• કોરોના કાળમાં બીજા વર્ષમાં ક્રેડિટ પ્લાનમાં રૂ. 912.70 કરોડનો વધારો
  • ગત વર્ષ કરતા ખેતી ક્ષેત્રે ધિરાણનો લક્ષ્યાંક 116.82 % ઘટાડી રૂ. 2797.97 કરોડ કરાયો
  • નાના ઉદ્યોગો ક્ષેત્રે લોનમાં ગત વર્ષ કરતા 229% વધારી રૂ. 1752.43 કરોડની જોગવાઈ
  • હાઉસિંગ લોન રૂ. 469.75 કરોડ, શિક્ષણ લોન માટે રૂ. 34.66 કરોડનો લક્ષ્યાંક

WatchGujarat. કોરોના કાળના બીજા વર્ષમાં ભરૂચ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે લોનનો ક્રેડિટ પ્લાન ગત વર્ષ કરતા ₹912.70 કરોડ વધારી કુલ ₹5195.07 કરોડ જાહેર કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં લોન માટેની રકમ નક્કી કરાઇ ભરૂચની 30 બેંકોનું ₹5195.07 કરોડનો ક્રેડિટ પ્લાન મંજૂર કરી કલેકટરના હસ્તે મંગળવારે વિમોચન કરાયું છે.

ભરૂચ જિલ્લાના ક્રેડિટ પ્લાન 2021-22નું વિમોચન જિલ્લા કલેક્ટર ડૉ . એમ.ડી.મોડિયા , બેંક ઓફ બરોડાના ક્ષેત્રીય પ્રબંધક સહાયક જનરલ મેનેજર તરૂણ રાવલ તથા લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર બેન્ક ઓફ બરોડાના  જીગ્નેશ પરમારના હસ્તે કરવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લાની લીડ બેન્ક , બેન્ક ઓફ બરોડા દ્વારા રૂ. 5195.07 કરોડનો ક્રેડિટ પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે . આ પ્લાન અંતર્ગત વિવિધ ક્ષેત્રમાં લોન માટેની રકમ નક્કી કરવામાં આવી છે . જિલ્લાની 30 બેન્કો દ્વારા ક્રેડિટ પ્લાનમાં મુખ્યત્વે પ્રાથમિકતા પ્રાપ્ત ક્ષેત્ર જેમાં ખેતી માટે રૂ. 2797.97 કરોડ , નાના ઉધોગો માટે રૂ. 1752.43 કરોડ તથા અન્ય પ્રાથમિક ક્ષેત્ર જેમાં હાઉસિંગ લોન રૂ. 469.75 કરોડ , શિક્ષણ લોન માટે રૂ. 34.66 કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

બેન્ક ઓફ બરોડાને રૂ 994.88 કરોડ , સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાને રૂ 886.81 કરોડ , ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેન્કને રૂ .960.75 કરોડ તેમજ ખાનગી બેન્કોને રૂ .806.71 કરોડનો લક્ષ્યાંક ફાળવેલ છે.આમોદ તાલુકાને રૂ 380.66 કરોડ , અંકલેશ્વર તાલુકાને રૂ 1012.90 કરોડ , ભરૂચ તાલુકાને રૂ .1704.91 કરોડ , હાંસોટ તાલુકાને રૂ 293.95 કરોડ , જંબુસર તાલુકાને રૂ 465.89 કરોડ , ઝગડિયા તાલુકાને રૂ 528.70 કરોડ , વાગરા તાલુકાને રૂ 435.02 કરોડ , વાલિયા તાલુકાને રૂ 228.02 કરોડ તેમજ નેત્રંગ તાલુકાને રૂ .145.05 કરોડનો લક્ષ્યાંક ફાળવેલ છે.

કોરોના કાળના બીજા વર્ષે વિવિધ ક્ષેત્રમાં લોન માટેના જાહેર કરાયેલા ક્રેડિટ પ્લાનમાં કરાયો છે. ગત વર્ષે ખેતીમાં લોન માટે રૂ. 3268.44 કરોડ નક્કી કરાયા હતા.

જ્યારે નાના ઉદ્યોગો ક્ષેત્રે ભરૂચ જિલ્લામાં 229 % નો વધારો કરાયો છે. ગત વર્ષે નાના ઉધોગો માટે લોન નો લક્ષ્યાંક 39 બેંકોને ₹ 762.13 કરોડ ફળવાયો હતો જે આ વર્ષે વધારી ₹ 1752.43 કરોડ કરાયો છે. જિલ્લામાં ગત વર્ષ કરતા આ વર્ષે ક્રેડિટ પ્લાનમાં ₹ 912.70 કરોડનો વધારો કરાયો છે. ગત વર્ષે જિલ્લાનો ક્રેડિટ લોન પ્લાન ₹ 4285.37 કરોડ જાહેર કરાયો હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud