દારૂડિયાની નશામાં હરકત કે ચોરીનો પ્રયાસ પોલીસની તપાસ બાદ હકીકત બહાર આવશે
ડ્રાઇવરે જોતા પિછો કર્યો, 100 મીટર દૂર ગયાં બાદ પીધેલો હોનારત સર્જે પેહલા પકડાયો
અંક્લેશ્વર. સીટી ડેપોમાં જઇ ચઢેલાં પુનગમના PK (દારૂડિયા) એ સર્વિસ સ્ટેશન પાસે ઉભેલી રાજપીપળાથી આવેલી બસમાં ડ્રાઇવર સીટ પર બેસી બસ હંકારી દેતા હડકપ મચી ગઇ હતી. કન્ટ્રોલરૂમ પર એન્ટ્રી કરાવવા ગયેલા ડ્રાઇવર-ક્લિનરે બસને ઉડન છું થતા જોતા સટાકાભેર દોડ લગાવી આશરે 100 મીટર દુર બસ અટકાવી પીધેલાને પકડી પાડ્યો હતો.
પુનગમના નશામાં ચકચૂર યુવાને પીધેલી હાલતમાં બસ લઈ હનકારી મૂકી હતી કે ચોરીનો પ્રયાસ કર્યો હતો તે અંગે સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અંક્લેશ્વર સીટી એસટી ડેપોમાં સોમવારે સાંજે રાજપીપળા-અંકલેશ્વરની બસ લઈ ડ્રાઈવર-કન્ડક્ટર નિયત શિડયુલ મુજબ આવી પોહચ્યા હતા.
ડ્રાઇવરે બસ સર્વિસ સ્ટેશન પાસે પાર્ક કરી કન્ડક્ટર ડેમો મેનેજરના રૂમમાં એન્ટ્રી કરવા ગયાં હતાં. જે વેળા એક દારૂડિયો બસ પાસે પહોંચી ડ્રાઇવરની કેબીનમાં ઘૂસ્યો હતો. પીધેલાએ બસ ચાલું કરી ડેપોની બહાર રમરમાટ હંકારી દીધી હતી. પોતાની બસ લઈ કોઈ ભાગતું જોતા ડ્રાઇવર કન્ડક્ટરના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. ડેપોમાંથી ડ્રાઈવર-કંડકટરે બસની પાછળ દોટ મૂકી હતી. નશેબાજે અંદાજે 100 મીટર જેટલી બસ આડેધડ હંકારતા આસપાસમાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બસ પાછળ દોડતા અને બુમો મારતા ડ્રાઈવર-કંડકટરને લઈ લોકોમાં પણ કુતુહલ સર્જાયું હતું.
આખરે ડ્રાઈવર કંડક્ટરે બસને અટકાવી દઈ દારૂડિયાને બસમાંથી બહાર કાઢ્યો હતો. PK બની બસ ચોરી જતા યુવાનને અંકલેશ્વર પોલીસને હવાલે કરાતા પ્રાથમિક પુછપરછમાં તેનું નામ રાકેશ ભરત પરમાર રહે. પુનગામ, અંક્લેશ્વર હોવાનું બહાર આવ્યું હતું. ઘટનાની ડેપો મેનેજર તેમજ ડ્રાઇવર-કન્ડક્ટરે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.