• કેન્દ્ર સરકારના બજેટમાં સાર્વજનિક ક્ષેત્રોની બેંકોનું ખાનગીકરણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી
  • IDBI બેન્ક ઉપરાંત સરકારે વર્ષ 2021-22 માં 2 PSU બેંકો અને 1 સામાન્ય વીમા કંપનીના ખાનગીકરણનો પ્રસ્તાવ મુકાયો
  • શનિ – રવિ ની બેંકોમાં રજા બાદ સોમ – મંગળવારે બેંકો બંધ રહેતા ખાતાધારકોને બેંકીંગ સેવાઓથી દુર રહેવું પડે તેવી સ્થિતી

WatchGujarat. બજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા બેંકોના ખાનગીકરણ તરફ લઇ જવાના સંકેતો આપતા જ અનેક યુનિયન આગળ આવીને 2 દિવસ હડતાલ પાડી વિરોધ કરી રહ્યા છે. સોમવાર અને મંગળવારના રોજ જાહેર કરવામાં આવેલી હડતાલને પગલે હજારો કરોડ રૂપિયાનું ક્લીયરીંગ ઠર થવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

ફેબ્રુઆરીમાં રજુ કરાયેલા કેન્દ્ર સરકારના બજેટમાં સાર્વજનિક ક્ષેત્રોની બેંકોનું ખાનગીકરણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સરકારે 1.75 લાખ કરોડનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાની જાહેરાત કરી હતી. જેમાં IDBI બેન્ક ઉપરાંત સરકારે વર્ષ 2021-22 માં 2 PSU બેંકો અને 1 સામાન્ય વીમા કંપનીના ખાનગીકરણનો પ્રસ્તાવ મુકયો હતો.

છેલ્લા 4 વર્ષમાં 14 સાર્વજનિક બેંકોને વિલય કરવામાં આવી છે. ત્યારબાદ હાલ દેશમાં 12 સરકારી બેંકો છે. બીજી તરફ 2 બેંકોના નાણાકીય વર્ષ 2021-22 માં ખાનગીકરણ થયા બાદ તેની સંખ્યા 10 રહી જશે. સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતનો વિરોધ બેંકના અનેક યુનિયન દ્વારા કરવામાં આવી રહ્યો હતો. વિરોધને આગળ ધપાવવાની સાથે આજરોજથી બે દિવસની હડતાલ જાહેર કરવામાં આવી હતી. જેને લઇને મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા. જેને લઇને સામાન્ય બેંકીંગની સેવાઓ પર ભાગે અસર જોવા મળશે. સરકાર અને બેંક કર્મીઓ વચ્ચેના મામલામાં આખરે સામાન્ય નાગરીકોએ ભોગવવાનો  વારો આવશે.

રાજ્યમાં બેંક કર્મીઓના હડતાલને પગલે સોમવારે વહેલી સવારથી વડોદરા, અમદાવાદ, સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં કર્મીઓએ વિરોધ પ્રદર્શન ચાલુ કરી દીધું હતું. અને રોડ પર આવીને પોસ્ટરો સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તમામ જગ્યાઓ પર બેંકોના ખાનગીકરણ નહિ કરવાની માંગ કરવામાં આવી રહી છે.

તમામા જગ્યાએ મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓએ એકત્રિત થઇને સરકારની નીતિનો વિરોધ નોંધાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, શનિ – રવિ ની બેંકોમાં રજા બાદ સોમ – મંગળવારે બેંકો બંધ રહેતા ખાતાધારકોને બેંકીંગ સેવાઓથી દુર રહેવું પડે તેવી સ્થિતી સર્જાઇ છે.

અગાઉ પણ સરકારની નીતિઓના વિરોધમાં બેંક યુનિયન દ્વારા હડતાલ કરવામાં આવી ચુકી છે. બે દિવસ ચાલનારી હડતાલ બાદ બુધવારે રાબેતા મુજબ બેંકો ચાલુ કરવામાં આવશે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud