• ધારાસભ્ય દુષ્યંત પટેલના વોર્ડ 5 માંથી જ પ્રમુખ – ઉપપ્રમુખની પસંદગી
  • શાસકપક્ષના નેતા તરીકે રાજશેખર દેશાનવરના નામની જાહેરાત
  • કારોબારી અધ્યક્ષ નરેશ સુથારવાલા અને દંડક ભાવિન પટેલ
  • પ્રમુખ તરીકે 1 જ ફોર્મ ભરાતા અમિત ચાવડા બિનહરીફ
  • ભરૂચ પાલિકાના 44 સભ્યો માં ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને 32 મત અને કોંગ્રેસના ઉમેદવારોને 11 મત મળ્યાં

WatchGujarat. ભરૂચ પાલિકાના પ્રમુખ તરીકે વોર્ડ નંબર 5 માંથી ચૂંટાયેલા અને ધારાસભ્ય દુષ્યંત પટેલના ખાસ ગણાતા એવા અમિત ચાવડાની વરણી કરવામાં આવી છે. ધારાસભ્યના જ વોર્ડ નંબર 5 માંથી ચૂંટાયેલા નિના યાદવને ઉપપ્રમુખ અને વોર્ડ નંબર 4 માં ચૂંટાઇને આવેલાં રાજશેખર દેશાનવરને શાસક પક્ષના નેતા તરીકે નિયુકત કરાયા છે.

ભરૂચમાં જિલ્લા પંચાયત, 9 તા.પં.અને 4 પાલિકાઓની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયાં બાદ પ્રમુખ તથા ઉપપ્રમુખની વરણીની કવાયત ચાલી રહી છે. પાલિકાના 11 વોર્ડની 44 બેઠકોના જાહેર થયેલાં પરિણામોમાં ભાજપને 31, કોંગ્રેસને 11 તથા અપક્ષને 01 અને AIMIM ને 1 બેઠક મળી છે.

નગર પાલિકામાં સતત 6 થી વખત ભાજપે બહુમતી સાથે સત્તા હાંસલ કરી છે. નગર પાલિકામાં પ્રમુખ તથા ઉપપ્રમુખની વરણી કરવા માટે બુધવારે એસડીએમ , મામલતદાર તથા મુખ્ય અધિકારીની હાજરીમાં સામાન્ય સભા મળી હતી.

જેમાં તમામ 44 સભ્યો હાજર રહ્યાં હતાં. પાલિકામાં બહુમતી ધરાવતાં ભાજપ તરફથી પ્રમુખ તરીકે MLA દુષ્યંત પટેલના વોર્ડ નંબર 5 ના અને અંગત એવા અમિત ચાવડા, ઉપપ્રમુખ તરીકે નિનાબા યાદવના નામની દરખાસ્ત મુકવામાં આવી હતી. વિપક્ષ કોંગ્રેસ તરફથી હેમેન્દ્ર કોઠીવાલાના નામની દરખાસ્ત કરવામાં આવી હતી.

બંને દરખાસ્તોના સંદર્ભમાં મતદાન કરાવવામાં આવતાં ભાજપના  ઉપપ્રમુખના ઉમેદવારોને 32 મત જયારે કોંગ્રેસના ઉમેદવારોને 11 મત મળતાં ભાજપના ઉમેદવારોને વિજેતા જાહેર કરાયાં હતાં.

 ચૂ઼ંટણી અધિકારીએ પાલિકાના પ્રમુખ તરીકે ભાજપના અમિત ચાવડા અને ઉપપ્રમુખ તરીકે નિનાબા યાદવને વિજેતા જાહેર કર્યા હતાં. સત્તાધારી ભાજપે શાસકપક્ષના નેતા તરીકે વોર્ડ નંબર 4 ના રાજશેખર દેશાનવરની વરણી કરી છે. કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે ગત ટર્મ ના વોર્ડ નંબર 3 ના નરેશ સુથારવાલાની વરની કરાઈ હતી. દંડક તરીકે ભાવિન પટેલ નિમાયા હતા.

પાલિકામાં વિપક્ષના નેતાની વરણી બાકી

ભરૂચ નગરપાલિકામાં ભાજપે શાસકપક્ષના નેતાની વરણી કરી દીધી છે. પણ કોંગ્રેસે હજી વિપક્ષના નેતાની વરણી કરી નથી. 11 સભ્યો ધરાવતી કોંગ્રેસમાં વિપક્ષના નેતા બનવા માટે સિનિયર સભ્યોએ તેમની દાવેદારી આગળ કરી છે.

જાહેર સુખાકારી વધારવા પ્રયાસો થશે

શહેરની જાહેર સુખાકારીમાં વધારો થાય તથા શહેરીજનોને વધુ સારી માળખાકીય સુવિધા મળી રહે તે દિશામાં પક્ષ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવશે- અમિત ચાવડા, પ્રમુખ, ભરૂચ નગર પાલિકા

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

પાર્લામેન્ટરી બોર્ડમાં નિર્ણય લેવાયો છે

પ્રદેશમાંથી મેન્ડેટ મળ્યાં બાદ ભાજપના સભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં બંને નામોની જાહેરાત કરી હતી. શહેરનો સર્વાંગી વિકાસ માટે પગલા ભરાશે. મારુતિસિંહ અટોદરિયા, પ્રમુખ, જિલ્લા ભાજપ

સબળ વિરોધ પક્ષની ભૂમિકા નિભાવીશું

શહેરના સર્વાંગી વિકાસમાં શાસક પક્ષ સાથે ખભેખભા મિલાવીને કામ કરશે. લોકોની સમસ્યાઓને વાચા અપાશે કોંગ્રેસ સબળ વિપક્ષની ભૂમિકા ભજવશે. – સમસાદ અલી સૈયદ, સદસ્ય,કોંગ્રેસ

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud