• ભારતમાં કાશી બાદ સૌથી પ્રાચીન નગરી ભરૂચની આજે ત્રીજી વર્ષગાંઠ મનાવાશે
  • વસંતપંચમીએ ભૃગુઋષિ એ કુર્મની પીઠ પર સવાર થઈ 18000 શિષ્યો સાથે વસાવેલી નગરી
  • ભવ્ય ભૂતકાળથી લઈ ભવ્ય ભવિષ્ય ની પ્રાચીન સમયમાં 2000 વર્ષ પહેલાં ભારતના દુબઈ કહેવાતા ભરૂચની સફર
  • ભરૂચમાં 300 વર્ષ પહેલાં પણ 3 મજલી ઇમારતો હતી
  • 244 વર્ષ પહેલાં ભરૂચમાં કોઈ પણ ધર્મ નહિ પાડવા વાળા 638 લોકો હતા
  • સદીઓ પેહલા કોસ્મો પોલિટન કલચર, ચીનનું સિલ્ક પણ ભરૂચથી જ દુનિયામાં પોહચતું
  • ભરૂચ ફુરજા બંદરે રોજ આવતા 120 થી વધુ જહાજો

WatchGujarat. ભારતમાં કાશી બાદ સૌથી જુની પ્રાચિન નગરીમાં સમાવિષ્ટ 8 હજાર વર્ષ જુની ભૃગુકચ્છ એટલે કે ભરૂચનો મંગળવારે વસંત પંચમીએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શાનભેર ત્રીજી વર્ષગાંઠની ઉજવણી કરાશે.

લક્ષ્મીજીના શ્રીનગર , ભૃગુઋષિનુ ભૃગુકચ્છ , અંગ્રેજોનું બ્રોચ અને હાલનુ ભરૂચ સુધીની ઐતિહાસિક સફરમાં ભરૂચે પ્રાચીનકાળથી હાલના આધુનિક સમયમાં તેની ખ્યાતી દેશ અને દુનિયામાં વિવિધ સમયોના વહાણા વચ્ચે ઝળહળતી રાખી છે .

નંદન સંવત્સરમાં માઘ સુદ પાંચમે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના ચંદ્રને કુંભ રાશિમાં સુર્ય વચ્ચે નર્મદા નદીના ઉત્તર કિનારે કુર્મની ( કાચબા ) ની પીઠ ઉપર વિશ્વકર્માનો સ્મરણ કરી ભૃગુઋષિએ પોતાના 18000 શિષ્યો સાથે ભૃગુકચ્છ ( ભરૂચ ) વસાવ્યુ હતુ જેનો ઉલ્લેખ નર્મદા પુરાણના રેવા ખંડમાં કરાયો છે . વસંત પંચમીએ હાલના ભરૂચની સ્થાપના થઈ હોય ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વર્ષ ૨૦૧૯ થી ભરૂચ નગરીનો જન્મોત્સવ ઉજવવાનો પ્રારંભ કરાયો છે . ગુરૂવારે જિલ્લા વહીવટી તંત્ર ભરૂચની ત્રીજી વર્ષગાંઠ ધામધૂમથી ઉજવશે .

ભરૂચ શહેરનો ઝળહળતો અને ભવ્ય ભૂતકાળ વિવિધ પુસ્તકો સાથે વિશ્વભરના પ્રવાસીઓ , વેપારીઓ , શાસનકર્તાઓના પુસ્તકોમાં અંકિત થયેલો છે . પુરાતનકાળમાં લક્ષ્મીજીના શ્રીનગર તરીકે ઓળખાતી ભરૂચ નગરી ભૃગુઋષિના આગમન બાદ ભૃગુનગર તરીકે પ્રસ્થાપિત થયુ હતુ . સદીઓના વહાણા વિત્યા બાદ સમૃધ્ધ ભરૂચમાં વેપાર ધંધા વિકસાવવા અને આધિપત્ય જમાવવા ફીરંગીઓ , ડચ , મોગલ , અંગ્રેજો સહિતે આક્રમણ કર્યા હતા . નર્મદા નદી કિનારે પાઘડીની પેઠે વસેલા ભરૂચની દેશ અને દુનિયામાં વેપાર ક્ષેત્રે કિર્તી હતી . વિદેશોમાંથી આયાત થતી વસ્તુઓ મોટા જહાજોમાં ભરૂચ બંદરે આવતી હતી જયારે નિકાસ થતી ચીજવસ્તુઓ અહીંથી વિશ્વભરમાં મોકલાતી હતી .

ફ્રાન્સના ચિત્રકાળ જેકબ પીટર અને વિવિધ સ્થળોએ ફરીને ભરૂચના કીલ્લાઓ , નદીઓ , ટાપૂઓના વર્ણનને ચિત્રના રૂપમાં રજુકરવાનો પ્રયાસ કર્યો હતો . ભરૂચમાં મોગલોના શાસનમાં 1690 માં ભરૂચનુ ચિત્ર દોળ્યુ હતુ . જેમાં બોચ તરીકે જાણિતા ભરૂચની ભવ્યતાને ઈમારતો , કિલ્લા અને નદીમાં વિહાર કરતા મોટા જહાજોના સ્વરૂપમાં નિહાળી શકાય છે . ભરૂચમાં ૩૦૦ વર્ષ પહેલા પણ ૩ મંજલી ઈમારતો હતી જે એક ગૌરવવંતી બાબત છે .

અંગ્રેજોના શાસનમાં વર્ષ 1777 માં 50 હજારની વસ્તી

ઈ.સ .1777માં અંગ્રેજોએ ભરૂચનુ વસ્તીપત્રક રજુ કર્યુ હતુ જેમાં 50,000 ની વસ્તી ગણના થઈ હતી . શહેરમાં 30 હજાર અને પરામાં 20 હજાર લોકો નોંધાયા હતા . 1812 ના વસ્તી પત્રક વખતે 32716 લોકોની વસ્તી હતી જેમાં હિન્દુ 26852, મુસલમાન 12022 , પારસી 2153 , ક્રિશ્ચિયન 506 , શ્રાવક 721 , શિખ -૩ , એનિમિસ્ટીકસ 638 હતા .

ભરૂચમાં વર્ષ 1874 માં 10443 મકાનો

ભરૂચ શહેરની બીજી વખત 1874-75 માં કરાયેલી માપણી મુજબ કુલ 10443 મકાનો હતા જેમાં ત્રણ માળથી વધારેમાં 71 મકાનો , બે માળના 661 મકાનો , 1 માળના 3221 મકાનો અને માળ વગરના 2838 મકાનો હતા . શહેરમાં 2354 કાચા ઝૂપડા હતા . સાથે જ 19 કારખાના , 1278 દુકાનો હતી , ઘરવેરો માળીયાના પ્રમાણમાં લેવાતો હતો .

ભરૂચના ઐતિહાસિક નામ

શ્રીનગર , લાટપ્રદેશ , ભૃગુકચ્છ, ભૃગુનગરી, બારૂગાજા , બરગોસા,  બરૌઝ , બરૂસ, બરૂહ , બીહરોજ, પોલુકેછીપુ, બ્રોચ , ભરૂચ

ભરૂચમાં પહેલ વહેલું

– કલેકટર : એમ.એસ.મૌલવી 1942-43

– સાંસદ : ચંદ્રશંકર ભટ્ટ 1952-57

– ધારાસભ્ય : મોતીલાલ વીણ 1952-57

– પ્રધાન : દિનકરરાવ દેસાઈ 1946 માં મુંબઈ રાજયના કાયદા પ્રધાન

– પોલીસવડા : આર.કે.રાયસિંધાણી 1951

– ડીડીઓ : પી.પી.રાઠોડ 1963

– જિલ્લા પંચાયત પ્રમુખ : ડાહ્યાભાઈ પટેલ 1963

– નગરપાલિકા પ્રમુખ : ચુનીલાલ દેસાઈ 1900

 – શિક્ષણાધિકારી : એમ.જે.દવે 1953

 – રેલ્વે : ભરૂચ રેલ્વે સ્ટેશન 1862

 – બ્રિજ : ગોલ્ડન બ્રિજ 1881

ભરૂચ પર 494 વર્ષ વિવિધ આક્રમણકારોનું શાસન

ભરૂચ પર દિલ્હી સલ્તનતનું શાસન 94 વર્ષ. સ્વતંત્ર સલ્તનતનું શાસન 181 વર્ષ. અંગ્રેજોનું શાસન 164 વર્ષ. સ્વતંત્ર અમીરોનું રાજ 36 વર્ષ. મરાઠાઓનું આધીપત્ય 19 વર્ષ. સાથે જ ડચ , વલંદા અને ફીરંગીઓ તેમજ રજવાડાઓનું રાજ રહ્યું હતું.

ભરૂચની જાણીતી ચીજવસ્તુઓ અને સ્થળો

– ઐતિહાસિક કોર્ટ

– ગોલ્ડન બ્રિજ

– સોનાનો પત્થર

– વિકટોરીયા ટાવર

– કબીરવડ

– સેવાશ્રમ

– મેઘરાજા – છડી મહોત્સવ

– ભૃગુઋષિ મંદિર

– અગિયારી

– જુમ્મા મસ્જિદ

–  ચદરવાલે સાહેબ ગુરૂદ્વારા

– ફુરજાબંદર

– ભાગાકોટનો ઓવરો

– ભારતનું સૌપ્રથમ ભકતામાર મંદિર

– ઝુલેલાલ મંદિર

– ડેવિડ વેડર બર્નની કબર

– સુજની

– ખારી સિંગ

– હિલ્સા માછલી

155 વર્ષ પહેલા પહેલી માપણી ₹1.07 લાખના ખર્ચે 9 વર્ષે પૂર્ણ થઈ

ભરૂચ શહેરની પહેલી માપણી 1 ફેબ્રુઆરી 1866 માં આજથી ૧૫5 વર્ષ પહેલા શરૂ થઈ હતી જે 15 ઓકટોબર 1875 માં 9 વર્ષ બાદ પુર્ણ થઈ હતી . શહેર અને પરા મળી 52.18 લાખ ચોરસવાર જમીન મપાઈ હતી જેમાં 11.63 લાખ ચોરસવારમાં ખાનગી મકાનો , 10.96 લાખ ચોરસવાર જમીનમાં લોકો પાસેથી સમરી સેટલમેન્ટ લેવાતા હતા . શહેરની માપણી કરવા તે સમયે 1.07 લાખનો ખર્ચ થયો હતો .

ભરૂચના નવરત્નો

– પંડિત ઓમકારનાથ ઠાકુર

– કનૈયાલાલ મુન્શી

– ડો.ચંદુભાઈ દેસાઈ ( છોટે સરદાર )

– ડો.કમાં કાકા

– ઈચ્છાલાલ મામલતદારના

– નથુ થોભણ

– માધવરાવ જોગ

-સર શાપુરજી બરજોરજી ભરૂચા

– જશવંતલાલ ચોકસી

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud