જિલ્લા ચૂંટણી તંત્રને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પાછળ ₹3.34 કરોડ જેટલો અંદાજીત ખર્ચ
મતદાન મથકોએ કોવિડને (નોટો) એક પણ મત ન મળે માટે તૈયારી
11.95 લાખ મતદારો 14.10 લાખ હેન્ડગ્લોઝ પહેરીને આપશે મત
1.78 લાખ માસ્ક, 17,518 ફેશશીલ્ડ, 18,982 રબર હેન્ડ ગ્લોવ્ઝ, 7,224 સેનેટાઇઝર, 1,866 લિકવીડ શોપ, 1,272 બાયો વેસ્ટ બેગ સાથે રવિવારે મતદાન
કોરોના સંક્રમિતો અને શંકાસ્પદ મતદારો માટે સાંજે 5 થી 6 દરમિયાન મતદાન, સ્ટાફને 3,023 પીપીઇ કીટ
WatchGujarat. કોરોનામાં સાવચેતી સાથે રવિવારે ભરૂચ જિલ્લાની 4 પાલિકા, 9 પંચાયત, 1 જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 1,363 મતદાન મથકોએ તૈયારી જિલ્લા ચૂંટણી તંત્રએ આદરી છે. કોરોના કાળમાં વોટિંગ પણ મોંઘું બનતા પ્રશાસનને 1 વોટ રૂ. 28 નો પડશે.
ભરૂચ જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત તેમજ 4 નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં કોરોના મહામારીના કારણે પહેલીવાર મતદારોએ પ્લાસ્ટિકના ગ્લોવ્ઝ પહેરી મતદાન કરવું પડશે. દરેક મતદાન મથકે સામાજિક અંતર જાળવવા કુંડાળા કરી દેવામાં આવ્યા છે.
થર્મલગનથી ટેમ્પરેચર સ્ક્રિનિંગ કરી મતદારની પ્રાથમિક ચકાસણી પહેલાં પોલીથીન હેન્ડગ્લોઝ આપવામાં આવશે. જે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 14.10 લાખ પ્લાસ્ટિકના ગ્લોવ્ઝ અને 1,656 થર્મલ ગનની મતદાન મથકોએ વ્યવસ્થા કરાઈ છે. આ કાર્યવાહીથી પસાર થયા બાદ મત કુટીરમાં મતદાન કરી શકાશે.
જિલ્લામાં કુલ 11.95 મતદારો માટે 14.10 લાખ પોલીથીન ગ્લોઝ ફાળવાયા છે. મતદાન મથકે આ ડિસ્પોઝેબલ ગ્લોઝના ઉપયોગ પછી ડસ્ટબિનમાં નિકાલ કરવાનો રહેશે. ત્યાર પછી આરોગ્ય તંત્ર બાયોમેડિકલ વેસ્ટ અન્વયે નિકાલ કરશે. મતદાન મથકે જ 1,272 બાયો મેડિકલ વેસ્ટ બેગ ઉપલબ્ધ કરાવાઈ છે.
રવિવારે ચૂંટણીમાં કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરવાનું રહેશે. મતદાન સમયે સ્ક્રિનિંગમાં કોઇ મતદારનું ટેમ્પરેચર વધુ આવ્યું હશે તો તેમને સાંજે મતદાન કરાવાશે. કોરોના પોઝિટિવ મતદારો સાંજે 5 થી 6 દરમિયાન મતદાન કરી શકશે. તે સમયે કોરોનાના એક્ટીવ કેસના મતદારોને બોલાવી એન-95 માસ્ક, હેન્ડગ્લોઝ પહેરાવી મતદાન કરાવાશે. સાંજે એક કલાક કોરોના સંક્રમિતો માટેના મતદાન સમયે ફરજના કર્મચારીઓ સીધા તેમના સંપર્કમાં ના આવે તે માટે સ્ટાફને પીપીઇ કીટ આપવામાં આવશે. તાવ, શરદી, માથાનો દુ:ખાવો જેવા શંકાસ્પદ લક્ષણો ધરાવતા મતદારોએ નૈતિક ફરજ સમજીને સાંજે છેલ્લા એક કલાકમાં મતદાન કરવું જોઇએ.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી આ વખતે કોરોનાના કારણે મોંઘી બની રહી છે. જિલ્લામાં ચૂંટણી પાછળ રૂ. 3.34 કરોડ ખર્ચનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જેને જોતા તંત્રને 11.95 લાખ મતદારો, 1,363 મતદાન મથકો, 7,886 સ્ટાફ, સુરક્ષા બંદોબસ્તમાં રહેલા 3,300 થી વધુ જવાનો, મેડિકલ ટીમો, EVM મશીન, 202 બસની વ્યવસ્થા, અન્ય સરકારી વાહનો, સ્ટેશનરી, કોવિડ-19 માટે ફળવાયેલ વિવિધ 10 વસ્તુનો જથ્થો મળી, 1 વોટ પાછળ રૂ. 28 જેટલો ખર્ચ થવાનો અંદાજ છે.
મતદાન મથકોએ કોવિડને એક પણ મત ન મળે માટે તૈયારી
14.10 લાખ પ્લાસ્ટિક ગ્લોવ્ઝ
1,656 થર્મલ ગન
17,518 ફેસ શિલ્ડ
18,982 રબર હેન્ડ ગ્લોવ્ઝ
7,224 સેનેટાઇઝર
3,023 PPE કીટ
18,525 N-95 માસ્ક
1.59 લાખ થ્રિ લેયર માસ્ક
1,866 લિકવીડ શોપ
1,272 બાયો વેસ્ટ બેગ
ભરૂચ જિલ્લા - તાલુકા પંચાયત , પાલિકાના વિવિધ મતદાન મથકોએ મતદાન ટુકડીઓ રવાના
જિલ્લા પંચાયત તથા જંબુસર , આમોદ , વાગરા , ભરૂચ , અંકલેશ્વર , ઝઘડીયા , વાલીયા , હાંસોટ , નેત્રંગ મળી કુલ 9 તાલુકા પંચાયત તેમજ 4 પાલિકાની યોજાનારી ચૂંટણી તટસ્થ અને નિષ્પક્ષ રીતે સંપન્ન થાય તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા સંપૂર્ણ સજ્જતા કરી લેવાઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ.એમ. ડી. મોડિયાના માર્ગદર્શન હેઠળ ભરૂચ તાલુકા માટેના જિલ્લા – તાલુકા પંચાયત વિસ્તારને આવરી લેતાં ભરૂચ નગરપાલિકાના 1 થી 11 વોર્ડને આવરી લેતાં મતદાન કેન્દ્રો માટેના કે.જે.પોલિટેકનીક ખાતે રાખવામાં આવેલ ડીસ્પેચીંગ સેન્ટર પર ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા અધિકારી - કર્મચારીઓ EVM સહિત અન્ય સાધન સામગ્રીની ચકાસણી તથા વિતરણ પ્રક્રિયામાં જોતરાયા હતા. વિવિધ મતદાન મથકોએ મતદાન ટુકડીઓ રવાના કરવામાં આવી હતી
કોરોના સંક્રમિતો અને શંકાસ્પદ મતદારો માટે સાંજે 5 થી 6 દરમિયાન મતદાન, સ્ટાફને 3,023 પીપીઇ કીટ
WatchGujarat.કોરોનામાં સાવચેતી સાથે રવિવારે ભરૂચ જિલ્લાની 4 પાલિકા, 9 પંચાયત, 1 જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 1,363 મતદાન મથકોએ તૈયારી જિલ્લા ચૂંટણી તંત્રએ આદરી છે. કોરોના કાળમાં વોટિંગ પણ મોંઘું બનતા પ્રશાસનને 1 વોટ રૂ. 28 નો પડશે.