ભરૂચ જિલ્લા પંચાયત, 9 તાલુકા અને 4 પાલિકાની મતગણતરી 12 સ્થળોએ 172 ટેબલો પર મતગણતરી શરૂ
જિલ્લા પંચાયત 68.08, ભરૂચ પાલિકા 52.76, અંકલેશ્વર 65.65, આમોદ 73.81
ભરૂચ પાલિકા વોર્ડ નંબર 1 ના બેલેટ પેપરનું કાઉન્ટીગ
કોલેજ રોડ ઉપર BJP, કોંગ્રેસ, AIMIM, BTP, આપ, અપક્ષોનો ટેકેદારો સાથે જમાવડો
કે.જે.પોલિટેક્નિક કોલેજ પર મતગણતરીને લઈ સવારે 6 થી બપોરે 2 કલાક સુધી શીતલ સર્કલથી કોલેજ સુધી વાહન વ્યવહાર પર પ્રતિબંધ સાથે ડાયવર્ઝન
WatchGujarat. ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજની 348 બેઠકો પર 1023 ઉમેદવારોની મતગણતરીનો 12 સ્થળોથી આરંભ થયો છે. સૌથી પહેલા બેલેટ પેપરની ગણતરી હાથ ધરાઈ છે. ભરૂચ કે.જે. પોલિટેક્નિક મતગણતરી સ્થળે વોર્ડ નંબર 1 ની બેલેટ પેપર ગણતરી ટાણે જ 5 મિનિટ માટે વીજળી ડુલ થઈ ગઈ હતી. 20 મિનિટમાં બેલેટ પેપરની ગણતરી પુરી થતા ભરૂચ પાલિકા વોર્ડ નંબર 1 ના EVM મતોની ગણના શરૂ કરાઇ છે.
ભરૂચ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 33 બેઠકો માટે કુલ મતદાન 68.08 ટકા નોંધાયું છે. જ્યારે 9 તાલુકા પંચાયતોમાં સૌથી વધુ નેત્રંગ 79.56 અને સૌથી ઓછું ભરૂચ 60.07 % રહ્યું છે. જિલ્લાની 4 પાલિકામાં પણ ભરૂચ પાલિકા 53.67 ટકા મતદાન સાથે છેલ્લા ક્રમે જ્યારે આમોદ 73.81 % સાથે પ્રથમ રહી છે.
મંગળવારે જિલ્લા પંચાયતની 33 બેઠક, 9 તાલુકા પંચાયત અને 4 પાલિકાની મતગણતરી 12 સ્થળો ઉપર હાથ ધરવામાં આવી રહી છે. જેમાં જિલ્લા અને તાલુકા પંચાયતની મતગણતરી 136 ટેબલ ઉપર હાથ ધરાઈ રહી છે.
છેલ્લી 2 ચૂંટણીઓથી ભરૂચ અને અંકલેશ્વર પાલિકામાં મતદાનની ટકાવારી ઘટી રહી છે. ગત 2015 કરતા 5 થી 7 % નો ઘટાડો આ વખતે નોંધાયો છે. મંગળવારે મતગણતરી ને લઈ શીતલ સર્કલથી કોલેજ રોડ ઉપર વાહન વ્યવહાર માટે સવારે 6 થી બપોરે 2 કલાક સુધી પ્રતિબંધ મૂકી ડાયવર્ઝન આપવામાં આવ્યો છે. ભરૂચ તાલુકા અને જિલ્લા પંચાયત બેઠકો અને પાલિકાની મતગણતરી કે.જે.પોલિટેક્નિક કોલેજ ખાતે હાથ ધરાઇ રહી છે.
ભરૂચ કોલેજ રોડ ઉપર સવારે જ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. કોલેજ રોડ અને મતગણતરી સ્થળ વિવિધ રાજકીય પક્ષો, ઉમેદવારો અને સમર્થકોથી છલકાઈ ગયો છે.