• ભયંકર અકસ્માતમાં બોલેરો કારના ફુરચા ઉડી ગયા
  • ઘટનાની જાણ થતા નેત્રંગ અને આસપાસથી 108 બે એમ્બ્યુલન્સ સ્થળ પર દોડી આવી  
  • બંને વાહનોમાં કોઈ એક વાહન ચાલકથી સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી બેસતા અકસ્માત સર્જાયો હોવાનું હાલ પ્રાથમિક અનુમાન

WatchGujarat. ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા નેત્રંગ, ઝંખવાવ રોડ પર ચાસવાડ ગામ નજીક મંગળવારે મોડી રાતે બોલેરો કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે 4 લોકોને ઇજા થતાં નેત્રંગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે 108 મારફતે ખસેડાયા હતા.

વડોદરાથી બોલેરોમાં સવાર થઇ સોનગઢ તરફ જતા નિર્મિત દિલીપભાઈ ચાવડા તેમજ રાજ બહાદૂર ચૌધરી નાઓને ચાસવાડ નજીક ટ્રક સાથે અકસ્માત નડ્યો હતો, અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, બોલેરો જીપના ફુરચા નિકળી ગયા હતા અને જીપમાં સવાર નિર્મિતભાઈ અને રાજ બહાદુરભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 4 જેટલા લોકોને ઇજા પોહચી હતી.

નેત્રંગ અને આસપાસથી 108 બે એમ્બ્યુલન્સ સ્થળ પર દોડી આવી હતી. 4 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં અવ્યાં હતા. ઘટનામાં પણ પુરપાટ દોડતા બંને વાહનોમાં કોઈ એક વાહન ચાલકથી સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી બેસતા અકસ્માત સર્જાયો હોવાનું હાલ પ્રાથમિક અનુમાન પોલીસે લગાવી અકસ્માત સર્જનાર ટ્રક ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud