• અહેમદ પટેલની કબર ઉપર ગુલામનબી આઝાદ, આનંદ શર્મા, ભુપેન્દ્ર હુડા સહિતના રાષ્ટ્રીય દિગગજોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
  • પીરામણ ગામે પરિવારની મુલાકાત લઇ દિલસોજી પાઠવી

 

WatchGujarat  રાષ્ટ્રીય દિગ્ગજ નેતા કોંગ્રેસના આધારસ્તંભ રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલની અણધારી વિદાયથી સમગ્ર કોંગ્રેસ અને લાખો શુભચિંતકો ઘેરા આઘાતમાંથી હજી બહાર આવી શક્યા નથી. પીરામણ ગામે પરિવારને દિલસોજી પાઠવવા અને તેમની કબર ઉપર શ્રદ્ધાસુમન અર્પવા શનિવારે રાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ, હરિયાણાના માજી મુખ્યમંત્રી ભુપેન્દ્ર હુડા તેમજ માજી વિદેશ મંત્રી આનંદ શર્મા સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનો કાફલો આવી પોહચ્યો હતો.

રાષ્ટ્રીય દિગજ્જ કોંગી નેતાઓ અહેમદ પટેલના પીરામણ સ્થિત નિવાસસ્થાને પહોંચી પુત્ર ફેઝલ પટેલ, પુત્રી મુમતાઝ, તેમના પત્ની સહિત પરિવારને મળી પોતાની સંવેદના વ્યક્ત કરી દિલસોજી પાઠવી હતી.

ભરૂચ જિલ્લાનાં પનોતા પુત્ર અને કોંગ્રેસનાં રાષ્ટ્રીય નેતા સ્વ. અહેમદ પટેલનાં નિધનનાં પગલે સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઈ છે. દેશનાં રાષ્ટ્રીય નેતાઓ સ્વ. એહમદ પટેલનાં પરિવારજનોને સાંત્વના અર્પવા પિરામણ આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. મરહુમ અહેમદ પટેલનાં પિરામણ સ્થિત નિવાસસ્થાને કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ ગુલામ નબી આઝાદ, માજી કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા, હરિયાણાનાં માજી મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડા સહિતનાં દિગ્ગજ નેતા પીરામણ પોહચી સ્વ.અહેમદ પટેલના પરિવાજનોને મળી સાંત્વના પાઠવી હતી. જ્યાં તેઓની વાડી માં પરિવાર સાથે મુલાકાત કરી હતી. પીરામણ ના કબ્રસ્તાનમાં દિવંગત નેતાની પાક કબર ઉપર શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

ગુલામનબી આઝાદે જણાવ્યું હતું કે, કોંગ્રેસના બુનિયાદી આધારસ્તંભની અણધારી વિદાય સમગ્ર કોંગ્રેસ સહિત દેશ માટે આઘાતજનક અને કદી ન પુરાઈ શકે તેવી ખોટ છે. કોંગ્રેસ પાર્ટીએ એક પિલર ગુમાવ્યો છે, ત્યારે દેશ એ પણ હંમેશા દિનદુઃખિયા ઓની સેવામાં તત્પર રહેતા લોકનેતાને ગુમાવ્યો છે. અહેમદ પટેલનો આ જવાનો સમય ન હતો, આજે કોંગ્રેસ જ નહીં પરંતુ દેશને પણ આ સમયે તેમની જરૂર હતી. રાષ્ટ્રીય કોંગ્રેસી નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપવા સાથે પરિવારને દિલાસો પાઠવ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud