• માગશર મહિનાના દર ગુરૂવારે ભરાતા મેળામાં હિંદુ-મુસ્લિમ પ્રજા ઉમટે છે
  • બન્ને ધર્મના ધર્મસ્થાનો ઉપર શ્રદ્ધાળુઓ પોતાની મહેચ્છા પૂર્ણ કરવા આવે છે
  • ભીડભંજન હનુમાનના મંદિરની સામે આવેલી સૈયદપીર નવાબ સુલતાન બાબાની દરગાહની સ્થાપના 1058 માં થયાનું ફારસી ભાષામાં દર્શાવાયું છે
  • મેળામાં કોઠા લડાવવાનું અનોખું ચલણ, જેનું કોઠું તૂટે તેણે બીજાને આપી દેવું પડે છે

#BHARUCH - ભીડભંજન હનુમાન મંદિરે કોમી એકતાના પ્રતીક સમો 483 વર્ષથી યોજાતો કોઠા-પાપડીનો મેળો કોરોના કહેરમાં નહિ યોજાય

WatchGujarat  ભરૂચ શહેરના ભીડભંજન હનુમાન મંદિરે 483 વર્ષથી માગશર મહિ‌નાના દર ગુરુવારે ભરાતા કોઠા પાપડીના મેળાને પણ આ વર્ષે કોરોના કારણે ગ્રહણ નડયું છે. ભીડભંજન હનુમાનના મંદિર અને તેની સામે વલી સૈયદપીર નવાબ સુલતાન બાબાની દરગાહના પગલે મેળાનું મહત્વ અનેકગણુ વધી જાય છે.

#BHARUCH - ભીડભંજન હનુમાન મંદિરે કોમી એકતાના પ્રતીક સમો 483 વર્ષથી યોજાતો કોઠા-પાપડીનો મેળો કોરોના કહેરમાં નહિ યોજાય

શહેરના ભીડભંજન હનુમાન મંદિરે વર્ષોથી માગશર માસમાં દર ગુરુવારે ભરાતા પરંપરાગત કોઠા પાપડીના મેળાએ શ્રદ્ધાળુઓમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું છે. હિંદુ મુસ્લિમ એકતાના પ્રતિક સમાન બનેલા અહીં બન્ને ધર્મના ધર્મસ્થાનો ઉપર શ્રદ્ધાળુઓ પોતાના મનની મહેચ્છા પૂર્ણ કરવા તેમજ બાબરી ઉતારવા પણ આવે છે.

શ્રદ્ધાળુઓ સહપરિવાર ટાઢું જમણ લેવાની સાથે મંદિર તથા દરગાહમાં ઢેબરા, ચણા તથા ફુલ ચઢાવે છે. ભીડભંજન હનુમાન મંદિર વિશે જોડાયેલી પ્રાચીન કથા મુજબ વર્ષો પહેલા હનુમાનજી આ વિસ્તારમાં કૂવામાં બિરાજમાન હતા. જે આજે પણ આ સ્થળે હાજર છે. મંદિરના ભોંયતળિયાના ભાગે નાના મોટા સાત હનુમાનજીની પ્રતિમાઓ જોવા મળે છે.

#BHARUCH - ભીડભંજન હનુમાન મંદિરે કોમી એકતાના પ્રતીક સમો 483 વર્ષથી યોજાતો કોઠા-પાપડીનો મેળો કોરોના કહેરમાં નહિ યોજાય

અંદાજે 483 વર્ષ પુરાણા મંદિરની ખુલ્લી જગ્યામાં કોઠા પાપડીનો મેળો ભરાય છે. મેળામાં માત્ર કોઠા, પાપડી અને ફૂલની લારીઓ ઉભી રહે છે. કોઠા પાપડીના મેળામાં કોઠા લડાવવાનું ચલણ હોય અહીં આવતા બાળકો, યુવકો, યુવતીઓ સહિ‌ત એકબીજા સાથે કોઠા લડાવે છે જેનુ કોઠુ તુટે તે પોતાનું કોઠુ બીજાને આપી દે છે. કોઠા આરોગવા સાથે શ્રદ્ધાળુઓ પાપડી ખાવાનું ભુલતા નથી.

ભીડભંજન હનુમાનના મંદિરની સામે સૈયદપીર નવાબ સુલતાન બાબાની દરગાહ આવેલી છે. જે દરગાહની સ્થાપના દરગાહ બહાર ફારસી ભાષામાં 1058 માં થયાનું દર્શાવાયું છે. કોઠા પાપડીનો મેળો ભરૂચની એક આગવી ઓળખ સમાન છે. શહેર અને જિલ્લાની હિંદુ-મુસ્લિમ પ્રજા વર્ષોથી ચાલતી આવતી પરંપરા અને સંસ્કતિને જીવંત રાખી કોમી એકતાનું અનોખું ઉદાહરણ પુરુ પાડી રહ્યાં છે જોકે આ વર્ષે કોરોના ને લઈ કોઠા-પાપડીનો મેળો મોકૂફ રાખવામાં આવ્યો છે.

#ભીડભંજન હનુમાન #bhidbhanjan hanuman temple #Bharuch News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud