અતિવૃષ્ટિથી ખરીફ બાદ 80000 હેકટરમાં વાવણી કરાયેલા રવિપાક પર પણ ખતરાથી ખેડૂતો ચિંતામાં
વેસ્ટર્ન ડિસ્ટબન્સના પગલે બેવડી ઋતુ વચ્ચે ઠંડીનો પાર 19 ડિગ્રી, 10.3 કિમી ની ઝડપે ફૂંકાતા પવનો
વાગરા તાલુકામાં 19 મિમી, ભરૂચ, જંબુસર, હાંસોટ 13 મિમી, અંકલેશ્વર 12 મિમી, વાલિયા 7 મિમી, આમોદ 5 મિમી
WatchGujarat Bharuch - વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે ગુરુવારે સાંજથી રાજ્ય સહિત ભરૂચ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં સમગ્ર રાત ઝરમરીયા બાદ શુક્રવારે પણ કમોસમી વરસાદથી ભરૂચ સહિત 5 તાલુકામાં અડધો ઇંચ આકાશી જળ વરસતા બેવડી ઋતુ વચ્ચે વાતાવરણ ઠંડુગાર થઈ ગયું હતું.
અતિવૃષ્ટિ અને નર્મદા નદીમાં રેલથી ભરૂચ જિલ્લામાં ખરીફ પાક તારાજ થયા બાદ હવે માવઠાના કારણે વાવણી કરાયેલ 80000 હેકટરમાં રવિપાક પર જોખમ ઉભું થતા ખેડૂતોની માઠી દશા બેઠી છે. ભરૂચ જિલ્લામાં સવારે 10 વાગ્યા સુધીમા વાગરા તાલુકામાં 19 મિમી, ભરૂચ, જંબુસર, હાંસોટ 13 મિમી, અંકલેશ્વર 12 મિમી, વાલિયા 7 મિમી, આમોદ 5 મિમી જ્યારે નેત્રંગ તાલુકામાં એક મિમી વરસાદ પુર નિયંત્રણ કક્ષ ખાતે નોંધાયો હતો.
ગુરુવારે રાતથી શરૂ થયેલા ઝરમરીયા અને ઘોરંભાયેલ વાતાવરણ વચ્ચે 10.3 કિલોમીટની ઝડપે ફૂંકાતા ઠંડા પવનો વચ્ચે પારો ગગડી 19 ડિગ્રી એ પોહચી જતા લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. કમોસમી વરસાદથી જિલ્લામાં રવિપાક માં 40000 હેકટરમાં તુવેર, ઘઉં 10 હજાર હેકટર, શેરડી 26 હજાર હેકટર સહિત ચણા, કઠોળ, શકભાજીને નિકશાનીની ભીતિ થી ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.
More #Untimely rain #Farmers #Chinta #Bharuch news