BJP ના પ્રતિનિધિઓ-પદાધિકારીઓ લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવા પ્રમાણિકતાથી કામ કરશે અને પરિણામ પણ આપશે : પ્રદેશ પ્રમુખ પાટીલ
ભાજપમાં લોકોએ મુકેલો વિશ્વાસ તૂટવા નહિ દઈએ, આગેવાનો, પદાધિકારીઓ, પ્રતિનિધિઓની જવાબદારી
ભરૂચ રેલવે સ્ટેશને સમગ્ર ગુજરાત અને જિલ્લામાં ભાજપના ભવ્ય વિજય બદલ BJP દ્વારા અધ્યક્ષનું અભિવાદન
WatchGujarat. BTP ધીમે ધીમે અસ્ત તરફ જઈ રહી છે, છોટુભાઈના પત્ની હાર્યા, દીકરો પણ હાર્યો હવે છોટુભાઈનો વારો તેમ ભરૂચ રેલવે સ્ટેશન પર BJP પ્રેદશ અધ્યક્ષ CR પાટીલે કહ્યું હતું.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સમગ્ર ગુજરાત અને ભરૂચ જિલ્લામાં લોકોએ ખોબલે ખોબલે મત આપતા ભાજપનો ભવ્ય વિજય થયો છે. BJP ની ભરૂચ જિલ્લામાં ભવ્ય જીત બાદ અને તમામ પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત કબ્જે કરતા આ ભવ્ય વિજય જેમના નેતૃત્વમાં મળ્યો છે એવા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના અભિવાદનનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો.
અમદાવાદથી સુરત શતાબ્દી ટ્રેનમાં જઇ રહેલા BJP પ્રદેશ પ્રમુખનું ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ભરૂચ અને નર્મદા જિલ્લા ભાજપ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા એ પ્રદેશ પ્રમુખનું મોં મીઠું કરાવ્યું હતું.
સમગ્ર ભરૂચ જિલ્લાના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારો, આગેવાનો અને નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ સાથે સાંસદ મનસુખ વસાવા પણ બેન્ડ બાજા સાથે આ ભવ્ય જીતના વધામણાં પ્રદેશ પ્રમુખને આપવા ઉપસ્થિત રહ્યા હતા.
CR પાટીલે કહ્યું હતું કે, ગુજરાતની પ્રજાએ ભાજપમાં વિશ્વાસ મૂકી પ્રચંડ સમર્થન મતો થકી પુરુ પાડ્યું છે. BJP ના આગેવાનો, પદાધિકારીઓ, પ્રતિનિધિઓની જવાબદારી છે હવે, લોકોનો વિશ્વાસ તૂટવા નહિ દઈએ.
પ્રતિનિધિઓ, પદાધિકારીઓ લોકોની આપેક્ષઓ પૂર્ણ કરવા પ્રમાણિકતાથી કામ કરશે અને પરિણામ પણ આપશે. ભરૂચ જિલ્લાના સૌ કોઈ મતદાતા ભાઈ-બહેનોનો પણ તેમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો, સાથે જ કહ્યું હતું કે, જે રીતે જબરજસ્ત જનસમર્થન આપ્યું છે ભરૂચ જિલ્લાની પ્રજાએ તે રીતે તેઓની અપેક્ષાઓ પૂર્ણ કરવા અમે પુરી તાકાત લગાવી દઇશું.
CR પાટીલે BTP ના ચૂંટણીમાં ધોવાણ અંગે કહ્યું હતું કે, BTP ધીમે ધીમે અસ્ત તરફ જઈ રહી છે. છોટુ વસાવાની પત્ની હાર્યા, દીકરો પણ હાર્યો, હવે છોટુભાઈનો વારો તેમ કહી ટ્રેન ચાલુ થઈ જતા તેઓ આગેવાનોનું અભિવાદન ઝીલતા સુરત તરફ રવાના થયા હતા.