• વેસલના વેન્ટમાંથી લિકેઝ થયું હોવાનું પ્રાથમિક અનુમાન
  • આકાશમાં પીળા કલરના ધુમાડા ઉડતાં ભયનો માહોલ
  • ઇન્ડસ્ટ્રીયલ એન્ડ સેફરું હેલ્થ વિભાગ શુક્રવારે સ્થળ વિઝીટ કરી તપાસ કરશે

WatchGujarat. દહેજમાં આવેલી રાલિઝ ઇન્ડિયા કંપનીમાં ગુરૂવારે સાંજના સમયે અચાનક નાઇટ્રીક એસિડ લિકેજ થતાં એસિડના પીળા કલરના ધુમાડા આકાશમાં ઉંચે સુધી ઉડ્યાં હતાં. ઘટનાને પગલે કંપનીના કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. બનાવમાં કોઇ જાનહાની થઇ ન હતી. જો કે, આસપાસના ગામોમાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાને પગલે ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.

દહેજ ખાતે આવેલી રાલિઝ ઇન્ડિયા કંપનીમાં ગુરૂવારે સાંજના સમયે રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. તે વેળાંએ અચાનક પ્રોડક્શન વિભાગન વેસલના એક વેન્ટમાંથી નાઇટ્રીક એસિડ લિકેજ થયું હતું. નાઇટ્રીક એસિડ હવામાં ભળતાં પિળા કલરના ધુમાડાના ગોટામાં પરિણમી આકાશમાં ઉંચે સુધી ઉડ્યાં હતાં. એસિડ લીકેજની ઘટનાથી પ્લાન્ટમાં કામ કરી રહેલાં કામદારોમાં દોડધામ મચી ગઇ હતી.

ઘટનામાં કોઇ કામદારને જાનહાની થઇ ન હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. અંદાજે અડધો કલાક સુધી એસિડ લિકેજ થવાનું જારી રહ્યું હતું. બીજી તરફ એસિડના ધુમાડાને કારણે કોઇને અસર થવાની ભિતી સેવાઇ રહી હતી. બનાવની જાણ થતાં દહેજ મરીન પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી. બીજી તરફ લાશ્કરોએ પણ ધસી આવી ઘટના પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ઘટના અંગેની જાણ થતાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમે પણ તપાસ શરૂ કરી હતી. શુક્રવારે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ સ્થળ તપાસ કરી નાઈટ્રીક એસિડ લિકેજના ચોક્સ કારણો તપાસશે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud