• હા AIMIM B ટીમ પણ બુસ્મિલ્લા એ રહીમ, બાબા સાહેબ, બેરિસ્ટર ઓવૈસી,બિરસામુંડાની BJP ની નહિ
  • ભરૂચમાં AIMIM-BTP ની મહાસભામાં કોંગ્રેસ-ભાજપ પર તેજ પ્રહારો
  • કોંગ્રેસ તો ખતમ થઈ ગઈ, કોઈ લીડર જ નહીં

WatchGujarat. ગુજરાતમાં પ્રથમ વખત AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રી અને ભરૂચમાં BTP સાથે ગઠબંધનમાં પેહલી સભામાં જ AIMIM ના આગેવાનોએ નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી, BJP, કોંગ્રેસ પર તેજ તરાર પ્રહારો કર્યા હતા.

મહારાષ્ટ્ર AIMIM ના આગેવાન વકીલ અનમોલ કાંબલે એ ભરૂચમાં મંચ પરથી જણાવ્યું હતું કે, બધા કહે છે કે અમે BJP ની B ટીમ , હા અમે B ટીમ છે પણ બી પરથી બીસ્મિલ્લાહ રહીમ, બાબા સાહેબ આંબેડકર,બેરિસ્ટર ઓવૈસી, બિરસા મુંડાની.

BJP અબ્બા ડબ્બા જબ્બા જેવી છે (જુદાઈ ફિલ્મની જોની લીવરની ગૂંગી પત્ની જેવી ) જેને દેશની ઇકોનોમી, GDP અન્ય સવાલો પૂછતાં એક જ જવાબ મળે જયશ્રી રામ, વંદે માતરમ, ભારત માતા કી જય, જય હનુમાન જેવો જવાબમાં એક જ નારો મળો.  કોંગ્રેસ વિશે જણાવ્યું હતું કે, કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે કોઈ લીડર જ નથી. જ્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિશે કંઈ નહિ કહે. કેમ કે મોદી મુસ્લિમોના મામા છે તેમ વકીલ અનમોલ કાબલે એ કહ્યું હતું.

મોદી એ 370 રદ કરી ટ્રિપલ તલાક રદ કર્યા અને દરેક મુસ્લિમ મહિલાઓને તેઓ તેમના ભાઈ છે તેમ કહ્યું હતું, જેથી દરેક મુસ્લિમના નરેન્દ્ર મોદી મામા કહેવાય અને આપણે કહેવાનું છે, ગેટવેલ સુન મામુ. વધુમાં કહ્યું હતું કે ,દેશમાં જે રીતે હાલત છે તે સામે AIMIM અને BTP ગઠબંધન આગામી સમયમાં ફેકુ ચંદ ની ખટિયા ખડી કરી દેશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud