• જંબુસર કહાનવાના અલ્પાબેન પટેલ અને અંકલેશ્વર દિવા બેઠકના ભરત પટેલને ઉપપ્રમુખ પદે ઉમેદવારી
  • કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે પૂર્વ મહામંત્રી ધર્મેશ મિસ્ત્રીની વરણી થાય તેવી શકયતા
  • મહિલા પ્રમુખ પાટીદાર જ્યારે ઉપપ્રમુખ કોળી પટેલ

WatchGujarat. ભરૂચ જિલ્લા પંચાયતમાં 26 વર્ષ બાદ સત્તાનું સુકાન BJP ના હાથમાં આવ્યા બાદ મંગળવારે પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત કરવામાં આવી હતી. જિલ્લા પ્રમુખની સામાન્ય મહિલા બેઠક પર અલ્પાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે ભરત પટેલની વરણી કરવામાં આવી છે. કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે પૂર્વ મહામંત્રી ધર્મેશ મિસ્ત્રીની નિયુક્તિની પ્રબળ શકયતા રહેલી છે.

વર્ષ 1995 બાદ ફરી 26 વર્ષ પછી સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીએ ભરૂચ જિલ્લા પંચાયતમાં સત્તાનું સુકાન સંભાળ્યું છે. આ 26 વર્ષ દરમ્યાન 2010 થી 2015 દરમ્યાન BJP અને બિટીપીના ગઠબંધન થકી ભાજપાના પ્રમુખ મનહર ગોહિલ અને ઉપપ્રમુખ અનિલભાઈ ભગત BTP માંથી સત્તા પર બેઠા હતા.

ત્યારે 26 વર્ષ બાદ ફરી એક વાર જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની આગેવાનીમાં ભારતિય જનતા પાર્ટી દ્વારા સ્પષ્ટ બહુમતી સાથે ભરૂચ જિલ્લા પંચાયતમાં સત્તાનું સુકાન સંભાળ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2021 માં ભરૂચ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ ફૂલ 27 બેઠકો ઉપર વિજય મેળવી સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે ત્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ 3 અને કોંગ્રેસના ફાળે ફક્ત 4 બેઠકો આવી છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દા માટે મેન્ડેડ જાહેર કરાતા અલ્પાબેન કમલેશભાઈ પટેલ, જંબુસરના કહાનવા બેઠક પરથી વિજેતા થયેલ જેમને પ્રમુખ પદ માટે ફોર્મ ભર્યું છે. જ્યારે ભરતભાઇ નાગજીભાઈ પટેલ જેઓ અંકલેશ્વર તાલુકાની દીવા 8 બેઠક પરથી વિજેતા થયેલ જે ઉપપ્રમુખ માટેનું ફોર્મ ભર્યું છે.

ભરૂચ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની આગેવાનીમાં બંને ઉમેદવારો એ પ્રમુખ ઉપપ્રમુખ ની દાવેદારી નોંધાવી હતી. આ પ્રસંગે મહામંત્રી નિરલભાઈ પટેલ, જિલ્લા મંત્રી નિશાંતભાઈ મોદી, ભોલાવ બેઠકના વિજેતા ઉમેદવાર ધર્મેશભાઈ મિસ્ત્રી, જંબુસર માજી ધારાસભ્ય છત્રસિંહ મોરી, જિલ્લા ઉપપ્રમુખ પ્રતાપસિંહ પરમાર સહિત ભારતીય જનતા પાર્ટીના વિજેતા ઉમેદવારો, જિલ્લાના અને તાલુકાના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

ભરૂચની 9 તાલુકા પંચાયતો માટે BJP ના પ્રમુખ-ઉપપ્રમુખની દાવેદારી
ભરૂચ તાલુકા પંચાયતના દાવેદારો
પ્રમુખ : મોના પટેલ
ઉપપ્રમુખ મણિલાલ વસાવા
અંકલેશ્વર તાલુકા પંચાયતના દાવેદારો
પ્રમુખ : અરવિંદ પટેલ
ઉપપ્રમુખ તૃપ્તિ જાની
વાગરા તાલુકા પંચાયતના દાવેદારો
પ્રમુખ : કોમલ મકવાણા
ઉપપ્રમુખ : ઇમરાન ભટ્ટી
જંબુસર તાલુકા પંચાયતના દાવેદારો
પ્રમુખ : અંજુબહેન
ઉપપ્રમુખ : સંગીતા પટેલ
હાંસોટ તાલુકા પંચાયતના દાવેદારો
પ્રમુખ : જેમલ પટેલ
ઉપપ્રમુખ : સંગીતા સોલંકી
ઝઘડિયા તાલુકા પંચાયતના દાવેદારો 
પ્રમુખ : રીના વસાવા
ઉપપ્રમુખ: પ્રકાશ દેસાઈ
નેત્રંગ તાલુકા પંચાયતના દાવેદારો 
પ્રમુખ : લીલા વસાવા
ઉપપ્રમુખ : વંદન વસાવા
આમોદ તાલુકા પંચાયતના દાવેદારો
પ્રમુખ : રોનક પટેલ
ઉપપ્રમુખ : હેમલતા પરમાર
વાલિયા તાલુકા પંચાયતના દાવેદારો
પ્રમુખ : સેવંતુ વસાવા
ઉપપ્રમુખ : ધરમસિંહ વસાવા
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud