• ગોલ્ડન પીકોક ગ્લોબલ એવોર્ડ ફોર સસ્ટેનિબલિટી 2020 આંતરરાષ્ટ્રીય કક્ષા એ સેકટર માં નેતૃત્વ, ઉત્પાદન સ્તરે સિદ્ધિઓ અને સસ્ટેનિબલિટી માટે દર વર્ષે જાહેર કરાય
  • એવોર્ડ અમારી ઉત્કૃષ્ટ ક્ષમતા, કાર્ય પદ્ધતિ અને પર્યાવરણ ક્ષેત્રે અમારી સિદ્ધિઓ અને આદિત્ય બિરલા જૂથની વિચારધારાને સ્પષ્ટ સ્વીકૃતિ આપે છે – દિલીપ ગોર
  • સફળતા માટે ગ્રાસીમ ના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી એચ. કે અગરવાલ, ચીફ સસ્ટેનિબલિટી ઓફિસર મુકુલ અગરવાલ ના યોગદાન ને પણ બિરદાવાયું

WatchGujarat. ભરૂચ-અંકલેશ્વરની આસપાસ મહત્વના ઔદ્યોગિક એકમો ધમધમી રહ્યા છે. તેમાં અનેક એકમો દ્વારા વૈશ્વિક માપદંડના આધારે કામગીરી કરવામાં આવતી હોય છે. અને તેની સરાહના પણથાય છે. તાજેતરમાં  આદિત્ય બિરલા જૂથના ગ્રાસીમ ના ભરૂચ જિલ્લાના ખરચ સ્થિત એકમ બિરલા સેલ્યુલોસિક ને ટેક્સટાઇલ અને એપરલ્સ સેકટર માં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત ગણાતા ગોલ્ડન પીકોક ગ્લોબલ એવોર્ડ ફોર સસ્ટેનિબલિટી 2020 ‘ ના વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે.

આ એવોર્ડ આંતરરાષ્ટ્રીય કક્ષા એ સેકટર માં નેતૃત્વ, ઉત્પાદન સ્તરે સિદ્ધિઓ અને સસ્ટેનિબલિટી માટે દર વર્ષે જાહેર કરાય છે. વર્ષ 2020 માં વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ પરિણામો, ગુણવત્તા, પારદર્શિતા માટે આ એવોર્ડ ગ્રાસીમ ઇન્ડ. ના મેનેજીંગ ડિરેકટર દિલીપ ગોર ને એક વર્ચુયલ કોંફરન્સ માં જાહેર કરવામાં આવ્યો હતો.

પ્રસંગે શ્રી દિલીપ ગોરે જણાવ્યું કે ” આ એવોર્ડ અમારી ઉત્કૃષ્ટ ક્ષમતા, કાર્ય પદ્ધતિ અને પર્યાવરણ ક્ષેત્રે અમારી સિદ્ધિઓ અને આદિત્ય બિરલા જૂથની વિચારધારાને સ્પષ્ટ સ્વીકૃતિ આપે છે. ” આ સફળતા માટે ગ્રાસીમ ના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી એચ. કે અગરવાલ, ચીફ સસ્ટેનિબલિટી ઓફિસર મુકુલ અગરવાલ ના યોગદાન ને પણ બિરદાવવામાં આવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud