ભરૂચ જિલ્લામાંથી નર્મદા જિલ્લો 1997માં છૂટો પડતા પેહલા BJP નું બહુમત શાસન આવ્યું હતું
કિંગમેકર ગણાતી BTP ની જિલ્લા પંચાયતમાં 3 બેઠક સાથે સ્થિતિ કંગાળ
4 પાલિકા, 1 જિલ્લા અને 7 તાલુકા પર કમળનો કબજો
આમોદ તાલુકા પંચાયતમાં અપક્ષ સાથે મળી BJP સત્તા મેળવી શકે
નેત્રંગ તાલુકા પંચાયતમાં BJP 8, BTP 5 સને કોંગ્રેસ 3 થી અનિર્ણાયક સ્થિતિ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 328 બેઠકો પૈકી 254 પર ભાજપનો કબજો, કોંગ્રેસને 54, BTP ને 14 અને અપક્ષ ને 24 બેઠક, AIMIM ને માત્ર 1
હવે ભરૂચ જિલ્લામાં માત્ર કોંગ્રેસ અને BTP ના 1 જ MLA
ગત ટર્મમાં કોંગ્રેસ 4, BTP 3 અને BJP હસ્તક 2 તાલુકા પંચાયત હતી
WatchGujarat. ભરૂચના ભાગલા એટલે કે 26 વર્ષે નર્મદા જિલ્લો અલગ પડ્યા બાદ જિલ્લા પંચાયતમાં સત્તાનું એક હથ્થું સુકાન BJP ના હાથમાં આવ્યું છે. ભાજપે જિલ્લા પંચાયત 34 પૈકી 27 બેઠકો સાથે સર કરવા સાથે 4 પાલિકા અને 7 તાલુકા પંચાયતમાં પણ ભગવો લહેરાવી દઇ કોંગ્રેસ-BTP નો છેદ ઉડાવી દીધો છે. આમોદ તાલુકા પંચાયત પણ અપક્ષ સાથે મળી ભાજપ કબ્જે કરી શકે છે. જ્યારે નેત્રંગ તાલુકા પંચાયતમાં 8 ભાજપ, 5 BTP અને 3 કોંગ્રેસની બેઠકોથી સ્થિતિ અનિર્ણીત હાલ બની રહી છે.
ભરૂચ જિલ્લા પંચાયતમાં BTP ના છોટુ વસાવા કિંગમેકર ગણાતા હતા, ગત ટર્મમાં છોટુ વસાવા એ કોંગ્રેસ સાથે મળી જિલ્લા પંચાયત અંકે કરી હતી. ભાજપ ને ભરૂચ જિલ્લાનું વિભાજન થઈ નર્મદા જિલ્લો અલગ પડ્યા પેહલા એટલે કે 1995 માં સ્પષ્ટ બહુમતી મળી હતી.
26 વર્ષ બાદ ભરૂચ જિલ્લા પંચાયતમાં ભાજપ 34 માંથી 27 બેઠકો જીતી એકલા હાથે સુકાન સંભાળશે. જિલ્લા પંચાયતમાં કિંગમેકર ગણાતા BTP ને માત્ર 3 બેઠક જ મળતા કંગાળ જેવી સ્થિતિમાં આવી ગઈ છે. જ્યારે કોંગ્રેસને પણ માત્ર 4 બેઠકો મળી છે.
ભરૂચ જિલ્લાની 4 પાલિકા માં ભાજપે ભગવો લહેરાવી દીધો છે. જ્યારે 5 તાલુકા પંચાયતો કોંગ્રેસ અને BTP પાસેથી આચકી સત્તા હાંસલ કરી છે. આમોદ તાલુકા પંચાયત અપક્ષ સાથે મળી ભાજપ અંકે કરી શકે છે. જ્યારે નેત્રંગ તાલુકા પંચાયતમાં BJP 8, BTP 5 અને કોંગ્રેસ 3 બેઠકો જીતતા હાલ સ્થિતિ અનિરણિત જેવી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 328 કુલ બેઠકો માંથી ભાજપે 254 પર ભવ્ય જીત હાંસલ કરી છે. જ્યારે કોંગ્રેસના ફાળે 58, BTP 14, અપક્ષ 24 અને માત્ર 1 બેઠક AIMIM ને મળી છે.
જિલ્લા પંચાયત
27 BJP
04 કોંગ્રેસ
03 BTP
4 નગર પાલિકા
ભરૂચ : 31 BJP, 11 કોંગ્રેસ, 1 AIMIM
અંકલેશ્વર : 30 BJP, 5 કોંગ્રેસ, 1 અપક્ષ
જંબુસર : 16 BJP, 6 કોંગ્રેસ, 6 અપક્ષ
આમોદ : 14 BJP, 10 અપક્ષ, કોંગ્રેસ 0
9 તાલુકા પંચાયતો
ભરૂચ : 22 BJP, 8 કોંગ્રેસ
અંકલેશ્વર : 23 BJP, 3 કોંગ્રેસ
ઝઘડિયા : 19 BJP, 3 BTP
વાલિયા : 11 BJP, 3 BTP, 2 અપક્ષ
જંબુસર : 15 BJP , 6 કોંગ્રેસ, 1 અપક્ષ
હાંસોટ : 14 BJP, 1 કોંગ્રેસ, 1 અપક્ષ
વાગરા : 16 BJP, 2 કોંગ્રેસ
આમોદ : 8 BJP, 6 કોંગ્રેસ, 2 અપક્ષ
નેત્રંગ : 8 BJP, 5 BTP, 3 કોંગ્રેસ