3 દિવસ પહેલા જ ટંકારીયાના 6 યુવાનોનું તેમની જ કારમાં સાઉથ આફ્રિકામાં હાઇવેથી અપહરણ કરાયું હતુ
એક જ મહિનામાં ભરૂચ જિલ્લાના વતનીઓને લૂંટવાની 5મી ઘટના
ભરૂચ. એક મહિનામાં દક્ષિણ આફ્રિકામાં વસતા ભરૂચ જિલ્લાના વતનીઓ પર ફાયરિંગ અને ગન પોઈન્ટ પર લૂંટ ચલાવવાની 5મી ઘટના મંગળવારે ઘટી હતી. ભરૂચ તાલુકાના ટંકારીયા ગામના યુવાન વેપારીની દુકાનમાં બંદૂક સાથે ઘુસી આવેલા 4 નિગ્રો દુકાનમાંથી રોકડા લૂંટી ફરાર થઇ ગયા હતા. સમગ્ર લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
દક્ષિણ આફ્રિકામાં ભારતીયો ઉપર હુમલાના અવારનવાર બનાવો બનતા રહે છે ભરૂચ જિલ્લામાંથી રોજી રોટી કમાવવા ગયેલા અને સાઉથ આફ્રિકા સ્થાયી થયેલા કેટલાય લોકો હબસીઓનો ભોગ બન્યા છે. આવો જ લૂંટનો વધુ એક બનાવ મંગળવારે સાઉથ આફ્રિકાની વેંડા સિટીમાં બન્યો હતો. વેંડામાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર ધરાવતા ભરૂચ તાલુકાના ટંકારીયા ગામના યુવાન વેપારીની શોપમાં 4 લૂંટારું ઘુસી આવ્યા હતા.
https://twitter.com/watchgujarat/status/1310930331646808064?s=21
લૂંટારુઓ ગન સાથે જ દુકાનમાં ઘૂસતા દુકાનદાર વેપારી અને ગ્રાહકો ગભરાય ગયા હતા. બંદૂક દેખાડતા જ ગ્રાહકો દુકાનની ફર્શ પર સુઈ ગયા હતા. ભરૂચના મૂળ વતની વેપારીને ગન પોઇન્ટ પર રાખી અન્ય લૂંટારુઓએ રોકડની લૂંટ ચલાવ્યા બાદ તેઓ નાસી છૂટ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ ભરૂચમાં થવા સાથે લૂંટારુઓનો ભોગ બનેલા વેપારીની દુકાનના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા ભરૂચમાં રહેતા પરિજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
એક મહિનામાં જ ભરૂચ જિલ્લાના મૂળ વતનીઓને સાઉથ આફ્રિકામાં લૂંટી લેવાની આ 5મી ઘટના બની છે. અત્યાર સુધી દક્ષિણ આફ્રિકા માં 50 થી વધુ ભરૂચ જિલ્લાના લોકો મોતને ભેટ્યા છે. વેંડા સિટીમાં જ 70000 ની વસ્તીમાં 20000 ગુજરાતીઓ વસે છે. જેઓનું યોગદાન ત્યાંના અર્થતંત્રમાં 50 ટકા કરતા પણ વધુ છે.
- 3 દિવસ પહેલા જ ટંકારીયાના 6 યુવાનોનું તેમની જ કારમાં સાઉથ આફ્રિકામાં હાઇવેથી અપહરણ કરાયું હતુ
- એક જ મહિનામાં ભરૂચ જિલ્લાના વતનીઓને લૂંટવાની 5મી ઘટના