કરજણના વલણ ગામના 2 આરોપી ગાંજાની હેરાફેરી કરતા હોવાની SOG ને માહિતી મળી હતી
ઝનોર -શુક્લતીર્થ રોડ પરથી એસઓજી અને પાલેજ પોલીસે ઇકો કારમાંથી ગાંજા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યાં છે.
ભરૂચ. રાજ્યમાં દારૂ બંદીની સાથે માદક પદાર્થો ઉપર પણ સખ્ત પ્રતિબંધ છે. ત્યારે સસ્તા અને અને સહેલાઇથી હેરાફેરી કરી શકાય તેવા માદક પદાર્થનો વેપલો રાજ્યમાં પુર જોશમાં ચાલી રહ્યો છે. યુવા પેઢી સૌથી વધુ આ માદક પદાર્થનુ સેવન કરવાના રવાડી ચઢી છે. જેથી દારૂની હેરાફેરી કરનાર બુટેલગરોની સાથે ગાંજાની હેરાફેરી કરતા કેરિયરો ઉપર પોલીસની ચાંપતી નજર રાખી રહીં છે.
આજની યુવા પેઢીમાં ગાંજાના સેવનનુ પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં વધતુ જોવા મળી રહ્યું છે. જોકે આ નશો કરનારને વધુ રૂપિયા ખર્ચ કરવા પડતા નથી નાતો આનુ સેવન કર્યા બાદ દારૂ જેવી ગંધ મોઢામાંથી આવે છે. જેથી કોઇને ખબર પણ ન પડે તેવા માદક પદાર્થોનુ યુવા પેઢી સેવન કરવાના રવાડે ચઢી રહીં છે. તેવામાં કરજણના વલણ ગામના 2 શખ્સો ગાંજાની હેરાફેરી કરતા હોવાની બાતમી એસઓજી હે.કો. હરેશભાઇને બાતમી મળી હતી. જેમાં ઝનોર-શુકલતીર્થ રોડ પર સફેદ કલરની ઇકો કારમાં ગાંજાની હેરાફેરી થવાની છે, તેવી ચોક્કસ બાતમી પોલીસ પાસે હતી.
જેના આધારે પાલેજ પી.આઈ. બી.પી. રજયા, એસ.ઓ.જી. પોસાઇ એન.જે. ટાપરિયા સહિત સ્ટાફે ઝનોર-શુક્વોલતીર્થ રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન ઇકો કાર નજરે પડતા તેને અટકાવી તલાશી લેતા કાપડની થેલીમાંથી 2 કિલો 415 ગ્રામ ગાંજો કિંમત રૂપિયા 14490 મળી આવ્યો હતો. જેથી પોલીસે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી કરજણના વલણ ગામના જાવેદ ઉસ્માન પટેલ અને ઇનાયત યુનુસ જમાદારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.