• પહેલા કોંગ્રેસ-BTP નું લૂંટવાનું કામ હવે એક નવો આવ્યો, જે ધોઈલે મોઢે પરત જશે
  • કોંગ્રેસ વચનો આપી વિશ્વાસઘાટ કરતી એટલે આજે સ્થિતિ બદથી બદતર
  • ચૂંટણીમાં BJP અને મતદારો કોંગ્રેસની ડિપોઝીટ ડુલ કરવાનો રેકોર્ડ કરશે
  • રામ મંદિર નિર્માણ માટે અત્યાર સુધી રૂ. 1600 કરોડ નો દેશવાસીઓએ સહયોગ આપ્યો

WatchGujarat. પહેલા કોંગ્રેસ-BTP લૂંટવાનું કામ કરતી હતી હવે એક નવો આવી ગયો છે. ઓવૈશી જે ધોઈલે મોઢે જશે. કોંગ્રેસની નાવ નર્મદામાં ડૂબશે. BTP શોધયે પણ નહીં જડે તેમ ભરૂચમાં વિરાટ પેજ પ્રમુખ સંમેલનને સંબોધતા BJP અધ્યક્ષ CR પાટીલ એ જણાવ્યું હતું.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે જણાવ્યું હતું કે, મને ભરૂચમાં આવતા પહેલા થતું હતું કે, ભાંગ્યું ભાંગ્યું ભરૂચ કેવું સ્વાગત કરશે, કેવી રેલી અને સભા હશે. જોકે 2000 બાઇકોની રેલી જેમાં 4000 કાર્યકરો અને માર્ગમાં ઠેરઠેર લોકોને જોઈ પાટીલે કહ્યું હતું કે, આ રેલી નહિ, રેલો છે. સભા સ્થળે આવતા જ મેદની જોઈતા કહ્યું હતું કે, આ તો જન સાગર છે.

CR પાટીલે ગુજરાતમાં ચૂંટણી સંદર્ભે પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસની ડિપોઝીટ ડુલ કરવાનો રેકોર્ડ BJP અને મતદારોએ બનાવવાનું આ વખતે નક્કી કર્યું છે. કોઇની તાકાત નથી કે ડિપોઝીટ બચાવી શકે. આગાઉ કોંગ્રેસ- BTP નું લૂંટવાનું કામ ચાલતું હતું, તેમાં એક ઉમેરાયું. ઓવૈશી રિટર્ન ટિકિટ, કોંગ્રેસની નાવ નર્મદા માં ડૂબશે, ઓવેશી ધોઇલે મોઢે જવાનો છે, BTP ના પણ વળતા પાણી છે.

BJP સત્તા પ્રાપ્ત કરે છે સેવા કરવા , ચૂંટણીમાં આપેલા વચનો પૂર્ણ કરે છે. કોંગ્રેસ લોકો સાથે વિશ્વાસ ઘાત કરતી, વચનો ભૂલી જતી એટલે આજે સ્થિતિ બદ થી બદતર છે.

પહેલા 5 વર્ષમાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના 30 વર્ષથી બાકી કામો કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેહલા 5 વર્ષમાં જે છેલ્લા 30 વર્ષમાં કોંગ્રેસે પ્રજાને વચનો આપેલા અને વિશ્વાસઘાત કર્યો તે કામો પૂર્ણ કર્યા છે. કોંગ્રેસે રામ મંદિર ન બને તેના અનેક પ્રયત્નો કરાવ્યા , રમખાણો થયા, કોંગ્રેસ ડર બતાવી, ઉલ્લુ સીધો કરતી હતી.

રામમંદિર નિધિમાં અત્યાર સુધી 1600 કરોડનું દાન

રામમંદિર માટે દેશભરના લોકોએ અત્યાર સુધી 1600 કરોડનો સહયોગ કર્યો છે. મંદિરનું નિર્માણ માટે મોદી સંઘ ઇચ્છતા હતા કે દેશમાં નાનામાં નાનો માણસનો સહયોગ રહે તે રીતે રામ મદિર નું કાર્ય આગળ ધપી રહ્યું છે. રામ મંદિર નો ઇતિહાસમાં ભંડોળનો સહયોગ પણ આલેખાશે.

370 અને 35 એ કાશ્મીરમાંથી મોદી હટાવી ખૂનની નદીઓ નહિ પણ ફટાકડા ફૂટ્યા

આ ગુજરાતી ભાયડો નરેન્દ્ર મોદી કોંગ્રેસીઓથી ડરી જાય, રાજ્ય અને લોકસભામાં કાશ્મીરમાંથી 370 અને 35 એ કલમ હટાવવા મુદ્દે કાશ્મીરમાં ખૂન ની નદીઓ વહેશે તેવો મત વ્યક્ત કરાયો હતો. જોકે કાશ્મીરમાં ફટાકડા ફૂટ્યા અને આજે ખીણમાં લોકોનું જીવન ધોરણ બદલાઈ રહ્યું છે.

ગુજરાતના સપૂત જેને અખંડ ભારતની કલ્પનાને સાકાર કરી, સરદાર પટેલની પ્રતિભા ને અનુરૂપ પ્રતિમાનું કામ PM એ પાર પાડ્યું આજે તાજમહેલ કરતા વધુ પ્રવાસીઓ SOU ની મુલાકાત લઈ રહ્યા છે.

ભરૂચ જિલ્લો SOU માટે પસંદ કરાયો CR પાટીલએ ભાંગરો વાટયો

મંચ પરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે બોલતા CR પાટીલે ભાંગરો વાટયો હતો. SOU માટે ભરૂચ જિલ્લો પસંદ કરાયો કહી ને તેઓએ વધુમાં કહ્યું હતું કે, જે સ્થળે સાયકલ પણ જતી ન હતી. ત્યાં આજે પ્લેન, ટ્રેન, હેલિકોપટર, હજારો વાહનો આવી રહ્યા છે. વિશ્વ વિરાટ સ્ટેચ્યુ ઓફ યુનિટીને પગલે આજે ભરૂચ-નર્મદા સૌથી વધુ ગૂગલમાં સર્ચ થાય છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud