• વેરહાઉસ, પેપર કટીંગ યાર્ડ તેમજ ઓફીસની બાલ્કનીમાં અસંતુષ્ટ કર્મીએ ચાપેલી આગથી રૂ. 7.56 લાખના 21 પેપર રોલ બળી ને ખાખ
  • સિક્યુરિટી ઇન્ચાર્જએ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી

WatchGujarat. ઝઘડિયામાં આવેલી બોરોસીલ કંપનીમાં અસંતુષ્ટ કામદરે વેરહાઉસ, પેપર કટીંગ યાર્ડ તેમજ ઓફીસની બાલ્કનીમાં 2 વખત આગ ચાંપી રૂ. 7.56 લાખના 21 પેપર રોલને ખાખ કરી દીધા હતા. CCTV માં કામદાર આરોપી દેખાતા ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ઝઘડિયાની બોરોસીલ કંપનીમાં ગત 3 ફેબ્રુઆરીએ રાત્રીના દશેક વાગ્યાના અરસામાં વેરહાઉસ, પેપર કટિંગ યાર્ડ તેમજ ફ્લોર પર આવેલી ઓફીસની બાલકનીમાં અચાનક આગ લાગવા સાથે ધુમાડાના ગોટેગોટા ઉડતાં કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. આગમાં પેપર કટિંગ યાર્ડમાં રાખેલાં કુલ 7.56 લાખની મત્તાના 21 પેપર રોલ બળીને ખાખ થઇ ગયાં હતાં. ઉપરાંત વેરહાઉસમાં વાયરીંગ તેમજ ઓફિસની બાલકનીમાં મુકેલાં લાકડાના બોક્ષ સળગી ગયાં હતાં.

ઘટનાને પગલે કંપનીના લાશ્કરો તુરંત દોડી આવતાં તેમણે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, ઘટનામાં સદનશીબે કોઇને જાનહાથી થઇ ન હતી. બનાવ અંગે કંપનીએ આંતરિક તપાસ કરતાં કંપનીમાં જ કામ કરતાં જતીન નાનજી વસાવા (રહે. નવાપરા નિકોલી, જિ. નર્મદા)નામના કામદારે જ આગ લગાવી હોવાનું માલમુ પડતાં પોલીસે તેની સામે ગુનો નોંધી આગળી કાર્યવાહી હાથ ધરી છે.

કંપનીના સીસીટીવીના ફૂટેજથી ભાંડો ફૂટ્યો હતો. ગત 3 ફેબ્રુઆરીએ આગ લાગ્યા બાદ કંપની દ્વારા આંતરિક તપાસ હાથ ધરાઇ હતી. જેના ભાગરૂપે તેમણે સીસીટીવીના ફૂટેજ તપાસતાં જતીન વસાવાએ આગ લગાડી હોવાનું જાણવા મળ્યું હતું. કંપની સંચાલકોએ તેની પુછપરછ હાથ ધરતાં તેણે કંપનીને નુકશાન પહોંચડવાના હેતુથી આગ લગાવી હોવાની કબુલાત કરી હતી. જોકે, આગ લગાવવા પાછળનું કારણ જણાવ્યું ન હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud