પરદેશમાં દેશનું કૂતરુંય વ્હાલું લાગે. ભૃગુકચ્છ. ભાંગ્યું ભાંગ્યું તો ય ભરૂચ!! જૂનાં ભરૂચનાં જાણીતા વિસ્તારોમાં કોટ – લાલબજાર – ચકલા – ઘોડીકોઇ – કસક – કોઠી – ફુરજા – આલિયાબેટ - દુબઈ ટેકરી જેવાં અનેક. નવું ભરૂચ ઝાડેશ્વર ચોકડીથી પશ્ર્ચિમ તરફ વિકસતા તુલસીધામ, પ્રમુખશ્રી બંગલો, ABC સકૅલ, મઢુલી, મંગલા પાકૅ, શ્રવણ ચોકડી, બાયપાસથી છેક દહેગામ સુધીને ભેંસલી રહિયાત ચોકડીથી દહેજ લગ.
શ્રવણ ચોકડી શ્રવણ સ્કૂલથી પ્રખ્યાત. ત્યાંથી નજીકમાં જ્યાં લોકો માતરીયા તલાવે લટાર મારવાની મજા કરે તો શક્તિનાથ કને આવેલી ખાઉધરા ગલીની માર્કેટથી શાક લેતાં જાય ને જોડે થોડું ચટર પટર થઇ જાય જે હાલ પુરતું સૂમસામ લાગે છે. લોકડાઉનમાં લોકોની સામાન્ય સમજ એવી કે કામ ધંધા બંધ છે. લોકડાઉનનાં નામે ઉઘરાણીમાં વાંધા વચકા જણાય પણ આ 'લોકડાઉન'ને પણ એનકેશ કરી જાણે એ ખરો ગુજરાતી.
આ બધી પરિસ્થિતિમાં પણ યાને 'લોકડાઉન' સમયે કોઇ લોકડાઉન સેવઉસળ નામે કોઇ રેસ્ટોરન્ટ તમને મળી આવે તો કેવું લાગે? એવું ભરૂચમાં જ બને!! સુજની - સિંગની જોડે હવે લોકડાઉન સેવઉસળનું કનેક્શન શોધવાં એક વડોદરાવાસીની આ વિચારનાં પ્રણેતાની જોડે કરેલી વાતચીત તરી જોડે એક્સ્ટ્રા રસા જોડે માણીએ.
'શોખ બડી ચીજ હૈ'વાળા ૧૦૦ જેટલા મિત્રોને સેવઉસળ ખાવાનો ચસકો. લોકડાઉન વેરી બન્યું. લંબાયું. કોણ ઠારે આ જઠરાગ્નિ? દિલ ચાહતા હૈ.. ની મમતે સેવઉસળ બનાવવાવાળાઓને વિનવ્યાં બધું ફોક ગયું ને છેવટે દસ જેટલાં મિત્રોએ એકબંધ ઘરમાં 'અપના હાથ જગન્નાથ કરી'ને જાતે મેતે પોતે બનાવ્યું સેવ ઉસળ. એક ટેકસ કન્સલ્ટન્ટ તો એક ફોટોગ્રાફર ને બીજો તો કઇંક ત્રીજું ન કરવાવાળા આ ગુજ્જુઓએ પરમિશનથી માંડીને બાકી શરૂ કર્યો પ્રથમ પ્રયોગ.
એક બાજુ વોકલ ફોર લોકલનું એલાન થયુંને આ મિત્રોની નિકલ પડી.શક્તિનાથથી કલેક્ટર અોફિસ જતાં ડાબીબાજુએ મોજૂદ છે આ સરસ મજાની બામ્બુ સ્ટિક ધરાવતી ભરૂચગરાઅોને મસ્તીથી સેવ ઉસળ ખવડાતી આ 'લોકડાઉન સેવઉસળ#ભરૂચ#દોસ્તી#નવલું સાથૅક નિવડેલું નજરાણું.સરજમીને સેવઉસળ હવે ભરૂચ બ્રાન્ડનું વોકલ ફોર લોકલ.લોકડાઉન પ્રિઝેન્સ ગરમાગરમ સેવ ઉસળ આપની સેવામાં ફક્ત રુપિયા ૨૦માં આતો કહે છે ને કે મન હોય તો માંડવે જવાય એમ વડોદરા સિવાય હવે બધે સેવઉસળ ખવાય.
ઢિંચકેવુ: 'ભરૂચમાં એકવાર સમોસા ખાધા તો બટાકા વટાણાંનાં માવાની જગ્યા એમાંથી પણ સિંગ નીકળી બોલો..!! 'સમોસામાં સિંગ??