• શનિવારે સવારે સર્જાયેલ અકસ્માતને લઇ અફરાતફરી સર્જાઇ, સદનસીબે કોઈ જાનહાનિ નહિ
  • હોન્ડા સિટીના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા જોરદાર ધડાકો થતા સિવિલ હોસ્પિટલ રોડ પર રાહદારીઓ અને વાહનચાલકોના જીવ પડીકે બંધાયા હતા
  • ભરૂચ સિવિલ રોડ પર એક કારે અન્ય 3 વાહનોને અડફેટે લઈ વીજ પોલ માં ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

WatchGujarat. ભરૂચ સિવિલ હોસ્પિટલ માર્ગ પર શનિવારે હોન્ડા સીટી કારનો ચાલક પુર ઝડપે પોતાની ગાડી હંકારી પસાર થઇ રહ્યો હતો. દરમિયાન સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા રસ્તા પર નજીકમાં પાર્ક કરેલ 3 ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતને પગલે સ્થળ પર લોક ટોળા જામ્યા હતા. જોકે સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો

ઘટનાના પગલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક નો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. લોકટોળાને વિખેરી અકસ્માત સર્જનાર કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. મહત્વનું છે કે અકસ્માત ની ઘટના સર્જાઈ ત્યારે એક સમયે સ્થાનિકોએ જોરદાર આવાઝ નો અનુભવ થયો હતો અને લોકો ના જીવ પણ તાળવે ચોટયા હતા.

ભરૂચ જિલ્લામાં જાહેર માર્ગો પર વધતા જતા આ પ્રકારના ઉપરા છાપરી અકસ્માત ની ઘટનાઓ લોકો માટે ચિંતાનો વિષય બની છે,ગઇ કાલે સવારે અંકલેશ્વર ના ખરોડ ચોકડી વિસ્તારમાં ચા ના ગલ્લા માં ટ્રક ઘૂસવાની ઘટના હોય કે આજ ની આ ઘટના શહેર અને માર્ગો પર CCTV છતાં તંત્રની ઢીલાશ ના કારણે આ પ્રકારના વાહન ચાલકો બેફામ બની વાહન હંકારી રાહદારીઓના જીવ જોખમ માં મૂકી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud