• રાજ્ય સરકારના ખેડૂત સમાન કાર્યક્રમ સામે જિલ્લા કોંગ્રેસનો ખેતી ઉપર રાસાયણિક હુમલા સામે અસરગ્રસ્તો અને ખેડૂતોને બચાવવા કાર્યક્રમ
  • સરકાર તપાસ કરાવી આર્થિક વળતર નહિ ચૂકવે તો આગામી દિવસોમાં જનઆંદોલન છેડવાની ચીમકી
  • ખેતી ઉપર પ્રદૂષણને લઈ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવશે

WatchGujarat. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રતિનિધિ મંડળે ગુરૂવારે વાગરા તાલુકાના ખોજબલ અને ભેસલી ગામના ખેડૂતો સાથે મુલાકાત કરી હતી. હાલમાં જે કપાસ તુવેર સહિતનો ખેતી પાકમા વાયુ પ્રદુષણના કારણે વિકૃતિઓ જોવા મળી છે. આ અંગે સ્થળ તપાસ કરી નિરીક્ષણ કર્યું હતું. અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોના સર્વે કરી સરકાર આર્થિક સહાય ચૂકવે એ બાબતની રજૂઆત પ્રબળ બનાવવામા આવશે. ઉપસ્થિત ખેડૂતોએ પણ આર્થિક સહાય સરકાર દ્વારા મળે તેમજ ભવિષ્યમા આવી પરિસ્થિતિ ને રોકવા સરકાર પગલા ભરે એવી લાગણી વ્યક્ત કરી હતી.

સમગ્ર ભરૂચ જિલ્લાના જંબુસર, આમોદ, વાગરા, ભરૂચ વડોદરા જિલ્લાના કરજણ અને શિનોર તાલુકાના અસંખ્ય ગામોની અંદર આ પ્રમાણે પાક નાશ પામવાની પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે. ત્યારે કોંગ્રેસના આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીની સરકાર પાંચ વર્ષની ઉજવણીમા વ્યસ્ત છે જ્યારે ખેડૂતો બેહાલ છે. સરકારે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલતા બતાવવાની જરૂર છે માત્ર જાહેરાતો અને ઉજવણી કરવાથી સરકાર સંવેદનશીલ સાબિત નથી થવાની એવો શૂર આમ કોંગ્રેસે વ્યક્ત કર્યો હતો. ત્યારે સંવેદનશીલ સરકાર હોવાનો દાવો પોકળ સાબિત થઈ રહ્યો છે.

ભરૂચ જિલ્લામાં રોજ મંત્રીઓ ઉજવણી માટે આવે છે અને આજનો દિવસ ખેડૂતોના સન્માનના દિવસ તરીકે સરકાર ઉજવી રહી છે પણ ખેડૂતોના લાખો હેકટરનો પાક નાશ પામ્યો છે. એ બાબતનો કોઈ ચર્ચા પણ થતી નથી, એ દુઃખદ છે અને સરકારના અસ્વેદનશીલતાના દર્શન કરાવે છે. ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર પણ રોજેરોજ મંત્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓની આગતાસ્વાગતમાં વ્યસ્ત રહે છે ત્યારે ખેડૂતો તેમની ઉપર ખૂબ આક્રોશમાં છે. આ અંગે કોઈ પગલા નહીં ભરાય તો સ્થાનિક ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો કલેકટર કચેરી ઉપર આંદોલન કરવાની ફરજ પડશે એવી લાગણી વ્યક્ત કરી હતી.

આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથની કોર્ટમાં દાખલ કરવાની કાર્યવાહી અંગે ખેડૂતોને માહિતગાર કરાયા હતા. આગામી દિવસોમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, સંદીપ માંગરોલા, હસુ પટેલ, સુલેમાન પટેલ, શેરખાન પઠાણ સહિત સ્થાનિક ખેડૂતોની સાથે ચર્ચા-વિચારણા કરી અસરગ્રસ્ત ગામડે ગામડે ફરીને જન આંદોલન ઉભું કરવાનો હુકાર કર્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud