• ઇકો કાર લઈ આવતી તસ્કર ટોળકી ફરી સક્રિય થઈ હોવાની બૂમ
  • આજ શોપિંગ સેન્ટરમાં અગાઉ 4 દુકાનના શટર તૂટ્યા હતા

WatchGujarat. વાલિયા તાલુકાના કોંઢ ગામના બસ સ્ટેશન નજીક આવેલી અંબિકા જ્વેલર્સને ઇકો ગાડી લઈને આવેલા 3 તસ્કરોએ નિશાન બનાવી 3 કિલો ચાંદી સહિત ₹ 2 લાખ ઉપરાંતની મત્તાનો હાથફેરો કરી ગયા હતા. સમગ્ર ચોરીની ઘટના CCTV માં કેદ થઈ જતા પોલીસે ફૂટેજ કબ્જે લઈ તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે.

વાલિયાના કોંઢ ગામના બસ સ્ટેશન નજીક આવેલા શોપિંગ સેન્ટરની અંબિકા જ્વેલર્સને વહેલી સવારે તસ્કરોએ નિશાન બનાવી 3 કિલો ચાંદી સહિત અંદાજિત ₹ 2 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ચોરીની ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

અંકલેશ્વરનાં કોસમડી ગામમાં રહેતા પ્રકાશ સોની વાલિયાનાં કોંઢ ગામના બસ સ્ટેશન નજીક અંબિકા જવેલર્સ નામની દુકાન ચલાવે છે. જેઓ મંગળવારે દુકાન બંધ કરી ઘરે ગયા હતા. બુધવારે વહેલી સવારે તસ્કરોએ જવેલર્સની દુકાનને નિશાન બનાવી હતી. દુકાનનું શટર ઊચું કરી અંદર પ્રવેશ કર્યો હતો. દુકાનમાં રહેલા 3 કિલો ચાંદી તેમજ દસ્તાવેજો મળી અંદાજિત 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટ્યા હતા.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

ચોરીની સમગ્ર ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કદ થઇ હતી. જેમાં ઈકો કાર લઈને આવેલા 3 તસ્કરો દુકાનનું શટર ઊંચકી ચોરી કરતાં નજરે પડી રહ્યાં છે. ચોરી અંગે જ્વેલર્સના માલિકે વાલિયા પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આગાઉ પણ આ શોપિંગમાં 4 જેટલી દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી. વધતી ચોરીની ઘટનાઓને પગલે પોલીસ પેટ્રોલીંગ વધુ સઘન બનાવવા માંગ ઉઠી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud