આમોદ પુરસા રોડ , નવીનગરી ખાતેથી રહીમમીંયા તથા જાવીદ પટેલ નામના 2 શખ્સોની એવ.સી.બીએ ધરપકડ કરી
જાવીદ પટેલની અગાઉ પણ આર્મસ એક્ટ હેઠળ ધરપકડ થઇ હતી.
ભરૂચ. શહેરમાં “ અંબીકા જવેલર્સ ખાતેના લુંટના બનાવ બાદ DSP રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી , એસ.ઓ.જી. અને પેરોલ સ્કવોર્ડની પોલીસ ટીમો દ્વારા ભરૂચ જીલ્લામાંથી છેલ્લા 15 દિવસમાં 4 ઘાતક હથીયારો સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે.
એલ.સી.બી. પોલીસને ગુપ્ત રાહે બાતમી મળી હતી કે , આમોદના રહીમમીંયા પાસે અગ્નિશસ્ત્રો છે. જે અગ્નિશસ્ત્રો સાથે રહીમમીંયા, જાવીદ કે જે અગાઉ હથીયાર સાથે પકડાયો હતો . તેને લઇ જાહેરમાં ફરે છે જે બાતમીને ડેવલપ કરી એલ.સી.બી. ધ્વારા રહીમમીંયાને હસ્તગત કરી તેના આમોદ ખાતેના ઘરમાંથી MADE IN USA ના માર્કવાળી 1 પિસ્તલ , ખાલી મેઝીન 1 અને કાર્ટીઝ 1 જેવા ઘાતક અગ્નિશસ્ત્રો લાયસન્સ વગરના પકડી પાડી આરોપી રહીમમીંયાને અગ્નિશસ્ત્રો બાબતે ઘનિષ્ટ પુછપરછ કરતા તેણે અગ્નિશસ્ત્રો પાડોશમાં રહેતા જાવીદ અબ્દુલ પટેલ પાસેથી વેચાણ લીધા હોવાનું જણાવતા જાવીદને હસ્તગત કરાયો હતો.
તેની પુછપરછ અગ્નિશસ્ત્રો બાબતે કરતા તેણે અગ્નિશસ્ત્રો નીતીન ઉર્ફે શંભુ દિનેશભાઇ પટેલ રહેવાસી- સુરત પાસેથી વેચાણ લીધા હોવાનું જણાવતાં બન્ને આરોપીઓને હસ્તગત કરી આમોદ પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ એલ.સી.બી. દ્વારા હાથ ધરી આરોપીઓના પોલીસ રીમાન્ડ મેળવવામાં આવનાર છે .
ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા કુલ 5 ઘાતક હથીયારો સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે અને જીલ્લામાં ઘાતક હથીયારો સાથે કોઇ પણ અસામાજીક તત્વોને નહી છોડવા ભરૂચ જીલ્લા પોલીસ કટીબધ્ધ છે .
પકડાયેલ આરોપીઓ
રહીમમીંયા શેરૂમીંયા રસુલમીયા કાજી
જાવીદ અબ્દુલ અહેમદ પટેલ બન્ને રહેવાસી- નવીનગરી , પુરસા રોડ આમોદ તા.આમોદ જી.ભરૂચ
પકડાયેલ આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ
આરોપી જાવીદ પટેલ 2014 થી અલગ અલગ ગુનાઓ કરતો આવ્યો છે તે અગાઉ એક અગ્નિશસ્ત્રના કેસમાં બી ડીવીઝનમાં તથા 3 ઘરફોડ ના કેસમાં કાવી પો.સ્ટે.માં અને મારામારીના ગુનામાં આમોદ પો.સ્ટે.માં તથા પ્રોહીબીશનના ગુનાઓમાં વાપી , પારડી ( વલસાડ ) પોલીસ સ્ટેશનમાં પકડાયેલો છે.