ઝડપાયેલા જુગરીઓમાં વડોદરાના 2 સહિત ભરૂચના 5 નો સમાવેશ
ઝાડેશ્વર નર્મદા પાર્કમાં કન્ટેનરની બનાવેલ ઓફીસમાં જુગાર રમતા 7 જુગારીઓને ભરૂચ એલ.સી.બી પોલીસે ઝડપી પાડ્યા હતા.
ભરૂચ. SP રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જીલ્લામાં પ્રોહી - જુગાર અંગે અસરકારક કામગીરી કરવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સપેક્ટર જે.એન.ઝાલા એલ.સી.બીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ની ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.
પો.કો. ફિરોઝભાઈને મળેલ બાતમી આધારે પો.સ.ઇ. વાય.જી.ગઢવી, બી.ડી વાઘેલા, પેરોલ ફર્લો સ્કોડ સહિત ટીમે ઝાડેશ્વર નજીક આવેલ નર્મદા પાર્કમાં લોખંડના કન્ટેનરમાં બનાવેલ ઓફીસમાંથી પત્તાપાનાથી રૂપિયા વડે હારજીતનો જુગાર રમતા કુલ 7 આરોપીઓને રોકડા રૂપીયા 53,380 તથા તેમજ 2 વાહન સહીત કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 2,48,880 સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી ભરૂચ શહેર " સી " ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે .