નર્મદા ડેમમાંથી સરેરાશ પ્રતિ સેકન્ડ 2.83 કરોડ લીટર પાણી છોડાયું
અમદાવાદ શહેરને 3.64 વર્ષ, સુરતને 5.82 વર્ષ, વડોદરાને 12.89 વર્ષ, રાજકોટ શહેરને 27.92 વર્ષ અને ભરૂચ જિલ્લાને 18.36 વર્ષ ચાલે એટલું પાણી દરિયામાં નિરર્થક વહયું
એક ક્યુસેક બરાબર 28.317 લીટર
સરેરાશ 10 લાખ ક્યુસેક પાણી છોડયું
શહેરો, મહાનગરોને MLD પ્રમાણે પાણી અપાય છે, 1 MLD = 10 લાખ લીટર
નર્મદા ડેમમાં 76910 અબજ લીટર પાણીનો સંગ્રહ કરી શકાય
વિક્કી જોષી, ભરૂચ. ગુજરાતની જીવાદોરી સમો સરદાર સરોવર નર્મદા ડેમ ગેટ મુકાયા પેહલા છલકાઈ તેની દરેક ગુજરાતી આતુરતા પૂર્વક રાહ જોતો હોય છે પણ 10 લાખ ક્યુસેક પ્રતિ સેકન્ડે વહેલા નર્મદા ડેમમાંથી નિરના પગલે 24 કલાકમાં 6.25 કરોડ ગુજ્જુઓને 178 દિવસ એટલે કે 6 મહિના ચાલે તેટલું પાણી દરિયામાં નિરર્થક વહી ગયું છે.
સરદાર સરોવર નર્મદા ડેમની ઊંચાઈ 138.68 મીટર કરી 30 ગેટ લગાવ્યા બાદ પ્રશાસન અને નિગમ ડેમ હવે વધુ પાણી સંચય સાથે વીજ ઉત્પાદન પૂર્ણ ક્ષમતાની આશ લગાવી બેઠું હતું. ચોમાસા ટાણે ડેમ ઓવરફ્લો ના થાય કે દરવાજા ખોલવાની નોબત ના આવે તેવી તંત્ર ઇચ્છા રાખે છે. કારણકે, ઓવરફ્લો કે દરવાજા ખોલવાને કારણે અરબો - ખરબો લિટર મહામુલુ પાણી દરિયામાં વહી જતું હોય છે. તે સાથે વીજ ઉત્પાદન પણ ગુમાવવાનો વારો આવે છે.
આ વર્ષે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમના 23 દરવાજા ખોલવાની ફરજ પડી હતી. જેના કારણે પ્રતિ સેકન્ડ 10 લાખ ક્યુસેક પાણી છોડવું પડ્યું છે. જેને પગલે વડોદરા, ભરૂચ સહિત નર્મદા કાંઠાના ગામોમાં પુરની સ્થિતિ સર્જાવા પામી હતી. છેલ્લાં 50 વર્ષમાં 7 મી વખત ગોલ્ડ બ્રિજ પાસે નર્મદાની સપાટી 34 ફૂટે પહોંચતા 6595 લોકોનું સ્થળાંતર કરાયું હતું. તેમજ ખેતી અને વેપાર - ધંધાને પણ ફટકો પડ્યો છે.
ડેમમાંથી પ્રતિ સેકન્ડ 10 લાખ ક્યુસેક પાણી સતત 24 કલાક છોડવામાં આવ્યું હોવાથી આશરે 2.83 કરોડ લિટર પાણી વહી જવા પામ્યું છે. એક અંદાજ પ્રમાણે ગુજરાતની પ્રજાને 178 દિવસ ચાલે તેટલું પાણી દરીયો પી ગયો એમ કહી શકાય.

વરસાદ થયા બાદ તેના જથ્થાને માપવા માટે તેમજ જે તે ડેમના જથ્થા ને માપવા MCM ( મિલિયન ક્યુબીક મીટર ) નો ઉપયોગ થાય છે. એક MCM એટલે 10 લાખ ઘનમીટર પાણી. સરળ રીતે સમજીએ તો એક ઘનમીટર બરાબર 1000 લીટર પાણી તેથી મિલિયન ક્યુબીક મીટર એટલે 100 કરોડ લીટર. નર્મદા ડેમની ક્ષમતા 7691 MCM છે. જે 769,10,00,00,00,000 થાય. જે પ્રમાણે ડેમમાં 76910 અબજ લીટર પાણીનો સંગ્રહ કરી શકાય છે.
ગુજરાતની પ્રજાની પાણીની જરૂરીયાત અને ડેમમાંથી વહેલાં પાણીનો ચિતાર
ગુજરાત : વસ્તી 6.25 કરોડ
દૈનિક જરૂરિયાત 13714 MLD
2446588 MLD 24 કલાકમાં ડેમમાંથી પાણી વહયું
શહેરમાં રોજ પૂરો પડાતો પુરવઠો
અમદાવાદ : 1840 MLD દૈનિક
રાજકોટ : 240 MLD
વડોદરા : 520 MLD
સુરત : 1150 MLD
ભરૂચ જિલ્લો : 365 MLD
કઈ રીતે કરાઈ ગણતરી
ક્યુસેક (ક્યુબીક ફૂટ પર સેકન્ડ)
1 ક્યુસેક એટલે 28.317 લીટર
1 MLD = 10 લાખ લિટર્સ પર ડે
10 લાખ ક્યુસેક પાણી છોડાતા
28.317 MLD સેકન્ડે
1699 MLD દર મિનિટે
101940 પ્રતિ કલાકે
2446588 MLD 24 કલાકમાં ડેમમાંથી નદી અને દરિયામાં પાણી ઠલવાયુ
- નર્મદા ડેમમાંથી સરેરાશ પ્રતિ સેકન્ડ 2.83 કરોડ લીટર પાણી છોડાયું
- અમદાવાદ શહેરને 3.64 વર્ષ, સુરતને 5.82 વર્ષ, વડોદરાને 12.89 વર્ષ, રાજકોટ શહેરને 27.92 વર્ષ અને ભરૂચ જિલ્લાને 18.36 વર્ષ ચાલે એટલું પાણી દરિયામાં નિરર્થક વહયું
- એક ક્યુસેક બરાબર 28.317 લીટર
- સરેરાશ 10 લાખ ક્યુસેક પાણી છોડયું
- શહેરો, મહાનગરોને MLD પ્રમાણે પાણી અપાય છે, 1 MLD = 10 લાખ લીટર
- નર્મદા ડેમમાં 76910 અબજ લીટર પાણીનો સંગ્રહ કરી શકાય
વિક્કી જોષી, ભરૂચ. ગુજરાતની જીવાદોરી સમો સરદાર સરોવર નર્મદા ડેમ ગેટ મુકાયા પેહલા છલકાઈ તેની દરેક ગુજરાતી આતુરતા પૂર્વક રાહ જોતો હોય છે પણ 10 લાખ ક્યુસેક પ્રતિ સેકન્ડે વહેલા નર્મદા ડેમમાંથી નિરના પગલે 24 કલાકમાં 6.25 કરોડ ગુજ્જુઓને 178 દિવસ એટલે કે 6 મહિના ચાલે તેટલું પાણી દરિયામાં નિરર્થક વહી ગયું છે.
સરદાર સરોવર નર્મદા ડેમની ઊંચાઈ 138.68 મીટર કરી 30 ગેટ લગાવ્યા બાદ પ્રશાસન અને નિગમ ડેમ હવે વધુ પાણી સંચય સાથે વીજ ઉત્પાદન પૂર્ણ ક્ષમતાની આશ લગાવી બેઠું હતું. ચોમાસા ટાણે ડેમ ઓવરફ્લો ના થાય કે દરવાજા ખોલવાની નોબત ના આવે તેવી તંત્ર ઇચ્છા રાખે છે. કારણકે, ઓવરફ્લો કે દરવાજા ખોલવાને કારણે અરબો - ખરબો લિટર મહામુલુ પાણી દરિયામાં વહી જતું હોય છે. તે સાથે વીજ ઉત્પાદન પણ ગુમાવવાનો વારો આવે છે.
આ વર્ષે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમના 23 દરવાજા ખોલવાની ફરજ પડી હતી. જેના કારણે પ્રતિ સેકન્ડ 10 લાખ ક્યુસેક પાણી છોડવું પડ્યું છે. જેને પગલે વડોદરા, ભરૂચ સહિત નર્મદા કાંઠાના ગામોમાં પુરની સ્થિતિ સર્જાવા પામી હતી. છેલ્લાં 50 વર્ષમાં 7 મી વખત ગોલ્ડ બ્રિજ પાસે નર્મદાની સપાટી 34 ફૂટે પહોંચતા 6595 લોકોનું સ્થળાંતર કરાયું હતું. તેમજ ખેતી અને વેપાર - ધંધાને પણ ફટકો પડ્યો છે.
ડેમમાંથી પ્રતિ સેકન્ડ 10 લાખ ક્યુસેક પાણી સતત 24 કલાક છોડવામાં આવ્યું હોવાથી આશરે 2.83 કરોડ લિટર પાણી વહી જવા પામ્યું છે. એક અંદાજ પ્રમાણે ગુજરાતની પ્રજાને 178 દિવસ ચાલે તેટલું પાણી દરીયો પી ગયો એમ કહી શકાય.
નર્મદા ડેમમાં 76910 અબજ લીટર પાણીનો સંગ્રહ કરી શકાય
વરસાદ થયા બાદ તેના જથ્થાને માપવા માટે તેમજ જે તે ડેમના જથ્થા ને માપવા MCM ( મિલિયન ક્યુબીક મીટર ) નો ઉપયોગ થાય છે. એક MCM એટલે 10 લાખ ઘનમીટર પાણી. સરળ રીતે સમજીએ તો એક ઘનમીટર બરાબર 1000 લીટર પાણી તેથી મિલિયન ક્યુબીક મીટર એટલે 100 કરોડ લીટર. નર્મદા ડેમની ક્ષમતા 7691 MCM છે. જે 769,10,00,00,00,000 થાય. જે પ્રમાણે ડેમમાં 76910 અબજ લીટર પાણીનો સંગ્રહ કરી શકાય છે.
ગુજરાતની પ્રજાની પાણીની જરૂરીયાત અને ડેમમાંથી વહેલાં પાણીનો ચિતાર
- ગુજરાત : વસ્તી 6.25 કરોડ
- દૈનિક જરૂરિયાત 13714 MLD
- 2446588 MLD 24 કલાકમાં ડેમમાંથી પાણી વહયું
- શહેરમાં રોજ પૂરો પડાતો પુરવઠો
- અમદાવાદ : 1840 MLD દૈનિક
- રાજકોટ : 240 MLD
- વડોદરા : 520 MLD
- સુરત : 1150 MLD
- ભરૂચ જિલ્લો : 365 MLD
- કઈ રીતે કરાઈ ગણતરી
- ક્યુસેક (ક્યુબીક ફૂટ પર સેકન્ડ)
- 1 ક્યુસેક એટલે 28.317 લીટર
- 1 MLD = 10 લાખ લિટર્સ પર ડે
- 10 લાખ ક્યુસેક પાણી છોડાતા
- 28.317 MLD સેકન્ડે
- 1699 MLD દર મિનિટે
- 101940 પ્રતિ કલાકે
- 2446588 MLD 24 કલાકમાં ડેમમાંથી નદી અને દરિયામાં પાણી ઠલવાયુ