લોકશાહીમાં અચૂક મતદાનની દરેકને અપીલ સાથે સંતોષીનગર મિશ્રશાળા મથકે વરરાજા મુસ્તકનું મતદાન
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વહેલી સવારથી જ કેટલાક બુથો પર મતદાનની કતારો
WatchGujarat. ભરૂચ પાલિકાના 11 વોર્ડની ચૂંટણી માટે રવિવારે સવારથી જ મતદાન હાથ ધરાતા કેટલાક મતદાન મથકોએ લાંબી કતારો જોવા મળી હતી. પરિવાર સાથે જાન પ્રસ્થાન પહેલા મત આપવા આવી ચઢેલા દુલ્હેરાજાએ મતદારોમાં આકર્ષણ જમાવ્યું હતું.
ભરૂચ પાલિકા સાથે જિલ્લાની 9 તાલુકા, 1 પંચાયત અને અન્ય 3 નગર પાલિકાની ચૂંટણી માટે સવારે 7 કલાકથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. કેટલાક મતદાન સ્થળોએ મતદારોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ઉત્સાહ જોવા મળતા સવારથી જ કતારો જામી હતી.
મુસ્લિમ સમાજમાં હાલ લગ્નની મોસમ ચાલી રહી છે ત્યારે શહેરના સંતોષીનગર મિશ્ર શાળા મતદાન મથકે દુલ્હેરાજા નિકાહ પઢતા પેહલા પરિવાર સાથે લોકશાહીનું પર્વ મનાવવા ઉમટી પડતા અન્ય મતદારોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
મુસ્તાક દુલ્હેરાજાના પરિધાનમાં સજ્જ અન્ય પરિજનો સાથે જાન પ્રષ્ઠાન પેહલા મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકે પહોંચ્યા હતા. વરરાજા એ મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આજે મારા લગ્ન છે અને થોડીવારમાં જાન પ્રષ્ઠાન કરશે ત્યારે, મતદાન એ પેહલી ફરજ હોવાથી હું માતા, પિતા, બહેન અને પરિવાર સાથે આવ્યો છું, અમે અમારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે, તેમ કહી અન્ય મતદારો ને પણ અચૂક મતદાન કરવા વરરાજા અને તેમના પરિવારે સૂચન કર્યું હતું.