• એક માસમાં આઠ વાર વાયર તુટી જતાં ગ્રામજનોને ભારે નુકશાન
  • ગામમાં વીજ લોડ વધુ હોય કેબલ ફોલ્ટ સામે DGVCL ના હાથ અધ્ધર

ભરૂચ. તાલુકાના દયાદરા ગામે દક્ષિણ ગુજરાત વિજ કંપની ના અણઘડ વહીવટ ના પગલે મોટી જાનહાની થાય એવા એંધાણ વર્તાઇ રહ્યા છે છેલ્લા એક માસમાં ગામના મુખ્ય બજારમાં ધડાકા ભેર વીજ વાયરો તૂટી પડતા લોકોમાં ભય અને દહેશતનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. મુખ્ય બજારમાં છેલ્લા એક મહિનાથી DGVCLના પાપે વગર દિવાળીએ દિવાળીએ લોકોના જીવ જોખમાય તેવી

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના દયાદરા ગામે છેલ્લા એક માસ દરમિયાન વીજ વાયરો શોર્ટ સર્કિટના કારણે ધડાકાભેર તૂટી પડવાની 8 જેટલી ઘટનાઓ બનવા પામી છે. શોર્ટસર્કિટને કારણે પ્રચંડ ધડાકો થઈ વીજ વાયરો તૂટી પડતાં કોઈક મોટી હોનારત સર્જાઇ તેવી ભીતિ ઊભી થવા પામી છે.

આ અંગે ગ્રામજનો દ્વારા વારંવાર દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને ફરિયાદ કરવા છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી  કોઇ મોટી દુર્ઘટના સર્જાઈ તેની રાહ જોઈને બેઠા હોય તેમ જણાય છે. ગામના જાગૃત નાગરિક મુસ્તાક તાંદલજા વાલા એ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મકતમપુર રૂરલ એન્જિનિયર સાથે ટેલિફોનિક વાત કરતા એન્જીનીયરે ઉદ્ધતાઈ પૂર્વક વાત કરી “તમારે જ્યાં ઉપર ફરિયાદ કરવી હોય ત્યાં કરો તંત્ર આમ જ ચાલશે “તેમ જણાવતા ગ્રામજનોમાં વ્યાપક આક્રોશ ફેલાવવા પામ્યો છે.

ઉલ્લેખનીય છે કે વીજ વાયરો તૂટી પડવાની આ ઘટનામાં દયાદરા ગામે વિજ ઉપકરણો ફૂંકાઇ જવાના પણ સંખ્યાબંધ બનાવો બનતા ગ્રામજનોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે ગ્રામજનો દ્વારા આ અંગે ગ્રાહક સુરક્ષામાં ઓનલાઈન ફરિયાદ પણ દાખલ કરાઇ છે જીઇબીની આ બેદરકારીને પગલે ગ્રામજનો મોટા પાયે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી રહ્યાં છે. બીજી તરફ વીજ કંપનીએ લોડ કહેતા ગ્રામજનોએ લોડ નિયત કરવા જરૂરી કાર્યવાહી અંગે રજુઆત કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud