવાનોના ટોળા ને લઈ ધમાચકડી મચતા પોલીસ દોડતી થવા સાથે કંપનીના 5 અધિકારીઓની જાહેરનામા ભંગ અને એપેડેમીક એક્ટ હેઠળ અટકાયત કરી સી ડિવિઝન પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.
ઔદ્યોગિક ગઢમાં બેરોજગારી, સરકારે પણ ચેતવાની જરૂર
અગાઉ ઝઘડિયાની જ આરતી કંપનીમાં 10 જગ્યાઓ માટે 500 થી વધુ સ્થાનિક બેરોજગાર યુવાનો ઉમટી પડવાની ઘટના અને આજે ઝઘડિયાની UPL માં 4 પોસ્ટ માટે 500 થી 700 બેરોજવારો તૂટી પડવાની ઘટના સરકાર અને તંત્ર માટે પણ લાલબત્તી સમાન છે. ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં બેરોજગરીનું ભયાવહ ચિત્ર આજના વોક ઇન ઇન્ટરવ્યૂ માં ઉમટેલા નોકરી વાંચુંકોના ટોળા ને લઈ છતું થઈ રહ્યું છે.