વડદલા હાઇવે પર ટેન્કરનું સીલ તોડી વાલ્વ ખોલી તેમાનું કેમીકલ કારબાઓમાં ભરતા ડ્રાઈવરને SOG એ પકડયો, એક વોન્ટેડ
પાર્કીગ વાળી ખુલ્લી જગ્યામાં GNFC માંથી કેમીકલ ભરીને બહાર જતા ટેન્કરોમાંથી કેટલાક ડ્રાઇવરો ટેન્કરમાંથી કેમીકલ ખાલી કારબામાં ભરી લઇ બીજા અન્યને વેચી દે
WatchGujarat. ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાથી અન્ય રાજય અને શહેરોની જી.આઇ.ડી.સી.માં કેમીકલની હેરાફેરી કરતા ટેન્કર ચાલકો હાઇવે પરથી પસાર થાય છે. જે ગમે ત્યાં ચોરી છુપીથી ટેન્કરોમાથી કેમીકલ ચોરી કરી ગેરકાયદેસર પ્રવૃતિ આચરી રહેલ હોવાની કંપનીઓ તરફથી ઉપરી અધિકારીઓને જાણ કરાઈ હતી.
ટેન્કરોમાંથી કેમિકલ સગેવગે કરવાના કૌભાંડને ડામવા ભરૂચ SOG પીઆઇ કે.ડી.મંડોરા એ ટીમને કાર્ય કરી રહી હતી. PSI એન.જે.ટાપરીયા, એમ.આર.શકોરીયા સહિત સ્ટાફ વડદલા ગામે આવતા પો.કો. શૈલેષભાઇ અને સુરેશભાઇને બાતમી મળી હતી કે, વડદલા ગામની સામે આવેલ ટેન્કરો માટેના પાર્કીગ વાળી ખુલ્લી જગ્યામાં GNFC માંથી કેમીકલ ભરીને બહાર જતા ટેન્કરોમાંથી કેટલાક ડ્રાઇવરો ટેન્કરમાંથી કેમીકલ ખાલી કારબામાં ભરી લઇ બીજા અન્યને વેચી દે છે.
વડદલા ગામ સામે પાર્કીગ વાળી ખુલ્લી જગ્યામાં રેઇડ કરતા ટેન્કર નં . GJ - 06-0-8177 માંથી ટેન્કરનો ડ્રાઇવર કમલેશકુમાર રાજકુમાર બિંદ વાલ્વનું સીલ તોડી પ્લાસ્ટીકની પાઇપ ફિટ કરી ટેન્કરમાંથી ઇથાઇલ એસીટેટ કેમીકલ 4 કારબાઓમાં 80 લીટર ઇથાઇલ એસટેટ કેમીકલ ચોરી કરતા પકડાઈ ગયો હતો. ટેન્કર તથા ટેન્કરમાં ભરેલ કેમીકલ મળી કુલ મુદ્દામાલ ₹11.98 લાખ કબજે કરાયો હતો.
ટેન્કરના ટ્રાન્સપોર્ટ માલીકને બોલાવી ફરીયાદ લઇ બન્ને આરોપીઓ સામે ભરૂચ સી ડીવી.પો.સ્ટે . માં દાખલ કરાયો છે. સ્થળ પરથી ડ્રાઈવર કમલેશકુમાર બિંદ , રહે. સુરમીયા સોસાયટી , ગડખોલ ,અંકલેશ્વર ,મુળ રહે.વિષ્ણુપુર , જિ.ભદોહી ( યુ.પી ) ની ધરપકડ કરાઈ છે. જ્યારે રાજેશકુમાર રામ આશ્રેય રહે.કાસીમપુર ( યુ.પી ) ને વોન્ટેડ જાહેર કરાયો છે.