વાપીના જૈન વેપારીએ પ્લોટ ખરીદ્યા બાદ ભરવાડોએ ગેરકાયદે કબજો કર્યો હતો
ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં ઝુંપડાઓ અને પાકુ બાંધકામ કરી વસવાટ કરાતો હતો
WatchGujarat. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના સિલુડી ગામે 8 ભરવાડો સામે 36,500 ચોરસ મીટરનો ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ પર ગેરકાયદે કબ્જા બદલ જિલ્લામાં પહેલો લેન્ડ ગેબરિંગ એકટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વાપીમાં મહાવીર રેસિડેન્સીમાં રહેતા વેપારી સુરેશભાઇ ભુરાલાલ જૈન એ 2009 માં ભાઈ સેસમલ જૈન સાથે મળી મહાવીર એન્ટરપ્રાઈ પેઢીની શરૂઆત કરી હતી.
10 વર્ષ પહેલાં વાલિયા સીલુડી ચોકડી ખાતે ઔદ્યોગિક હેતુસર મહાવીર એન્ટરપ્રાઈ પેઢીના નામે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર લેવાનું નક્કિ કરેલ હતું અને 7/1 અમોએ મહાવીર એન્ટરપ્રાઈ ના નામે વાલીયા સીલુડી ચોકડી ખાતે આવેલ ઈસ્ટ્રીયલ પ્લોટ 36,500 ચો.મી. બ્લ્યુ વ્હેન્ડસ ઈન્ડીયા લીમીટેડ પાસેથી ખરીદ કર્યો હતો.
મહાવીર એન્ટરપ્રાઇઝમાં બન્ને જૈન બંધુઓ 50-50 ટકાના ભાગીદાર હતા. ઈસ્ટ્રીયલ પ્લોટ નામે તબદીલ થયા બાદ સદર જગ્યા ની ફરતે તાર ફેન્સિંગ કરાવેલ. પ્લોટમાં બાંધવામાં આવેલ તાર ફેન્સીંગને વારંવાર અજાણ્યા ઈસમો નુકશાન કરતા હોય અને તેના લીધે પ્લોટ ઉપર કોઇ બાંધકામ કરાવેલ ન હતુ. વાલીયા ખાતે આવી પ્લોટ જોતા કેટલાક ભરવાડોએ ગેરકાયદેસર રીતના પ્લોટ ઉપર ઝુપડા બનાવી ઢોરો બાંધી તબેલા બનાવી પાકુ બાંધકામ કરી દીધેલ હતું. ભરવાડોને વારંવાર જગ્યા ખાલી કરવા માટે કહેતા ખાલી કરેલ નહિં અને થાય તે કરી લેજોની ધમકી આપી હતી.
આખરે જૈન વેપારીએ 29 ડિસેમ્બરે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 ( લેન્ડ ગેબરિંગ એક્ટ ) હેઠળની અરજી ભરૂચ કલેક્ટરને કરી હતી. અરજી ની તપાસ ઝઘડિયા નાયબ કલેકટરને સોંપતા 11 જાન્યુઆરી ના રોજ પ્લોટની રૂબરૂ મુલાકાત લઈ યોગ્ય કાર્યવાહી કરી ગેરકાયદેસર રીતે રહેતા રામજીભાઇ નાગજીભાઇ ભરવાડ, હરજીભાઇ નાગજીભાઇ ભરવાડ, જગસીભાઇ નાગજીભાઇ ભરવાડ, ભીખાભાઇ નાગજીભાઇ ભરવાડ, ગરબાભાઇ ખેંગારભાઇ ભરવાડ, વીલાભાઇ વિહાભાઇ ભરવાડ, સતાભાઇ વિહાભાઇ ભરવાડ અને ઘેલાભાઇ ડાહ્યાભાઇ ભરવાડ ના સયુક્ત જવાબો લેવાયા હતા. સાથે જ 12 મી એ વેપારીનું નિવેદન લીધા બાદ કલેકટર કચેરીએ 21 જાન્યુઆરીએ કમીટી બેઠી હતી.
નિવાસી અધિક કલેક્ટરે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ 8 ભરવાડો વિરુધ્ધ પ્રથમ દ્રષ્ટીએ ગુનો બનતો હોવાનું જણાય આવતા ફરીયાદ દાખલ કરવા હુકમ કરતા વાલિયા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.