મામા સામે ભાણેજની પોલ ખુલતા ભુવા પર જીવલેણ હુમલો કરાયો
જંબુસર તાલુકાના વેડચ ગામે બનેલી ઘટનામાં આણંદના ભુવાને ગળાના ભાગે લોખંડની પાઈપના 3 ફટકા મારતા વડોદરા બાદ અમદાવાદમાં સારવારના 4 દિવસે મોત
મામા એ ભાણેજ સામે ફરિયાદ નોંધાવતા વેડચ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો
WatchGujarat. જંબુસર તાલુકાના વેડચ ગામે સિકોતર માતાના મંદિરે દાણા જોતા મામા સામે ભાણેજને તે છોકરી સાથે સંબંધ બાંધ્યો હોવાનું કહેતા જાહેરમાં પોલ ખોલી નાખનાર આણંદ ના સરોલ ગામના ભૂવા પર યુવાને જીવલેણ હુમલો કર્યો હતો. ભુવાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
જબુસરના વેડચ ગામે કંબોયા વગામાં ખેત મજૂરી કરતા ચંદુભાઇ ઉર્ફે કાલુ ગબાભાઇ વાઘેલા માનસિક અસ્વસ્થ પત્ની અને 3 સંતાનો સાથે રહે છે. તેમના ઘરે 3 માર્ચે ભાણેજ સંજય મેલાભાઇ વાઘેલા હાજર હતો ત્યારે આણંદ ના બોરસદના સરોલ ગામના જીણા છોટાભાઇ વાઘેલા ઘરે આવ્યા હતા. જીણા ભાઈ દાણા જોવાનુ કામ કરતા હોવાથી ભાણેજ સંજયએ દાણા જોવાનું કહ્યું હતું. જેથી ભૂવો જીણા ભાઇ ચંદુભાઈના ઘર સામે આવેલ શિકોતર માતાના મંદિરે બપોરના આશરે 12 વાગ્યાના સુમારે દાણા જોતા હતા.
મામાની હાજરીમાં ભૂવા એ ભાણેજ સંજય ને દાણા જોઇ જણાવેલ કે તે છોકરી સાથે સંબંધ બાંધેલ હોવાથી તમે માતા પાસે ભંડોળાયેલ છો. ભૂવા પર ભાણેજ ગુસ્સે થઈ, તમે જાહેરમાં બધુ ઉઘાડુ કેમ પાડી દિધુ તેવુ કહી ભાણેજ અને ભૂવા વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો.
એકાદ કલાક દાણા જોઇ તરસ લાગતા ચંદુભાઈ તથા ભૂવો બપોરે 1 વાગ્યાના સુમારે ડંકીએ (હેન્ડ પમ્પ) પાણી પીવા ગયેલા અને મામો કંકી ઘમતો ( હેન્ડ પમ્પ ચલાવતો) હતો ત્યારે પાણી પીતા ભૂવા ઉપર ભાણેજ સંજય એ ગળાના ભાગે 2 - 3 લોખંડના ફટકા મારી દીધા હતા. મામા એ ભાણેજ ને પકડી લઈ ભુવાને વધુ માર થી બચાવ્યો હતો. બુમરાણ કરતા આસપાસથી અન્ય લોકો આવી જતા ઇજાગ્રસ્ત ભુવાને તેના સંબંધી ને બોલાવી પેહલા જંબુસર રેફરલ હોસ્પિટલ બાદ વડોદરા SSG અને પછી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડાયો હતો.
અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં 7 માર્ચે ભૂવા જીણા વાઘેલાનું મોત થતા વેડચ પોલીસ મથકે મામા એ ભાણેજ સંજય વાઘેલા સામે હત્યાનો ગુનો નોંધવતા પોલીસે તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.