2 કલાકથી લાગેલી આગ પર ડીપીએમસી અને પાલિકાના 3 ફાયર ટેન્ડર દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો
કંપની સોલ્વન્ટ રિકવરી ઉત્પાદન સાથે સંકળાયેલ છે
અન્ય ગોડાઉનમાં ડ્રમો રાખવા બદલ અગાઉ જીપીસીબી એ કંપનીની નોટીસ પણ ફટકારી હતી
અંકલેશ્વર. પાનોલી જીઆઈડીસીની પાર્થ કેમિકલ કંપનીમાં સોલવન્ટના જથ્થામાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ છે. ડીપીએમસી અને પાલિકાના 3 ફાયર ટેન્ડર દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો છેલ્લા 2 કલાકથી થઈ રહ્યા છે. કંપની સોલ્વન્ટ રિકવરી ઉત્પાદન સાથે સંકળાયેલ છે. આગાઉ અન્ય ગોડાઉનમાં ડ્રમો રાખવા બદલ જીપીસીબીએ અગાઉ કંપનીને નોટીસ પણ ફટકારી હતી.
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલ પાર્થ કેમિકલ કંપની બુધવારની મોડી સાંજે ગોડાઉનમાં રહેલ સોલવન્ટ ના વિપુલ જથ્થામાં આગ ભભૂકી ઉઠી હતી. જોત જોતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. આગની જ્વાળાઓ 50 મીટર ઉપર સુધી પહોચી ગઈ હતી. ઘટનાની જાણ પાનોલી ફાયર તેમજ ડીપીએમસી અંકલેશ્વરને થતા 3 જેટલા ફાયર ટેન્ડરો સાથે ધટના સ્થળ પર દોડી આવી આગ પર કાબૂ મેળવાના પ્રયત્નો તેજ કર્યા હતા.
સોલવન્ટ નો વિપુલ જથ્થો સ્ટોર કર્યો હોવાથી આગ પર કાબૂ મેળવો મુશ્કેલ બન્યો હતો. કંપની સોલવન્ટ રિકવર કરવાની પ્રોસેસ કરે છે. ત્યારે ગોડાઉન માં શોર્ટ સર્કિટ કે સ્પાર્ક થવા ના કારણે આગ લાગી હોવાની શક્યતા પ્રાથમિક તબક્કે વ્યક્ત કરાય રહી છે. ધટનાની જાણ ફેક્ટરી ઈન્સ્પેક્ટર તેમજ જીપીસીબીને થતા અધિકારીઓ દોડી આવ્યા હતા. તાલુકા ડીઝાસ્ટર ટીમ પણ ધટના સ્થળે પહોચી હતી.
હાલ કોઈ જાનહાની સર્જાય ન હોવાનુ જાણવા મળી રહ્યું છે. ઘટનાના બે ક્લાક બાદ આગ અંશતઃ કાબૂમાં આવી છે. સોલવન્ટ વિપુલ જથ્થો હોવા થી ફાયર ફાઈટરોને નજીક પહોંચવું મુશ્કેલ બન્યુ હતુ અને સોલવન્ટ ભરેલા ડ્રમો માં બ્લાસ્ટના પગલે આગ ભયાવહતા વધુ જોવા મળી હતી. આ લખાઈ રહ્યું છે ત્યા સુધી હજી આગ સમ્પૂણ કાબૂ માં આવી નથી. ફાયરના અન્ય કંપની ના ટેન્ડરો પણ મદદ માટે દોડી આવ્યા હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે અગાવ અન્યત્ર સ્થળે સોલવન્ટનો જથ્થો સ્ટોર કરવા બદલ જીપીસીબીએ પાર્થ કેમિકલ્સને નોટીસ પણ ફટકારી હતી.
https://youtu.be/6DDlk7RixBs
- 2 કલાકથી લાગેલી આગ પર ડીપીએમસી અને પાલિકાના 3 ફાયર ટેન્ડર દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો
- કંપની સોલ્વન્ટ રિકવરી ઉત્પાદન સાથે સંકળાયેલ છે
- અન્ય ગોડાઉનમાં ડ્રમો રાખવા બદલ અગાઉ જીપીસીબી એ કંપનીની નોટીસ પણ ફટકારી હતી