બહાર નીકળતા કન્ટેનરે રિવર્સ લેતા સમયે જ ગાર્ડ ગેટ બંધ કરી રહ્યો હોય કન્ટેનર અથડાતા લોખંડનો તોતિંગ ગેટ પડતા સિક્યોરિટી ગાર્ડનો છૂંદો
સમગ્ર ઘટના CCTV માં કેદ : પોલીસે પ્રાથમિક અકસમાત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
કંપની દ્વારા સિક્યુરિટી ગાર્ડ ના પરિજનોને યોગ્ય વળતર ન આપતા પરિજનોનો મૃતદેહનો અસ્વીકાર
WatchGujarat. અંકલેશ્વરની પાનોલી અદ્યૌગિક વસાહતમાં રીતુ કાર્ટૂન કંપનીમાં સિક્યુરિટી ગાર્ડનું મોત નીપજ્યું હતું. ગેટ બંધ કરતા સમયે રિવર્સ લેતા કન્ટેનરે ગેટ તોડી નાખતા સિક્યોરિટી ગાર્ડ ગેટ નીચે ચગદાઈ ગયો હતો. સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ હતી. પોલીસે પ્રાથમિક અકસમાત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. કંપની દ્વારા સિક્યુરિટી ગાર્ડના પરિજનો વળતર બાબતે ધમકી આપવામાં આવી હોવાની રાવ સામે આવી છે. ગાર્ડના પરિજનોએ કંપની બહાર અડિંગો જમાવ્યો હતો.
https://youtu.be/39iqgZCD0lo
પાનોલી જીઆઇડીસી માં આવેલ રીતુ કાર્ટૂન કંપની ગત રોજ સાંજે 5 વાગ્યા ના અરસામાં કંપની ના ગેટ પર ફરજ બજાવતા 35 વર્ષીય કમલા પ્રસાદ ગેટ પર ઉભા હતા તે દરમિયાન કંપનીમાંથી બહાર એક કન્ટેનર નીકળી રહ્યું હતું. દરમિયાન ગાર્ડ ગેટ બંધ કરવા જતાં કન્ટેનર લોખંડ ના ભારી ભરખમ ગેટ સાથે અથડાતા ગેટ તૂટી પડ્યો હતો. ગેટ પાછળ ઉભેલા કમલા પ્રસાદ પર પડ્યો હતો. જે ગેટ નીચે ચગડાઈ જતા કમલા પ્રસાદનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
લોખંડનો ગેટ એટલો ભારે હતો કે તેને 5 થી વધુ લોકો ઉઠવાની કોશિષ કરી રહ્યા હતા છતાં તે ઉઠાવી શક્યા ના હતા. સમગ્ર ઘટના કંપની માં લાગેલા CCTV માં કેદ થઇ હતી. કંપની e તાલુકા પોલીસ મથકે જાણ કરતા મૃતદેહ ને પી.એમ અર્થે ખસેડ્યો હતો. જોકે પોલીસે પ્રાથમિક અકસમાતનો ગુનો કન્ટેનર ચાલાક વિરુદ્ધ નોંધ્યો હતો.
સિક્યોરિટી ગાર્ડના પરિજનો ને જાણ થતા તેમના ભાણેજ સુરેશ કેવટ સહીત સબંધીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. તેવોએ કંપની પાસે વળતર ની માગ કરી હતી. કંપની દ્વારા 1.50 લાખ રૂપિયા આપવાનું જણાવી ધમકી આપી હોવાની પરિજનો રાવ કરી હતી. તેવો દ્વારા આ અંગે સ્થાનિક કામદાર આગેવાન ને જાણ કરતા તેવો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતક સિક્યુરિટી ગાર્ડ કમલા પ્રસાદને યોગ્ય વળતર આપવા કંપની જોડે રજુઆત કરી હતી. મૃતક સિક્યુરિટી ગાર્ડને યોગ્ય વળતર મળે તે માટે કંપની જોડે બેઠક યોજી હતી. જ્યાં સુધી યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી પરિવારે મૃતદેહ નહિ સ્વીકારવાનો સુર વ્યક્ત કર્યો હતો.